________________
૫૨
ધન્ય ધરાઃ
નિશ્ચય કર્યો. બિમારીમાં પણ એકાસણાં ન છોડતા આયંબિલની મોટી-મોટી ઓળીઓ પણ કરી. | વિક્રમની ૨૦૪૦ની સાલે ધરમતારક ગુરુદેવની નિશ્રા તો વળી પરમપવિત્ર સિદ્ધગિરિરાજની શીતળછાયામાં ચાતુર્માસ દરમ્યાન ચાલુ વર્ધમાનતપની મોટી ઓળીમાં ૩૬ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યા આદરી. એમાંય પારણે ઓળી ચાલુ રાખી આયંબિલ કર્યા અને નિર્દોષ ભિક્ષા દ્વારા જ નિર્ગમન કર્યું.
સંયમની ચીવટને લીધે એમની આંતર-બાહ્ય વિશેષતા દિવસે દિવસે વધવા લાગી, નિર્દોષ ચર્યાનું પાલન કરવું સાધુજીવનમાં અનિવાર્ય સમજી ગોચરીના ૪૨ દોષોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું અને નિયમિત ગોચરી માટે જતાં અંશ માત્ર દોષ ગોચરી + પાણીમાં ન લાગે તેની કાળજી વધુમાં વધુ રાખવા લાગ્યા. જેમ જેમ પર્યાય વૃદ્ધિમાન થયો તેમ તેમ પરિણામો પણ વૃદ્ધિમાન થવાં લાગ્યાં. ગૃહસ્થના ઘરે અચિત્ત પાણીની પૃચ્છામાં અંશ પણ દોષની સંભાવના લાગે તો તે પાણી ન વહોરવું તેવો સંકલ્પ મજબૂત થવા લાગ્યો તેના પરિણામે વિહાર દરમ્યાન અલ્પ વસ્તિવાળાં ગામોમાં ક્યારેક પાણી ન મળે તેવું થવા લાગ્યું, તોપણ સહજભાવે તે પરિસ્થિતિનો સ્વીકાર કરવા લાગ્યા. ઘણીવાર ઉનાળાના વિહારોમાં ત્રણ ત્રણ દિવસ પણ પાણી વગર ચલાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય તે સમયે પણ મુખારવિંદ પર એવી જ પ્રસન્નતા જણાતી હોય.
ભાવના એક જ રમતી હોય કે “જ્ઞાનીભગવંતોએ બતાવેલી સર્વસંપન્કરી ભિક્ષાને પ્રાપ્ત કરી સાધનામાં આગળ વધવું છે.” નિર્દોષ ચર્ચા માટે પાંચ કિ.મી. દૂર જવું પડે તો પણ પ્રમાદ ન નડે તેવું તેઓનું મનોબળ છે. ગમે તેવો થાક લાગ્યો હોય તો પણ આવશ્યક ક્રિયાઓ વિધિ મુજબ જ કરવાનો તેમનો પ્રયત્ન હોય છે.
જે ગામે જવું હોય ત્યાં નિર્દોષ પાણી મળે એમ ન હોય અને જ્યાંથી વિહાર કરવાનો હોય ત્યાં નિર્દોષ પાણી મળે તેમ હોય તો ત્યાં રોકાઈ પાણી લઈ વિહાર કરી સામે ગામે જઈ પછી વાપરતા. “દોષ ન લાગવો જોઈએ' એ દૃષ્ટિ હતી.
સિદ્ધગિરિરાજની છાયામાં હોય ત્યારે અવશ્ય એક યાત્રા કરતા. એ પણ સૂર્યોદય બાદ જ મકાનમાંથી નીકળી શાંતિથી આરાધના કરી નીચે આવી, ગામમાં ૨ કિ.મી. દૂર ગોચરી વહોરવા જઈ પછી જ એકાસણું કરતા.
રોજિંદા વિહારમાં પણ સૂર્યોદય બાદ જ વિહાર કરવાની
તેમની તમન્ના તપ-ત્યાગ-આરાધના સાથે સ્વાધ્યાય પ્રેમ પણ તેમનો એવો જ છે. સૂત્રોની શુદ્ધિ પણ ઉત્તમ પ્રકારની છે કે જેને કારણે તેમની પાસે જેમણે પણ સૂત્રો શુદ્ધ કર્યા હોય તે ક્યાંય પણ બોલે તો કોઈ તેની ભૂલ કાઢી ન શકે. સવારે ૩ કે ૪ વાગે ઊઠી સ્વાધ્યાય ચાલુ થઈ જાય. સહવર્તીઓ પણ સ્વાધ્યાયમાં તેમની સાથે લાગી જાય. રાત્રે પણ પ્રતિક્રમણ બાદ સ્વાધ્યાયમાં જોવા મળે. રોજ નવું નવું ગોખવાનો અભિલાષ તેમના જીવનમાં જોવા મળે છે.
તેઓએ પોતાના જીવનમાં વર્ધમાનતપની ૧૦૦ ઓળી પણ પૂર્ણ કરી છે. આયંબિલમાં રોટલી–પાણી જેવાં દ્રવ્યોથી આયંબિલ કરતા. સંસારી અવસ્થામાં ગરમગરમ ખાવા જ ટેવાયેલ સાધુ જીવનમાં ઠંડીમાં ઠંડું ખાવા છતાં જરા પણ ઉદ્વેગ નહીં બલકે આનંદ જ એમનાં મુખ ઉપર દેખાયા કરે છે.
તો વળી વૈયાવચ્ચ ગુણ અતિ ઉત્તમ વર્તાઈ રહ્યો છે. ક્યારેય કોઈની પણ વૈયાવચ્ચ કરવાની આજ્ઞા વડીલો તરફથી મળે તો હર્ષથી વધાવી લેતા જોવા મળે એમના જીવનના શબ્દ કોશમાં “ન ફાવે” એ શબ્દ જ જોવા નથી મળતો.
વસ્ત્રપાત્ર પણ શક્યતઃ નિર્દોષ મેળવવાનો એમનો પૂરેપૂરો પ્રયત્ન હોય છે. આવા ઉત્તમ સંયમી, ખપી મહાત્માઓના કારણે આ જૈન શાસન અપ્રતિકતપણે ચાલ્યું છે, ચાલે છે અને ચાલવાનું છે.
સંયમજીવનના ૨૬મા વર્ષે વિક્રમની ૨૦૬૪ની સાલે પૂજ્યોની આજ્ઞાથી મુંબઈ–વાલકેશ્વર-લાલબાગ ખાતે ૧૧ આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિ નિશ્રામાં પિતા-પુત્ર બન્નેને હજારોની મેદની સમક્ષ ગણિપદથી અલંકૃત કર્યા છે. આવા ઉત્તમ તપસ્વી ચારિત્રવ્રત આત્માઓને કોટી કોટી વંદન. સૌજન્ય :ગામ ખારડાનિવાસી સુંદરબેન જુગરાજજી
આરબરલોટા પરિવાર તરફથી પ પ ા ી ગ ઇ પ.પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિ સમુદાયના ૫.પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિ મ.સા.નાં શિષ્યરત્નોની તપસ્યાની અનુમોદના
પ.પૂ. આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.સા.નાં શિષ્યરત્નો પૂ. મુનિશ્રી જયબોધિવિજયજી મ. છેલ્લાં એકવીશ વર્ષથી અટ્ટમના પારણે અઠ્ઠમ કરે છે. દર સાલ મૌનપૂર્વક સોળ ઉપવાસ તો ઓછામાં ઓછા હોય જ. સંયમજીવનમાં ત્રીસ
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only