________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૬૨o
જાગૃતિ અને સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું રટણ અને શ્રવણ કરતાં કરતાં વૈશાખ સુદ ૧૪ની રાત્રે આઠ કલાક અને દસ મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તેઓશ્રીનું સમગ્ર જીવન કોઈ અલૌકિક અને દિવ્ય જીવન હતું. અસાધારણસૌમ્યતા, અપૂર્વવાત્સલ્ય, અતુલસાત્ત્વિકતા, અદ્ભુતસહિષ્ણુતા અને હૃદયની અપૂર્વનિખાલસતા આદિ સગુણો તેઓશ્રીના જીવનમાં ઝળહળતા હતા. તેઓશ્રીની પંચાચારની પ્રવૃત્તિએ અનેક ભવ્યાત્માઓનું ભવકૂપમાંથી ઉદ્ધરણ કર્યું છે.
પૂજ્યપાદશ્રીના કાળધર્મથી જૈન શાસનમાં રત્નમણિમુકુટ સમાન મહાન સાધક અને મહાઉપકારક પુરુષની ન પુરાય એવી મહાન ખોટ પડી છે.
પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભૂલદેહે તો ચાલ્યા ગયા, પરંતુ એમનો ગુણદેહ તો સદા વિદ્યમાન જ છે. એમના ગુણોને નજર સમક્ષ રાખી આપણે આરાધનામાં આગળ વધીએ એ જ તેઓશ્રીની સાચી સેવા છે. સૌજન્ય : શ્રી રતિલાલ દેવશી ગુઢકા (લખિયા હાલાર), માટુંગા-મુંબઈ પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રસાગરજી મ.
સં. ૧૯૭૨માં, જેસર-રાજપરામાં, મામાના ઘરે માતુશ્રી ઝબકબહેનની રત્નકુક્ષિએ જન્મ લીધો. એમનું નામ અમરચંદ પાડવામાં આવ્યું. પિતા દેવચંદભાઈ આજીવિકા માટે કાઠિયાવાડમાંથી સુરત આવીને વસ્યા હતા. તેથી અમરચંદનું બાળપણ ત્યાં વીત્યું. વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ અને સંસ્કારોનું બીજારોપણ સુરત જેવી પુણ્યમયી નગરીમાં થયું. તેઓશ્રીના વડીલ ભાઈ લીરાચંદે કુટુંબની આર્થિક જવાબદારી અદા કરીને પૂ. શ્રી સાગાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૮૪માં અમદાવાદમાં સંયમ ગ્રહણ કર્યું હતું અને તેઓશ્રી આગળ જતાં પોતાની જ્ઞાનપ્રાપ્તિની તમન્ના અને તત્પરતાને લઈને વિકાસ સાધીને સાગરસમુદાયના ગચ્છાધિપતિપદ સુધી પહોંચ્યા હતા. એ વડીલ બ્રાતા પાસે સં. ૧૯૯૦માં શ્રી સિદ્ધાચલ તીર્થભૂમિમાં પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે શ્રી બાબુ પન્નાલાલની ધર્મશાળામાં દીક્ષા ગ્રહણ કરીને, સંસારીપણે વડીલ ભાઈ પૂ. શ્રી હેમસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી અમરેન્દ્રસાગરજી નામથી સંયમમાર્ગે પ્રયાણ આદર્યું.
