________________
ર
આનંદઘનજીના પદો વિશે ઊંડો અભ્યાસ કરી Ph.D.ની પદવી પ્રાપ્ત કરનાર જસુમતીબાઈ મ.સા. વગેરેનું જીવન અને કાર્ય સાધ્વીવૃંદની વિશિષ્ટતાનું પ્રતીક છે.
અધ્યાત્મ યોગિની પ.પૂ. મહાસતીજી ચૈતન્યદેવીજી મ.
સંયમજીવન કાંટાળો તાજ છે તો તેમાં યોગસાધનાનો માર્ગ પણ વિશેષ અટપટો અને ગહન છે. વિરલ વ્યક્તિત્વ ધરાવનાર આ યોગમાર્ગમાં સાધક બને છે. સ્થા.વાસી સંપ્રદાયના મહાસતીજી ચૈતન્યદેવીજીનું નામ ‘યોગિની’ વિશેષણથી સુવિદિત છે. એમનું જીવન એટલે સંયમની સૌરભ સાથે યોગનો સુભગ સમન્વય. યોગસાધના તો હવાઈ જહાજની ગતિએ મોક્ષપ્રાપ્તિગમન કરાવવામાં સમર્થ છે.
સંવત ૧૯૬૦ ના કારતક વદ આઠમને દિવસે કરાંચીમાં જન્મયા પછી સં. ૧૯૯૧ના વૈશાખ સુદ-૩ના રોજ મારવાડમાં દીક્ષા લીધી હતી. દીક્ષાના પ્રેરકબળ તરીકે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોનું સિંચન બાલ્યાવસ્થાથી ધાર્મિક વાચન અને આરાધનાનો રસ અને રાજકુંવર મહારાજશ્રીની વૈરાગ્યગર્ભિત વાણીના પ્રભાવથી મોક્ષમાર્ગના સાધક બન્યાં હતાં.
એમનું સંયમ જીવન એટલે સતત યોગસાધના દ્વારા
પૂ. સાધ્વીજી ભગવંતોને અનંતશઃ વંદના
આલેખન : પૂ. ગણિવર્ય શ્રી
(૧) સંયમની અનુમતિ ન મળતાં, અબળા ગણાતી નારીઓએ દાખવેલ અદ્ભુત પરાક્રમોની યશોગાથા. સ્વયં વેષપરિધાન કરતાં સા. શ્રી સૌભાગ્યશ્રીજી.
(૨) જંગલમાં વડના ઝાડ નીચે સ્વયં સાધ્વીજીનો વેપ પરિધાન કરનારા અને ૧૦૮થી અધિક શિષ્યાપ્રશિષ્યાઓના આધાર બનેલાં સા. શ્રી પ્રવીણાશ્રીજી મ.
(૩) સ્વહસ્તે વેષ પહેરીને રોજ ૫૦૦ ખમાસમણ આદિનાં આરાધક, ૧૫૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાદિનાં પ્રવર્તિની સા. શ્રી જયાશ્રીજી મ.
ધન્ય ધરાઃ
આત્મરમણતાનું એક નમૂનેદાર દૃષ્ટાંત છે. પૂ.શ્રીએ યોગના વિશિષ્ટ કોટિના અનુભવને આધારે યોગદર્શન અને યોગસમાધિ' નામના એક ઉત્તમ ગ્રંથની રચના કરીને અનુભવસિદ્ધ એવા રાજયોગની પ્રરૂપણા કરી છે. આ કાર્યમાં પૂ.શ્રીએ સદ્ગુરુની કૃપાને પ્રથમ સ્થાન આપ્યું છે. ‘ગુરુદેવો ભવ’સૂત્ર એમના જીવનમાં ચરિતાર્થ થયું હતું. સ્વયં શાંતિના સામ્રાજ્યની ખોજમાં સમતારસમાં લીન રહેનાર પૂ.શ્રીએ વિશ્વશાંતિના સંકલ્પ માટે જીવનમાં યોગનું મહત્ત્વ સિદ્ધ કરી બતાવ્યું હતું. પૂ.શ્રીએ સર્જનપ્રવૃત્તિ એક સાહિત્યકાર તરીકે નહીં પણ સ્વ-પરના કલ્યાણ માટે આત્માભિમુખ થઈ આત્મસિદ્ધિ કરવાના ઉદ્દેશથી કરી હતી. સ્ત્રીઓમાં પણ વિશિષ્ટ શક્તિ અને ચૈતન્ય છે તેને જાગૃત કરવા માટે પ્રયત્નો કર્યા હતા. ‘નારીશક્તિ વિચારશક્તિનો અદ્ભુત પ્રભાવ ભાગ ૧-૨-૩’, ‘અંતરદૃષ્ટિ’, ‘આત્મોત્થાન’, ‘મંત્રવિજ્ઞાન અને સાધનારહસ્ય' જેવા અનન્ય પ્રેરક આત્મલક્ષી ગ્રંથોથી મહાસતીજી ચૈતન્યદેવીજીએ સાચા અર્થમાં પોતાના ચૈતન્યનાં દર્શન કરવા માટે જ જાણે મનુષ્યજન્મ પ્રાપ્ત થયો હોય એવી અનુભૂતિ થાય છે. એમની સાધના સૌ કોઈને પ્રેરક બને તેવી છે. આત્મશાંતિ અને વિશ્વશાંતિના પ્રખર હિમાયતી પૂ. ચૈતન્યદેવીનું જીવન એમના ગ્રંથોને આધારે વિશેષ હૃદયસ્પર્શી બને તેમ છે.
(૪) અનિચ્છાએ લગ્ન થવા છતાં સંચમના સ્વીકાર માટે 3-3 વાર ગૃહત્યાગ કરવા છતાં અનુમતિ ન મળતાં આખરે મહાપરાક્રમ કરી સુભદ્રાબહેન બન્યાં
Jain Education International
મહોદયસાગરજી મ.સા.
મહા તપસ્વી સા. શ્રી સુવ્રતાશ્રીજી મ. (૫) દીક્ષાની અનુમતિ મેળવવા માટે મુમુક્ષુ શશીબહેને આખરે ૬ વિગઈનો ત્યાગ કર્યો. ૫ વર્ષ બાદ અનુમતિ મળતાં સંયમ સ્વીકારીને બન્યાં સા. શ્રી સદ્ગુણાશ્રીજી મ.
(૬)
લગ્નના દિવસે જ પતિનું હાર્ટફેલ થતાં વૈરાગ્યવાસિત થઈ દીક્ષાની અનુમતિ માંગી. પરંતુ મોહાધીન કુટુંબીજનો તરફથી અનુમતિ ન મળતાં ૬ વિગઈનો ત્યાગ કર્યો. તો પણ અનુમતિ ન મળતાં સાગારિક અનશનનો સ્વીકાર કર્યો. આખરે અનુમતિ મળી અને સં. ૨૦૧૪માં દીક્ષિત થયેલાં સા. શ્રી લલિતપ્રભાશ્રીજી આજે ૯૦ શિષ્યાપ્રશિષ્યાઓની જીવનનૈયાનાં સફળ સુકાની મહાતપસ્વી
For Private & Personal Use Only
www.jainelibrary.org