________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૬૦૯
(૧૮) સિદ્ધગિરિ તથા અમદાવાદનાં પ્રત્યેક
જિનબિંબો સમક્ષ ચૈત્યવંદન કરનાર મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ
ઉપરોક્ત મુનિવરે શત્રુંજય મહાતીર્થ ઉપર તથા પાલિતાણા ગામનાં તમામ જિનાલયોમાં રહેલાં નાનાં-મોટાં આરસનાં તમામ જિનબિંબો સમક્ષ વિધિપૂર્વક ચૈત્યવંદન કરેલ છે. તેવી જ રીતે અમદાવાદનાં ૩૪૮ જેટલાં જિનાલયોનાં તમામ જિનબિંબો સમક્ષ પણ અલગ-અલગ ચૈત્યવંદન કરેલ છે. એમની પ્રેરણાથી ૫ બાળકોએ પણ અમદાવાદનાં તમામ જિનબિંબોની પૂજા કરી છે. “ૐ હ્રીં નમો ચારિત્તસ્સ” પદનો ૧ કરોડ વાર જાપ કરનાર, તથા આબાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના વિશિષ્ટ ભક્ત એવા આ મહાત્માની પ્રેરણાથી અનેક આત્માઓ આ મંત્રના કરોડ જાપમાં જોડાયા છે. તેમના લઘુબંધુ મુનિરાજ શ્રી દીપરત્નસાગરજીએ ૪૫ આગમો મૂળ તથા ગુજરાતી ભાષાંતર રૂપે છપાવેલ છે. અભિનવ ઉપદેશ પ્રાસાદ, પ્રતિક્રમણ સૂત્રવિવેચના વગેરે અનેક ઉપયોગી પુસ્તકો પણ તેમણે પ્રકાશિત કર્યા છે.
(૧૯) કરિયાતામાં ભીજાયેલ રોટલીથી
મહાનિશીથસૂત્રનાં યોગોવહન કરનાર મુનિરાજ શ્રી ઉદયરત્નસાગરજી મહારાજ
લગભગ ૧૭ વર્ષની વયે મહાનિશીથ સૂત્રનાં યોગોદ્દવહન કરનાર ઉપરોક્ત અચલગચ્છીય મુનિવરે પર દિવસ સુધી કરિયાતામાં જમા કલાક સુધી રોટલીઓને ભીંજાવીને પ્રાય: ૨ દ્રવ્યથી જ આયંબિલ કર્યા. તેમની અનુમોદનાર્થે બીજાં અનેક સાધુ-સાધ્વીજીઓએ એકાદ દિવસ કરિયાતા અને રોટલીથી આયંબિલ કરેલ. એમના મોટા ભાઈ મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી તથા પિતાશ્રી મુનિરાજ શ્રી ચારિત્રરત્નસાગરજી પણ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. રસનેન્દ્રિય વિજેતા મુનિવરની ભૂરિશઃ હાર્દિક અનુમોદના. (૨૦) ૩૦મા ઉપવાસે પ્રસન્નતા સાથે કેશલોચ.
કરાવતા મુનિરાજ શ્રી ધર્મરત્નસાગરજી મ.
