________________
૬૧૮
શ્રી ક્ષાવિજયજી બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ક્યારની યે વટાવી ચૂક્યા હતા. તેઓશ્રી ચારિત્રવિજયજીના ઉત્તરાધિકારી પણ થઈ ગયા હતા. ધીમે ધીમે તેમના મનમાં પ્રતીતિ થઈ ગઈ હતી કે ત્યાગપ્રધાન મુનિજીવન જ સત્યમાર્ગ છે. ઘણાં મનોમંથનને અંતે તૈયાર થયેલું એ ‘નવનીત’ હતું. તેમણે નક્કી કર્યું કે આ વિષયમાં કોઈ વિદ્વાન સાધુ સાથે ઊંડાણથી ચર્ચા કરવી. એવો અવસર એક વાર આવી ઊભો. પોતે ઇચ્છતા હતા એવા શ્રમણશ્રેષ્ઠ અનાયાસે મળી ગયા. એ હતા પૂ. પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજ.
સત્યપંથના રાહી : શ્રી ક્ષમાવિજયજી જે પ્રશ્નો ઘણા સમયથી વિચારતા હતા તે પ્રશ્નો વિશે તેમણે પં. શ્રી હિંમતવિમલજી મહારાજ સાથે મોકળાશથી ચર્ચા-વિચારણા કરી. પંચમહાવ્રતોનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વાસ્તવિક મુનિજીવન કેવું હોય, યતિજીવનમાં વ્યક્તિએ કેવાં કેવાં અકર્તવ્યો કરવાં પડે એ, શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીએ ખૂબ ઊંડાણથી શ્રી ક્ષમાવિજયજીને સમજાવ્યું. શ્રી ક્ષાવિજયજી આમેય સાચા સાધુજીવન પ્રત્યે પહેલેથી આકર્ષાયા હતા. એમને શ્રી હિંમતવિમલજીની વાતોથી વધુ બળ મળ્યું. તેઓ શુદ્ધ સંયમજીવન અંગીકાર કરવા વધુ પ્રેરિત થયા. તેમણે શ્રી હિંમલવિમલજી મહારાજને પોતાને શુદ્ધ મુનિધર્મની દીક્ષા આપવા વિનંતી કરી. શ્રી ક્ષમાવિજયજીમાં શ્રી હિંમતવિમલજી મહારાજને વિશેષ યોગ્યતા જણાતાં એમની સુંદર મનોભાવનાથી પ્રસન્નતા પામીને મુનિજીવનની દીક્ષા આપી. વૈભવ છોડીને તેઓ યતિ મટીને મુનિ બન્યા : શ્રી ક્ષાવિજયજી મટીને ‘મુનિશ્રી શાન્તિવિમલજી' બન્યા. આ શ્રેષ્ઠ કાર્યનું નિમિત્ત બન્યું મહારાષ્ટ્ર પ્રાંતનું ‘તળેગામ’ નગર. મુનિજીવનની સંસારતારિણી દીક્ષાનો એ ધન્ય દિવસ! હતો જેઠ સુદ ૩, ગુરુવારનો વર્ષ સં. ૧૯૮૩! યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીના આગમ્ય સ્વપ્નનો સંકેત જાણે હવે સ્પષ્ટ થયો હતો! યતિસંપ્રદાયમાં એક દીપક તો પ્રગટ્યો હતો, પણ તે દીપક ત્યાંથી અલોપ થઈને જાણે મુનિજીવનમાં અજવાળાં પાથરવા સર્જાયો હતો!
