________________
૬૦
વર્ષની બાલ્યવયમાં લગ્નના બંધને બાંધી દીધા પરંતુ વિધિના લેખ જુદા હતા. ૧૪ મહિનામાં વૈધવ્ય આવ્યું. સંસારની અનિત્યતાનું ભાન થયું. વૈરાગ્યનો રંગ ઘેરો બન્યો. પરંતુ સસરાજીએ સંયમ માટે રજા ન આપી. ઘણી મહેનત, ત્યાગ અને સત્ત્વને વિકસાવતા ૩૨ વર્ષની ઉંમરે રજા મળી. વિ.સં. ૨૦૦૨, વૈ.વ. ૧૦ ખંભાતમાં ૫.પૂ.આ. શ્રીમદ્ વિજયજંબૂસૂરીશ્વરજી મહારાજના હસ્તે પૂ. કલ્યાણશ્રીજી મ.ના શિષ્યા બન્યા. તપ, ત્યાગ અને જ્ઞાનનો ત્રિવેણીસંગમ રચાતા પ.પૂ.આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિ મળી અને વૈરાગ્ય તેમજ સંયમપાલનમાં ઉત્તરોત્તર કેંદ્ર બન્યા.
વિ.સં. ૨૦૧૮માં શ્રમણી જીવનના વિશેષ યોગક્ષેમ માટે પ.પૂ.આ. શ્રીમદ્ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજને સંયમ જીવનરથના સારથી બનાવાયા, ત્યારથી તો સંયમજીવનનો સૂર્ય મધ્યાહ્ને તપવા લાગ્યો.
શિષ્યાપરિવાર વધતા ગુણોની વૃદ્ધિ તેમજ આશ્રિતોના જીવનમાં સંયમ, વૈરાગ્ય, જ્ઞાન, તપ આદિ વધે તે માટે અનેક નિયમોના પાલન વધાર્યા. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન આદિ સ્થળોએ વિહાર કરી અનેકને ધર્મપિયુષના પાન કરાવ્યા. ૪૨ વર્ષના દીક્ષા પર્યાયમાં ૪૨ શિષ્યા પ્રશિયાનો પરિવાર છતાં એજ નિખાલસતા, વિનય, વિવેક, આજ્ઞાપાલન, સહનશીલતા, ઔદાર્ય, ગાંભીર્ય અને સવિશેષ નો સંયમ જીવનની અત્યંત જાગૃતિ હતી. તેથી જ માંદગીમાં રાત્રે નિંદ્રામાં પણ પ્રતિક્રમણ, પ્રતિલેખન, ક્ષમાપના આદિ ચાલુ રહેતા. કેવી સમાધિમરણની
તીવ્ર ઝંખના !
આદર્શ સંયમજીવન જીવનારા આ શ્રમણીના અમલનેર મુકામે વિ.સં. ૨૦૪૪ મહાસુદ ૧૩ અસહ્ય માંદગીમાં પણ અપૂર્વ સમાધિ મચ્છુ પામી ગયા. ધન્ય સંયમ! ધન્ય સંધમી!
વાત્સલ્યનિધિ પૂ. સાધ્વીજી શ્રી નિર્મમાશ્રીજી મહારાજ
જૈન શાસનના ગૌરવવંતા ઇતિહાસમાં શ્રમણ ભગવંતોની જેમ શ્રમણીરત્નોનું પણ અનુપમ યોગદાન રહેલું છે. અનેક
Jain Education International
શ્રમણીરત્નોએ
ધન્ય ધરાઃ
જિનશાસનની અનુપમ આરાધના સાધના કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાનમાં પણ અનેક શ્રમણીરત્નો ઉત્કૃષ્ટ સાધના કરી શાસનની આા પ્રભાવનાના ગૌરવવંતા ઇતિહાસમાં સૂક્ષ્મ બળ પૂરું પાડી રહ્યાં છે.
પૂજ્યપાદ જિનશાસનશિતા જ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં પરમ વિદુષી પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ.નાં શિષ્યારત્ના અને પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ના લઘુ ગુરુથિંગની વાત્સલ્યનિધિ પૂ.સા. શ્રી નિર્મમાશ્રીજી મહારાજ ત્રેવીસમાં તીર્થપતિ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનના નીચેની સુવિખ્યાત સુથરી (કચ્છ)ની પુણ્યભૂમિના વતની અને વ્યવસાયાર્થે ભરગડા બરગડા (કેરળ)માં વસતા શ્રેષ્ઠી શ્રીમાન્ પદમશીભાઈ અરજણ ધરમશીનાં સૌભાગ્યશાલિની ધર્મપત્ની .સી. નેણબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૯ મહા વદ નો મંગળ દિવસે તેમનો જન્મ થયો. છ છ ભાઈઓ અને ચાર ગિનીઓની મધ્યમાં શોભતાં નવલબહેન બાહ્યાવસ્થાથી જ શાંત પ્રકૃતિના હતા. વિશાળ પરિવારમાં સૌના સ્નેહનું ભજન બનેલા નવલબહેન ૧૩ વર્ષની બાલ્યવયે સાંધા (કચ્છ)ના વતની અને વ્યાપારાર્થે કલકત્તા જેવા પૂર્વના પ્રદેશમાં વસતા શ્રીયુત શિવજીભાઈ શામજીભાઈ લોડાયાના સુપુત્ર શ્રી ધનજીભાઈ સાથે લગ્નગ્રંથિએ જોડાયાં.
બાલ્યાવસ્થાથી જ ધર્મની ભાવના હોવા છતાં બગડો (કેરળ), કૌચીન, કલકત્તા જેવાં ક્ષેત્રોમાં વરવાટ હોવાના કારણે શ્રમણ શ્રમણીગણના સમાગમના અભાવે વિશેષ ધર્મ આરાધના જીવનમાં ન'તી છતાં પણ સરળતા, ઋજુતા, ઉદારતા, પરોપકાર પરાયણતા આદિ ગુણોથી તો તેમનું જીવન હર્યુંભર્યું હતું. ાસુર પક્ષમાં પણ બધાંના માટે સ્નેહનું ભાજન બન્યાં.
વિ.સં. ૨૦૦૧માં મોટા સુપુત્ર ગુલાબકુમારનો જન્મ બડગરા (કેરાલા)માં થયો હતો. વિ.સં. ૨૦૦૭માં નાના સુપુત્ર કિશોરકુમારનો જન્મ કલકત્તા મહાનગરમાં જ થયો. નાના સુપુત્રના જન્મ બાદ તેમના દેહમાં અસાધ્ય વ્યાધિ લાગુ પડી ગર્યો. બોર્ન ટી.બી.નું ભયંકર દર્દ, અસહ્ય વેદનાની વચ્ચે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી એ વેદનાને સમાધિપૂર્વક સહન કરી....એ દર્દની વચમાં બે ત્રણ વાર તો લકવાના હુમલા પણ આવી ગયેલા.
ભર યૌવન વયે અસહ્ય વ્યાધિ સહેનાર નવલબહેનની તે સમયે તો એવી સ્થિતિ હતી કે જોનારા પણ એવું જ અનુમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org