________________
૬૩૪
પોતના દાદા ગુરુદેવશ્રીજી અને ગુરુદેવશ્રીજીની નિશ્રામાં જ વિચરતા મુનિવરે બાલવયમાં જ વર્ધમાનતપનો પાયો નાખી ૩૯ ઓળીની આરાધના, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, પૌષ દસમી આદિ તપોની આરાધના કરી વિ. સં. ૨૦૪૭ માં મુંબઈ વિક્રોલી તથા વિ. સં. ૨૦૫૧માં અમદાવાદ જ્ઞાનમંદિર વિ.સં. ૨૦૬૧ માં અમદાવાદ શાંતિવન કૃપાસાગરમાં વિડલોની આજ્ઞાથી પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલા ચાતુર્માસમાં તેઓશ્રીના સરળ સ્વભાવના કારણે આરાધનાઓ અતિ સુંદર થવા પામી.
વિ.સં. ૨૦૬૧માં અમદાવાદનિવાસી જિતુભાઈએ પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી જયશીલ વિજયજી
બન્યા.
વિ. સં. ૨૦૬૧માં જ અમદાવાદ શાંતિવન કૃપાસાગર સોસાયટીનાં આંગણે કોઠાડા (કચ્છ) નિવાસી માતુશ્રી ચંદનબેન દામજી કાનજી ધરમશી પરિવાર નિર્મિત વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી આરાધનાલયમાં પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂ. પંન્યાસજી ભદ્રશીલ વિજયજી મ. ની સ્મૃતિ અર્થે નિર્મિત થયેલ સ્થાનમાં પૂજ્યશ્રીના સુંદર માર્ગદર્શનના પરિણામે જ ટૂંક સમયમાં ભવ્ય કલાત્મક, દર્શનીય જિનાલય, ગુરુમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, સાધનાખંડ આદિનું નિર્માણ સંભવિત બની શક્યું. મુંબઈ, વિક્રોલી, થાનગઢ, અમદાવાદ આદિ સ્થાનોમાં પૂજ્યશ્રીનાં માર્ગદર્શન મુજબ જ્ઞાનભંડારોનું સુંદર નિર્માણ થયું.
વિ. સં. ૨૦૬૨ માં અમદાવાદ, શાંતિવન, પી. પી. સી. સી. ગ્રાઉન્ડના આંગણે આયોજિત પૂજ્યશ્રીની ગણિ પંન્યાસ પદવીનો પ્રસંગ અતિ ભવ્યતાથી ઉજવાયેલ.
પૂજ્યશ્રીજી શીઘ્રાતિશીઘ્ર તૃતીયપદના ધારક બની શાસનની સુંદર પ્રભાવના કરે એ જ અભિલાષા.
સૌજન્ય : શ્રી તીર્થાધિરાજ ચાતુર્માસ સમિતિ (વિ.સં. ૨૦૬૨) પાલિતાણા. પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ પાટણના હાર્દસમા મધ્ય ભાગમાં રહેતા હતા એક સજ્જન વેપારી. નામ એમનું કાળીદાસભાઈ વીરચંદભાઈ શાહ. એમનાં ધર્મપત્નીનું નામ રસીલાબહેન.
રસીલાબહેનની ધર્મપ્રીતિ અજોડ હતી. જિનશાસનમાં
Jain Education International
ધન્ય ધરાઃ
એમને અતૂટ શ્રદ્ધા. દરરોજ ચૈત્યવંદના માટે મંદિરે જવાનું, ઉપાશ્રયે જઈને ગુરુભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાનાં, ઉપવાસ અને એકટાણાં, અઠ્ઠમ તપ અને આયંબિલ......આ બધું તો એમના ધર્મમય જીવનના એક ભાગરૂપ હતું. સમય મળે ગુરુવાણીનું શ્રવણ કરવા જવાનું.
તા. ૧૯-૪-૧૯૬૧નો એ શુભ દિવસ અને શુભ દિવસની એથી પણ શુભ ક્ષણે ૨સીલાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો.
આજે અનેક પુસ્તકોનું માંગલ્યધર્મી સર્જન કરનાર, ‘ટર્નિંગ પોઇન્ટ’ જેવી પુસ્તક શ્રેણી દ્વારા માનવીગુણોનું ૠજુધર્મી પ્રસારણ કરનાર અને વ્યાખ્યાનની પાટ ઉપર પોતાની માર્મિક વેધક છતાં ધર્મચિંતનથી ભરી ભરી ઓજસભરી વાણી દ્વારા શ્રોતાઓને શ્રેયો માર્ગી બનાવનાર પ્રભાવક પ્રવચનકાર પંન્યાસ પ્રવર પૂ. આ. શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ.
માની મમતા એમને મળી. લાગણીભર્યું માતૃત્વ એમને પ્રાપ્ત થયું. માણસ મોટો જરૂર થાય છે. એને મોટાઈ પણ મળે છે, પણ એ મોટાઈના મૂળમાં પડ્યું હોય છે એનું શૈશવ. મહાન પુરુષોના શૈશવની ચોક્કસ ક્ષણોમાં એમની મહાનતાના ચમકારા વર્તાતા જ હોય છે.
સાધુ વાણીમાં રહેલાં ચિંતન અને તત્ત્વજ્ઞાનનું એને આકર્ષણ. પાટણની શાળામાં ચાર ધોરણ પૂરાં કરી પાંચમામાં હતો ઉમેશ ત્યાં અજબ ઘટના બની ગઈ.
પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મહારાજના પરિચયમાં એ આવ્યો. એમની જોશભરી પ્રભાવક વાણીએ ઉમેશના મનમાં અજબ સ્પંદનો જગાડ્યાં.
છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો. એ શુભ દિવસે, માતા રસીલાબહેન અને સગાંવહાલાંની સંમતિ સાથે, સકળ સંઘની ઉપસ્થિતિમાં, ધર્મના જયજયકાર વચ્ચે અમદાવાદના સાબરમતી મુકામે માત્ર સાડા દસ વર્ષની વયે ઉમેશને પ્રશાંતમૂર્તિ આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. ના વરદ્હસ્તે દીક્ષા આપવામાં આવી.
એ દિવસ હતો તા. ૨૧-૧૧-૭૧નો. માગશર મહિનો હતો. અજવાળી ત્રીજનો શુભ દિવસ હતો. ઉમેશ કાળીદાસભાઈ શાહ બન્યા મુનિ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ.
બાલમુનિ ઉદયકીર્તિસાગર ગુરુની સાથે વિહારના માર્ગો
For Private & Personal Use Only
www.jainelibrary.org