શ્રી મહાવીરપ્રભુની શ્રમણપરંપરામાં વિમલશાખાનો પણ એક અનોખો અને ગૌરવવંતો ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અનેક મુનિપુંગવો થયા છે. તેમાં એક નામ શ્રી જ્ઞાનવિમલસૂરિનું છે. તેમણે ગુજરાતી ગેયસાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો ઘણો મોટો ફાળો આપ્યો છે. આવું જ એક નામ પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજનું છે. જૈનોના મહાન તીર્થ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાએ આવનાર પ્રત્યેક
Jain Education International
ધન્ય ધરા:
યાત્રિક યાત્રા કરીને ઊતર્યા પછી તલાટી પાસેના ભાતખાતામાં આવીને ભાતું વાપરે છે, પરંતુ ઘણાં ઓછાં લોકોને આ ભાતખાતાના ઇતિહાસનો ખ્યાલ હશે. આ ભાતાખાતા વિશે સૌ પ્રથમ વિચાર શ્રી કલ્યાણવિમલજી મહારાજને આવેલો. પૂજ્યશ્રીની પ્રેરણાથી તળેટી ઉપર ભાતાખાતાની શુભ શરૂઆત થઈ. ભાતાની આ પ્રથાનું ત્યાર પછી ઘણાં તીર્થોમાં અનુકરણ થયું છે. આ ભાતાખાતાના આદ્યપ્રણેતા પં. શ્રી કલ્યાણવિમલજી ગણિ વિમલશાખાના એક દેદીપ્યમાન નક્ષત્ર હતા. આવાં તો કેટલાંયે શ્રમણરત્નો વિમલશાખાની રત્નખાણમાં સમયે સમયે પાક્યાં છે. પં. શ્રી શાન્તિવિમલજી મહારાજની ગુરુસેવા અદ્ભુત હતી. તેઓ ગુરુનિશ્રાએ જ કાયમ માટે રહેતા, ગુરુશ્રીનો પડ્યો બોલ ઝીલી લેતા. ગુરુશ્રીનાં તમામ કાર્યોમાં તેઓ પૂરક બની
રહ્યા.
સં. ૨૦૨૦માં મહા માસની ૪ને શનિવારે શ્રી ઉપરિયાળા તીર્થમાં હજારો માણસોની મેદની સમક્ષ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું અને આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી નામે પ્રસિદ્ધિ પામ્યા.
પૂ. આચાર્યશ્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કર્યો છે. અનેક તીર્થોની યાત્રાઓ, અનેક પ્રતિષ્ઠાઓ, સંઘયાત્રાઓ, તપ-ઉત્સવો આદિ શાસનહિતકારી અકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના ઉપદેશથી પ્રતિબદ્ધ થઈને અનેક પુણ્યાત્માઓ એમનાં ચરણે દીક્ષિત થયા છે, જેમાં શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી હરિભદ્રવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી તથા શ્રી પ્રદ્યુમ્ન
વિમલજીના શિષ્ય શ્રી વિજયવિમલજીનો સમાવેશ થાય છે. તેઓ બંને આચાર્યશ્રીના વડીલ બંધુ શ્રી ઉમાશંકરજીના સુપુત્રો છે. મુનિશ્રી હરિભદ્રવિમલજી તથા શ્રી ગૌતમવિમલજીનો સ્વર્ગવાસ આચાર્યશ્રીની વિદ્યમાનતામાં જ થયો હતો.
પૂજ્ય આચાર્યશ્રી જે વિચારતા તે જ કહેતા અને જે કહેતા તે જ કરતા. એમના અંતરંગ અને બાહ્યજીવનમાં કોઈ વિરોધાભાસ જોવા ન મળતો. મન-વચન-કાયાને એકરૂપ રાખવાં એ જ જીવનની સાચી સિદ્ધિ છે. આ સિદ્ધિ તેઓશ્રીમાં જોવા મળતી. તેઓશ્રી અનેક માંત્રિક સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તે વિષયના અહંકારથી હંમેશાં દૂર રહેતા, સાથોસાથ અંગત હિત માટે ક્યારેય પણ તે સિદ્ધિઓનો ઉપયોગ કરતા નહીં.
For Private & Personal Use Only
www.jainelibrary.org