________________
પ૦૮
ધન્ય ધરા:
ગુરુદેવ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી સૂરિ પદવીના પહેલા જ વરસથી સૂરિમંત્રની આરાધના સળંગ અખંડ રીતે બાર વરસથી કરી રહ્યા છે. માસક્ષમણ-સિદ્ધિતપ વર્ષીતપ-વીશસ્થાનક વગેરે વિવિધ તપ કરી જીવન મંગલ કર્યું છે.
ત્યાંશી વરસના પિતાશ્રી શાંતિભાઈ સંઘવી તથા માતુશ્રી વીરમતીબહેન તથા કાકાશ્રી જયંતીભાઈ સંઘવીને સંયમ આપી તાર્યા છે. એક જ પરિવારના આઠ આઠ સભ્યો દીક્ષિત થયાના દાખલા ખૂબ ઓછા જાણવા-સાંભળવા મળે છે. તેઓશ્રીની જ્ઞાનસાધના ઉત્તરોત્તર વિકાસ પામતી રહો અને સાધનાનાં ઉચ્ચ શિખરો સર કરતા રહો એ જ શુભ કામના.
પૂજ્યશ્રીમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાયમગ્નતા વિશેષ જોવા મળે છે. (આગમ ગ્રંથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, ‘પાઈયવિજાણગાહા', ‘પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા' વગેરે ગ્રંથોના સંપાદનનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે. જ્ઞાનોપાસના સાથે માસક્ષમણ, સિદ્ધિતપ અને વીશસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજ્યશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે.) પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરતપણે વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના. સૌજન્ય : જિનશાસન શણગાર ૫.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.
તથા સૂરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સ્મૃતિમાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર- સુરત અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના
સંશોધક અને પ્રતિભાસમ્પન્ન પૂ. આ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.
જૈનશાસનઅચલગચ્છના વર્તમાન પ્રવાહોમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક
માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ ખરેખર અચલગચ્છના શણગાર રૂ૫ છે. પૂજ્યશ્રીનો દેહ તો બહુ નાજુક છે, પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિએ કારણે શાસનસેવાની ઘણી યોજનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક સારા સંશોધક અને લેખક છે. વક્તા અને વિદ્વાન છે. સુંદર કાર્યોના પ્રેરક અને પ્રણેતા છે. જૈનશાસનની અને અચલગચ્છની પ્રાચીન સાહિત્યસમૃદ્ધિને પોતાની આગવી કળાથી કલમના સહારે કાગળ ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખો વડે સાહિત્યના સુવિશાળ આકાશમાં પોતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉડ્ડયન કરી શકે છે, માટે જ તેમનું નામ “કલાપ્રભસાગર' રખાયું ન હોય જાણે!
બે દાયકા પહેલાં, સોળ વરસની કિશોર વયમાં જ કિશોરકુમારે માતા પ્રેમકુંવર અને પિતા રતનશીભાઈના મોહ અને મમતાનો ત્યાગ કરી, અચલ”ચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વનો સ્વીકાર કરી કચ્છભૂજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો, ત્યારે સં. ૨૦૨૬ના કારતક સુદ ૧૩ ને શનિવારનો શુભ દિવસ હતો. તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ); તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ના માગશર વદ ૨ ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એનો ઘણો મોટો યશ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમ જ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A.સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથો, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે.
સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૧૮માં પરભવનું ભાતું' નામના લોકભોગ્ય પુસ્તકના આલેખનસંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અંવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાનો અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારો જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકોની સંખ્યા ૧૫૧ થવા જાય છે!
“ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની
Jain Education Intemational
For Private & Personal Use Only
Private & Personal Use Only
www.jainelibrary.org