સં. ૨૦૪૦માં સમેતશિખરજી મહાતીર્થમાં છ ઠાણા સાધુ-સાધ્વીઓ સાથે ચાતુર્માસ બિરાજમાન તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ૨૦ સાધુ-સાધ્વીજી તથા ૪ શ્રાવક-
શ્રાવિકાઓએ માસક્ષમણ તપ કરેલ ત્યારે પૂજ્યશ્રીના કૃપાપાત્ર પ્રશિષ્ય ઉપરોક્ત ૨૨ વર્ષીય મુનિરાજ શ્રા.સુ. ૫-ના દિવસે આચારાંગસૂત્રના યોગમાં તાવ આવવા છતાં છેલ્લા દિવસે જ્ઞાનપંચમી નિમિત્તે પૂજ્યશ્રી પાસે ૧ ઉપવાસનું પચ્ચકખાણ લેવા ગયા. પૂજ્યશ્રીએ તેમને પ્રેમથી પૂછ્યું-“મુનિવર, તમે પણ માસક્ષમણ કરશો ને?” મુનિશ્રીને સ્વપ્નમાં પણ માસક્ષમણની કલ્પના ન હતી, છતાં વિનયી મુનિવરે પૂજ્યશ્રીની ભાવનાને શિરોમાન્ય કરીને ૧-૧ ઉપવાસનું પચ્ચખાણ લેતાં જ્યાં ૭ મો ઉપવાસ ચાલુ હતો ત્યારે કર્મરાજાએ જબરદસ્ત હુમલો કર્યો. શરીરમાં એવી વેદના ઉત્પન્ન થઈ કે મુનિવરે પૂજ્યશ્રીને કહ્યું : “હવે આગળ વધાય તેમ નથી. આવતી કાલે પારણું કરવું છે.” સમયજ્ઞ પૂજ્યશ્રીએ કહ્યું-“કાંઈ વાંધો નહીં. જેવી તમારી અનુકૂળતા”. પરંતુ ગુરુકૃપા તથા તીર્થભૂમિના પવિત્ર પરમાણુઓના પ્રભાવે બીજા દિવસે કંઈક સ્કૂર્તિ જણાતાં અઠ્ઠાઈ પૂરી કરવા માટે ઉપવાસનું પચ્ચકખાણ માગ્યું. પછી તો ઉત્તરોત્તર સ્કૂર્તિ વધતાં રંગેચંગે માસક્ષમણ પૂરું કર્યું એટલું જ નહીં, પરંતુ ૩૦મા ઉપવાસે ખૂબ જ સમતાભાવે ૧ કલાકમાં કેશલોચ પણ કરાવી લીધો. આવી દીર્ધ તપશ્ચર્યામાં પણ આ મુનિવર રોજ પોતાના ગુરુદેવશ્રી દ્વારા છ ઠાણાઓને અપાતી ૨ કલાક સુધી કર્મગ્રંથની વાચનામાં પણ નિયમિત બેસતા અને લેખિત પરીક્ષા પણ આપતા. ખરેખર ગુરુકૃપા અને તીર્થભૂમિનો અભુવ પ્રભાવ જોઈ સહુ આશ્ચર્ય ચકિત બની ગયા.
(ર૧) મા તપસ્વી ગુ-શિષ્ય મુનિરાજ શ્રી નયપ્રભ-નંદીવર્ધન
સાગરજી મ. સા. સં. ૨૦૩૫માં ૪૫ વર્ષની વયે અચલગચ્છમાં દીક્ષિત થયેલા મુનિરાજ શ્રી નયપ્રભસાગરજીએ વૈરાગ્યવાસિત થઈને કર્મોની હોળી કરવા માટે તપશ્ચર્યાનો યજ્ઞ માંડ્યો. આ મહાત્માએ અત્યાર સુધીમાં ૨૨ જેટલાં વર્ષીતપ કર્યા છે, જેમાં ૧ વર્ષીતપ ઉપવાસના પારણે આયંબિલથી, ૧ વર્ષીતપ અઠ્ઠમના પારણે એકાસણાથી, ૭ વર્ષીતપ ઉપવાસના પારણે એકાસણાથી, ૫ વર્ષીતપ છઠ્ઠના પારણે એકાસણાથી તથા ૮ વર્ષીતપ છઠ્ઠના પારણે વ્યાસણાંથી કર્યા છે. આ ઉપરાંત એકાંતરાં પ00 આયંબિલ, વર્ધમાન તપની ૩૧ ઓળી, સળંગ ૧૨, ૩૦, ૪૫ ઉપવાસ, શ્રેણિતપ આદિ દ્વારા કુલ લગભગ ૫૦૦૦ જેટલા ઉપવાસ, ૧૨૦૦ જેટલાં આયંબિલ, ૨૦૦૦ જેટલાં એકાસણાં, ૧૦૦૦ જેટલા બાસણાં આદિ કરેલ છે. ૨૫ વર્ષ સુધી એક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org