________________
૪૮
ધન્ય ધરાઃ
સૌરાષ્ટ્રકેસરી આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરિજીની દીક્ષા આ નગરે થઈ. ૨ જિનમંદિર અને ૨ ભવ્ય ઉપાશ્રયોથી વિભૂષિત આ ભૂમિમાં ત્યારબાદ ઘણી બધી બહેનો દીક્ષિત થઈ. પરંતુ કોઈ પુરુષોની દીક્ષા થઈ ન હતી. ૩૬ વર્ષ બાદ સૌરાષ્ટ્ર કેસરીજી પોતાની દીક્ષાભૂમિમાં પ્રથમ વાર જ ચાતુર્માસાર્થે પ્રખર વ્યાખ્યાતા થઈને પધાર્યા. પ્રવેશદિનના પ્રથમ વ્યાખ્યાન અને પ્રથમ પરિચયનો પ્રભાવ એવો પડ્યો કે શીરપુરનિવાસી સુશ્રાવક શ્રી સેવંતિભાઈ અને માતા શારદાબહેનના સુપુત્ર-શ્રી રાજેન્દ્રભાઈ જેઓ ત્યારે એમ. કોમ.નું ભણતાતા–તેઓએ કૉલેજ જવાનું છોડી દીધું અને પ્રથમ દિવસથી જ દરરોજ સાંજનું પ્રતિક્રમણ અને ગુરુસેવાનો પ્રારંભ કર્યો. ચાતુર્માસ બાદ શીરપુરથી માંડવગઢ તીર્થનો છ'રીપાલિત સંઘ નીકળ્યો. તેમાં રાજેન્દ્રભાઈ જોડાયા અને ગામ-ઘરની બહાર પોતાની શક્તિઓનો અંદાજ મેળવ્યો. ગુરુદેવની પ્રેરણાથી માંડવગઢથી આગળ વિહારમાં ધાર, ભોપાવર, ઉજ્જૈન, ચિત્તોડગઢ, કેસરીયાજી થઈને ઉદયપુર સુધી વિહારમાં સાથે રહ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીએ માંડવગઢ સંઘ પછી ધાર્મિક અધ્યયનનો પ્રારંભ નવકારથી શરૂ કરાવ્યો અને અલ્પસમયમાં પંચપ્રતિક્રમણ, સાધુક્રિયા, ચાર પ્રકરણ વિગેરે અભ્યાસ પૂર્ણ કર્યો. ઉદયપુર નગરે સંસારીપણે પૂજ્ય ગુરુદેવની સાથે ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ બાદ સમેતશીખરજીની યાત્રા કરીને પાછા ગુરુદેવની સાથે જોધપુર મુકામે વિહારમાં જોડાયા. ત્યાંથી ઓસીયાજી તીર્થ-ફલૌદી થઈને જેસલમેર પંચતીર્થની યાત્રા કરીને પાછા ફલ્લૌદી આવ્યા ત્યાં દીક્ષા નિશ્ચિત થઈ. ફલૌદી શ્રી સંઘ અને ત્યાંના પરમગુરભક્ત સુશ્રાવક શ્રી સૌભાગ્યચંદજી લલવાણી (દુર્ગ-ભિલાઈ) વાળાએ ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવ્યો અને વૈશાખ સુદ ૫ સંવત ૨૦૩૪માં શ્રી રાજેન્દ્રભાઈ પૂજ્ય સૌરાષ્ટ્રકેસીજીના શિષ્ય પૂજ્ય યશોવિજયજી મ.સા. (વર્તમાનમાં આ. યશોરત્નસૂરિજી)ના શિષ્ય પૂ. મુનિશ્રી રાજયશવિજયજી નામે દીક્ષિત થયા. વડી દીક્ષા બિકાનેર મુકામે થઈ અને પ્રથમ ચાતુર્માસ ફલૌદી મુકામે થયું. સંપૂર્ણ ધાર્મિક શિક્ષાપાઠ, પ્રખર વ્યાખ્યાતા, શાસન પ્રભાવક આચાર્યદેવશ્રી ભુવનરત્નસૂરિજીના વરદ્ હસ્તે જ પ્રાપ્ત કર્યા. પૂજ્ય દાદા ગુરુદેવની નિશ્રામાં ૯ ચાતુર્માસ સાથે રહીને ભક્તિ કરવાનો લાભ મળેલો. ત્યારબાદ પોતાના ગુરુદેવની નિશ્રામાં ૪ ચાતુર્માસ અને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમપ્રભ સૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૩ વર્ષ સેવાનો લાભ મેળવ્યો.
