________________
૫૪૬
ઉપરાંત જિનાગમો અને તેને સંલગ્ન શાસ્ત્રો, દર્શન શાસ્ત્રો આદિનું પણ પારગામી અને તલસ્પર્શી અધ્યયન કર્યું.
ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા અને આશીર્વાદપૂર્વક તેઓશ્રીએ ઈડરગઢ શ્રી શાંતિનાથ જિનાલયના પાછળના ભાગે પહાડ પર આવેલી પ્રાચીન ગુફામાં, જેમાં તેમના પૂજ્ય ગુરુદેવે ઘણાં વર્ષો સુધી આરાધના કરી. તે જ ગુફામાં પ્રતિદિન નિયમિત એકાસણાની તપશ્ચર્યા સાથે સળંગ બે વર્ષ રહીને આત્મકલ્યાણ તથા મોક્ષપ્રાપ્તિ માટે આરાધના કરી.
આ બધું જોતાં અને જ્ઞાનપ્રાપ્તિના ચૌદ પર્યાય સુધી પહોંચતાં તેઓના પૂ. ગુરુદેવે વિ.સં. ૨૦૬૪ના વૈશાખ સુદ-૬ શુક્રવાર તા. ૧-૫-૧૯૯૮ના ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા.
ઉપાધ્યાય પ્રદીપચંદ્ર વિજયજી મ.સા.એ ત્યારબાદ અનેક શાસનપ્રભાવનાપૂર્વક ગુજરાતમાં સર્વ પ્રથમવાર આયોજિત સરસ્વતી મહાપૂજન તથા જાપનું સફળતમ સંચાલન કર્યું. પ્રવચનાદિ દ્વારા અનેક વ્યક્તિઓને સન્માર્ગે લાવવાનું કાર્ય કર્યું અને સ્વઆરાધના પણ ચાલુ રાખી.
તેમનામાં શાસનના સુકાની બનવાની યોગ્યતા દેખાતાં તેમના પૂજ્ય ગુરુદેવે નમસ્કાર મહામંત્રના ત્રીજા પદે અલંકૃત કરવા માટે નક્કી કર્યું. પોતે નાના જ રહેવા માંગતા હતા તેમ છતાં ગુરુદેવની આજ્ઞાથી સાબરકાંઠા જિલ્લાના એકમાત્ર સંપ્રતિ
શય્યાતી જ્યંતિ શ્રાવિકા
હે ભગવંત! જીવો ઉંઘતા સારા કે જાગતા?
શ્રાવિકા! પાપીજીવો ઉંઘતા સારા, ધર્મી જીવો જાગતા સારા કારણ પાપી જીવો અધર્મની પ્રવૃત્તિ કરશે. સૂવું તે પ્રમાદ પણ અધર્મીઓ સૂતા સારા અને ધર્મીઓનું જાગરણ ભલુ. અબળા મટી સબળા બનેલી જયંતિએ પ્રભુવીરના શ્રમણીસંઘમાં દીક્ષા લીધી.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education International
ધન્ય ધરાઃ
મહારાજા કાલીન ૨૪ જિનાલયયુક્ત વટપલ્લી (વડાલી) તીર્થમધ્યે વિ.સં. ૨૦૬૦ના મહા સુદ-૧૪, ગુરુવાર તા. ૫-૨૦૪ના હજારો ગુરુભક્તોની હાજરીમાં લાડીલા પૂજ્ય ઉપાધ્યાયજી મ.સા.ને આચાર્યપદ પર સ્થાપિત કર્યા.
આચાર્યપદના સફળતમ સુકાની બનવા સાથે તેમની પ્રથમ પીઠની આરાધના ઈડરગઢની તેજ પ્રાચીન ગુફામાં કરી ત્યારબાદ સમગ્ર સાબરકાંઠામાં સો વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર થયેલ દીક્ષાનું અદ્ભુત આયોજન તેઓશ્રીએ કર્યું અને ઇતિહાસમાં રેકર્ડરૂપ થયેલ. શ્રી વટપલ્લી (વડાલી) તથા આગલોડ તીર્થ મધ્યે થયેલા ઐતિહાસિક ઉપધાન તપનું આયોજન તેઓશ્રીએ કર્યું, જેથી સર્વે લોકોમાં તેમની અદ્ભુત આયોજનશક્તિ, ક્રિયાશક્તિ, વ્યાખ્યાનશક્તિ આદિનાં સર્વેને દર્શન થયાં. તેઓશ્રી સુષુપ્ત આધ્યાત્મિક ચેતનાને ઢંઢોળનાર, મોક્ષકલક્ષી દેશનાના પ્રવક્તા છે, જેઓ મૌલિક પ્રવચનશક્તિ ધરાવવાની સાથે બહુમુખી પ્રતિભા સંપન્ન, વિદ્વાન અને વિશ્રુત આચાર્ય ભગવંત છે.
પૂજ્યપાદ સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્ર સૂરીશ્વરજી મહારાજને કોટિશઃ વંદના.....
સૌજન્ય : શ્રી આગલોડ જૈન શ્વે∞ મૂર્તિપૂજક જૈન સંઘ :માણિભદ્રવીર જૈન તીર્થ પેઢી આગલોડ (તા. વિજાપુર)
For Private & Personal Use Only
www.jainelibrary.org