________________
૬૩૮
પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ.સા.
કચ્છ
પ્રદેશમાં વીસા ઓસવાલ જ્ઞાતિમાં માંડવી તાલુકાના મોટા લાયજા ગામમાં સંસ્કારસંપન્ન અને પ્રતિષ્ઠિત પરિવારના ધર્મપ્રેમી સુશ્રાવક-શ્રી ખેતસીભાઈ
તથા
માતા
પદ્માબહેનને ત્યાં વિ.સં. ૨૦૦૪ માગશર વદી ૧૧ ને બુધવારે, પાર્શ્વપ્રભુના દીક્ષાકલ્યાણકના મંગળ દિવસે, શુભ યોગમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. ખેતસીભાઈના આ પુત્ર માટે તે દિવસ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવા માટે જાણે કે સંકેતરૂપ બની ગયો !
આ બાળકને બચપણથી જ ધર્મરુચિ અને આધ્યાત્મિક વિચારધારાની ગળથૂથી મળવાને કારણે યુવાનવયે વૈરાગ્યભાવ દૃઢ અને મજબૂત બનતો રહ્યો.
જૈનતીર્થસ્થાનોની સ્પર્શના, ધર્મજિજ્ઞાસાના તીવ્ર ભાવોને કારણે અને તપસ્વી સંતોના સંસર્ગથી સંયમભાવમાં વધારો થતો રહ્યો. યુવાન નાનજીભાઈના જીવનસાફલ્ય માટેના પ્રબળ મનોરથોને જાણી-સમજી એ અરસામાં જ યોગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગરસૂરિ સમુદાયના અજોડ સંયમી, આત્મજ્ઞાની, વિરલ વિભૂતિ આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગર સૂરિજી મ.ની કૃપા અને આત્મદૃષ્ટિએ શ્રી નાનજીભાઈનું મન સંયમજીવનમાં પ્રવેશવા હિલોળે ચઢ્યું. સં. ૨૦૨૮ના મહા સુદિ ૧૪ના રોજ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો અને નીતિસાગરજી મ. તરીકે જાહેર થયા.
શ્રી નીતિસાગરજી મહારાજશ્રીએ દીક્ષા બાદ સંયમસાધના, જ્ઞાનની ઉપાસના તથા ગુરુદેવની વૈયાવચ્ચ ભક્તિમાં એકાગ્ર બની થોડા સમયમાં જ ગુરુકૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી લીધાં.
પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં જિનાલયો, ઉપાશ્રયો અને પ્રતિમાપ્રતિષ્ઠાઓના પાવન પ્રસંગો ઉપર ગુરુદેવની સાથે જોડાઈને અનેકોના સંપર્ક-સંસર્ગથી શ્રી નીતિસાગરજી મ.ની જીવરક્ષા, શાસનરક્ષા અને વિશ્વમૈત્રીની ભાવનાને બળ મળ્યું.
શ્રી શંખેશ્વર તીર્થમાં કરેલી અટ્ટમતપ સાથેની જાપની આરાધનાને પ્રતાપે અને પૂ. ગુરુદેવની નિર્મળભાવે કરેલી
Jain Education International
ધન્ય ધરા:
સેવાવૈયાવચ્ચના ગુણ પ્રભાવે સંયમજીવનમાં ખૂબ જ પ્રગતિ સાધી. પૂજ્યશ્રીની નિશ્રામાં પણ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. જૈન-જૈનેતરોમાં અનેક જીવોને ધર્મમાર્ગમાં જોડ્યા, સ્વતંત્ર ચાતુર્માસ કરીને અનેકવિધ ધર્મકાર્યો પ્રવર્તાવી રહ્યા છે. અમદાવાદ, પાટણ, વડોદરા, શિવગંજ આદિ સ્થળોએ યશસ્વી ચાતુર્માસ કર્યાં. સં. ૨૦૫૯નું ચોમાસું જન્મભૂમિ લાયજા (કચ્છ)માં આનંદ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયું. સં. ૨૦૬૦નું ચોમાસું ભાવેણાના શાસ્ત્રીનગર વિભાગમાં સંપન્ન થયું. મહામંત્ર નવકારના જાપ સાથે આરાધનાના ઘોડાપૂર વહાવ્યાં. ૬૮ ઉપવાસની આરાધના અત્રેના શ્રી સંઘમાં શાતાપૂર્વક થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી શાસનપ્રભાવના સાથે સાતેયક્ષેત્રોમાં પુણ્યશાળીઓ તરફથી સારો લાભ લેવાયો.
પૂજ્યશ્રી ઘણા જ શાંત, સૌમ્ય અને જગતને ઉચ્ચ આદર્શો મળે તેવું જીવન જીવવાની તીવ્ર ભાવના દર્શાવે છે. પૂજ્યશ્રીની આ ઉચ્ચત્તમ ભાવનાઓ ચરિતાર્થ થાઓ તેવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને ભાવપૂર્વક વંદના! સૌજન્ય : પૂ. માતુશ્રી પદ્માબહેન ખેતશીભાઈ માંડણ હ. પદ્માબાઈ સહ પરિવાર (કચ્છ) લાયજા તરફથી. સમર્થ સાહિત્યકાર અને પ્રખર પ્રવચનકાર પૂ. ઉપા. શ્રી મણિપ્રભસાગરજી મ.સા
પૂજ્યશ્રીનો
જન્મ
પારસમલજીના
માતા
રાજસ્થાનના બાડમેર જિલ્લાના મોકલસર ગામમાં લૂંકડગોત્રીય શ્રી ઘેર રોહિણીદેવીની કુક્ષિએ સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને શુભ દિને થયો. તેમનું જન્મનામ મીઠાલાલ હતું. પાલિતાણા મહાતીર્થમાં માતા રોહિણીદેવી
તથા બહેન વિમલાકુમારી સાથે મીઠાલાલે પણ ૧૪ વર્ષની વયે પૂ. આ. શ્રી વિજયકાંતિસૂરિજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ તા. ૨૩-૬-૧૯૭૩, સં. ૨૦૩૦ના અષાઢ વદ ૭નો હતો. માતા રોહિણી દેવીનું નામ સાધ્વી શ્રી રતનમાલાશ્રીજી, બહેનનું નામ સાધ્વી શ્રી વિદ્યુત્પ્રભાશ્રીજી (પી.એચ.ડી.) અને મીઠાલાલનું નામ મુનિ શ્રી મણિપ્રભસાગરજી રાખી પૂ. આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય ઘોષિત
For Private & Personal Use Only
www.jainelibrary.org