________________
શાશ્વત સૌરભ ભાગ-૧
(૩૦) ૨૫ વર્ષ મૌનપૂર્વક આત્મસાધના કરનાર પૂ નરેન્દ્રવિમલજી મ.સા.
(૩૧) ૩૬ કરોડ નવકાર જાપના આરાધક મહારાષ્ટ્ર દેશોદ્ધારક પ.પૂ. આ.ભ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. (૩૨) રોજ ૨-૩ કલાક પ્રભુજી સમક્ષ ઉભા ઉભા વંદનાસુકૃત-અનુમોદના તથા દુષ્કૃત ગહના આરાધક પ.પૂ. પ્રવર્તક શ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા.
(૩૩) યાવજ્જવ ફક્ત પાંચ સાદા દ્રવ્યોથી એકાસણાનો અભિગ્રહ લેનારા ૨ મુનિવરો.
(૩૪) સુરતથી સમેતિશખરજીના છ'રી પાલક સંઘમાં પણ ૧૨ કિ.મી. દૂરનાં ઘરોમાંથી જ ગોચરી વહોરનારા મુનિરાજ શ્રી પ્રસનચંદ્રસાગરજી મ.સા. તથા મુનિરાજ શ્રી લબ્ધિચંદ્રસાગરજી મ.સા.
(૩૫) ૭૭ વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ, જેમાં ૪૮૦ દિવસમાં ૪૦૭ ઉપવાસ કરવાના હોય છે તેવા ગુણરત્નસંવત્સર તપ કરનારા મહાતપસ્વી મુનિરાજ શ્રી સોમતિલક વિ.મ.સા.
(૩૬) વર્તમાનકાળે પણ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની યાદ અપાવનારા વિદ્વર્ય, સિદ્ધહસ્ત લેખક, વર્ધમાન તપોનિધિ, અધ્યાત્મનિષ્ઠ ગણિવર્ય શ્રી યશોવિજયજી
મ.સા.
(૩૭) સદાનંદી, ભક્તિયોગાચાર્ય પ.પૂ. આ.ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા.
सुहराई
Jain Education International
(૩૮) સંઘહિતચિંતક, વિદર્ય ૫.પૂ. આ.ભ. શ્રી પ્રધુમ્નસૂરીશ્વરજી મ.સા.
૬૧૧
(૪૦) ફક્ત ખાખરા અને ચા-દૂધથી સદા એકાસણા કરતા તપસ્વી મુનિરાજ શ્રી ચરણપ્રભવિજયજી મ.સા. (૪૧) ૯૦ વગેરે ઓળીમાં પણ આયંબિલખાતામાંથી ન વહોરતાં દૂર દૂરનાં ઘરોમાંથી જ શુદ્ધ ગોચરી–પાણી વહોરતા, પરિણતિલક્ષી સાધુતાના સ્વામી મુનિરાજ શ્રી વિશ્વદર્શનવિજયજી મ.સા.
(૪૨) એક જ પરિવારના ૨૩ સભ્યોએ સાગરસમુદાયમાં લીધેલી દીક્ષા.
(૪૩) વર્ધમાન તપની લગભગ ૩૪થી ૧૦૦ સુધી સળંગ ઓળી કરનારા તપસ્વી મુનિરાજ શ્રી વૈરાગ્યરત્નસાગરજી
મ.સા.
(૪૪) ૧૩ માસખમણ, મુનિરાજ શ્રી ધર્મપ્રભસાગરજી મ.સા.
કે જેમણે ૨૯ વર્ષના દીક્ષાપર્યાયમાં ૬૦, ૫૪, ૫૧, ૫૦, ૪૫, ૩૬, ૩૧, ૩૦ મળી ૧૩ માસખમણો આરાધેલ છે.
(૪૫) ૨ સુપુત્રો, ૪ સુપુત્રીઓ તથા માતા-પિતા એમ એક ઘરના આઠેય સભ્યોએ એકી સાથે અંગીકાર કરેલી ભાગવતી પ્રવ્રજ્યા!........
(૪૬) એકી સાથે ૨૪/૨૫|૨૬/૨૮/૩૧ તથા મુમુક્ષુઓએ લીધેલી દીક્ષા.......ઇત્યાદિ....હજી તો ઘણા મહાત્માઓનો ઉલ્લેખ રહી જતો હશે જ. તે સર્વેની ભાવથી અનુમોદના.
त्रिकाल वंदना
For Private & Personal Use Only
카이
सुहदेवसि નયનસની
www.jainelibrary.org