મહુવા મુકામે-શ્રી વર્ધમાનતપનો પાયો નાંખીને ૨૪
વર્ધમાનતપ ઓળીની આરાધના સાથે ૨ વાર ધર્મચક્ર તપની આરાધના કરી છે. સાથે નવપદજી ઓળીની આરાધના ૧૧ વાર, પંચમીતપની આરાધના પણ કરી છે.
પોતાના ગુરુદેવ આ. યશોરત્નસૂરિજીના વરદ્ હસ્તે અમદાવાદ થલતેજ મુકામે સંવત ૨૦૪૯માં કારતક વદ ૭ના દિને ગણિપદારૂઢ થયા. પોતાના બીજા વર્ષીતપના પારણા નિમિત્તે-પોતાના પ્રથમ શિષ્ય વયોવૃદ્ધ તપસ્વી મુનિશ્રી તત્ત્વરત્નવિજયજી મ.સા. સાથે મુંબઈથી વિહાર કરીને હસ્તિનાપુર પહોંચ્યા હતા તે અવસરે ગુરુભગવંતોની નિશ્રા વિનાનું પોતાનું પ્રથમ ચાતુર્માસ ભારતની રાજધાની દિલ્લી નગરે ગુજરાત વિહાર સંઘમાં કર્યું. જે અતિ ભવ્યાતિભવ્ય, યાદગાર, ઐતિહાસિક રહ્યું હતું. પોતાના દાદા ગુરુદેવની જેમજ પૂજ્યશ્રી પણ સૌરાષ્ટ્ર ભૂમિના વિશેષ ચાહક છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા, તળાજા, સિહોર, પાલિતાણા ફરી ચૂક્યા છે. પોતાના દાદા ગુરુદેવના માર્ગે જ ચાલતા પૂજ્યશ્રી પણ ચાતુર્માસિક સ્થાનથી વિવિધ તીર્થોના છ'રિપાલિત સંઘના પ્રેરક, સંયોજક અને નિશ્રાદાતા બનીને આજ સુધી ૯ છ'રિપાલિત સંઘો કઢાવી ચૂક્યા છે. દીક્ષાઓ, વડી દીક્ષાઓ, ઉપધાન, ઉજમણા, પ્રતિષ્ઠા વિવિધ કાર્યો કરાવતાં પૂજ્યશ્રીને ૩ શિષ્યોનો પરિવાર છે અને છેલ્લા ૫ વર્ષથી નિરંતર વર્ષીતપની આરાધના કરતાં પૂજ્યશ્રીને અત્યારે માં વર્ષીતપની આરાધના ચાલે છે.
સંવત ૨૦૫૯ની સાલમાં શ્રી સિદ્ધાચલની પાવનભૂમિમાં ગચ્છાધિપતિ આ.દેવશ્રી વિજયહેમપ્રભસૂરિજીના વરદ્ હસ્તે પંન્યાસ પદારૂઢ થયેલા પૂજ્યશ્રી ઉગ્રતપસ્વી તો છે જ. સાથે સાથે તેઓનો વિશેષ રસ જાપમાં છે. કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના અનન્ય આરાધક અને લાખોની સંખ્યામાં જાપ કરનારા પૂજ્યશ્રીને તપાગચ્છાધિષ્ઠાયક શ્રી મણિભદ્ર દાદા પણ એવા જ પ્રિય છે અને તેથી તેઓ મણિભદ્ર દાદાના કૃપાપાત્ર પણ છે અને તેમના જીવનનો મૂલ લક્ષાંક પરમાત્મભક્તિ હોવાથી તેઓ પરમાત્મભક્તિ રસિક ના નામે જ ભક્તોમાં ઓળખાય છે.
પોતાના દાદા ગુરુદેવના અત્યંત ઉપકારોની ચિરસ્મૃતિ નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી પાલિતાણા મુકામે “ભુવનરન સાધના સદન' ના નામે સુંદર ઉપાશ્રય એવં ગુરુમંદિરની સ્થાપના થઈ છે. પૂજ્યશ્રીની જેવા જ તેમના બે બાલશિષ્યો પૂ. મુનિશ્રી ધર્મરત્નવિજયજી અને પૂ. તીર્થરત્નવિજયજી મ.સા. છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org