પહેલેથી જ તેઓશ્રીના જીવનમાં શ્રુતભક્તિ અને
વ્યવસ્થાશક્તિ અભુત હતાં. તેથી જ તેઓશ્રી પોતાના જીવનમાં મુંબઈ–સાન્તાક્રુઝ, ઘાટકોપર-સંઘાણી એસ્ટેટ અને ગોધરાપંચમહાલ-આ ત્રણ સ્થળોમાં મોટા જ્ઞાનભંડારો બનાવીને શ્રીસંઘને સમર્પણ કરી શક્યા. આ સિવાય પણ પૂજ્યશ્રીમાં રહેલ જ્ઞાનોપયોગી વિવિધ પુસ્તકો પ્રકાશન કરવાની આગવી કળાને લીધે સરળ પંચપ્રતિક્રમણ વિધિ અને જેની પાંચ આવૃત્તિ થઈ એવું ‘વિધિસંગ્રહ' પુસ્તક પ્રગટ કરેલ છે. આ સિવાય બીજાં ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. સંયમી આત્માઓ સંયમપાલન કરતાં કરતાં વૃદ્ધ થાય ત્યારે શું? તેઓ વિહાર કરી શકે નહીં, અને કોઈ સંઘ કાયમ માટે તેઓને રાખે નહીં ત્યારે તેઓના સંયમજીવનની આરાધનાનું શું? એ માટે ખૂબ મનોમંથનને અંતે “શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ટ્રસ્ટનામનું એક સુંદર નાનકડું ટ્રસ્ટ સ્થાપન કર્યું અને એના ઉપક્રમે પાલિતાણાની તીર્થભૂમિમાં “શ્રી શ્રમણ સ્થવિરાલય આરાધના ભવન' નામનો એક નાનકડો ઉપાશ્રય બનાવરાવ્યો, જેમાં હાલ તેઓશ્રી તથા અન્ય મુનિભગવંતો બિરાજે છે અને જ્ઞાન-ધ્યાન કરી રહ્યા છે. પૂજ્યશ્રીની મંગલ નિશ્રામાં તેમના નાના ગુરુભાઈ મુનિશ્રી મહાભદ્રસાગરજી સં. ૧૫૧૮માં શ્રી શુભશીલગણિએ રચેલ શ્રી શત્રુંજય તીર્થ સંબંધી ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ૧૪૨ ૨૪ શ્લોકપ્રમાણ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર કરીને બે ભાગમાં પ્રકાશન કર્યું. આ શત્રુંજય સંબંધી ગ્રંથ અભુત છે.
ત્યારબાદ અભ્યાસી વર્ગની માંગણી આવી કે ભાષાંતર મળ્યું પણ મૂળ ગ્રંથ ક્યાંથી મળશે? એટલે આગમમંદિરની સંસ્થા દ્વારા શ્રી શત્રુંજયકલ્પવૃત્તિ ટીકા પ્રતાકારે બે ભાગમાં બહાર પાડ્યું. અને પછી વાચકવર્ગની સતત પ્રેરણાને માંગણીના સથવારે તે જ ભાષાંતર હિન્દી ભાષામાં બે ભાગમાં આજ સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ ગયું છે. પછી મુનિશ્રીની ભાવના આગળ વધે છે કે ત્રીજું શત્રુંજય મહાભ્ય જેનું નામ “શત્રુંજય માહાભ્ય ઉલ્લેખ છે તે ગ્રંથના ગુજરાતી ભાષાંતરનું કાર્ય પણ ચાલે છે. જ્ઞાનીની દૃષ્ટિએ પૂર્ણતા હશે તો પ્રકાશન થઈ જશે.
આવી રીતે સંયમપાલન કરતાં, જ્ઞાન-ધ્યાન કરતાં અને અન્ય જીવોને સહાયક બનતાં તેઓશ્રીના દીક્ષા પર્યાયમાં પંચાવન વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે, એટલે શાસ્ત્રની દૃષ્ટિએ તેઓશ્રી વયસ્થવિર કહી શકાય, છતાં પણ તેમના જીવનમાં મોટાઈનો ઠઠારો નથી. પ્રચાર–જાહેરાત-જાહેરખબરોની ઝંઝટ નથી. શિષ્યો કે પરિવારવૃદ્ધિની તમન્ના નથી. શાંતિથી સંયમજીવન વિતાવ્યે જાય છે. આવા, પાયામાં ઈટ બનીને પુરાઈ જનારા મુનિઓ વડે જ શાસનની ઇમારત અડીખમ ઊભી છે!
Jain Education Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only