________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૫૫૩
દીક્ષા અને સાધના : સં. ૧૯૮૭ના મહા સુદ ૬નો દિવસ શિવભાઈના જીવનમાં સુવર્ણાક્ષરે અંકિત થયો. પૂ. ઉપાધ્યાય શ્રી વિજ્ઞાનવિજયજી મહારાજે કલોલ પાસેના છત્રાલ ગામે ભવતારિણી ભાગવતી દીક્ષા આપી અને તેમને પોતાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી કસ્તૂર વિજયજીના શિષ્યશ્રી યશોભદ્રવિજયજી નામે ઘોષિત કર્યા.
શાસનપ્રભાવના : સંયમજીવનનો સ્વીકાર અને આચાર્યપદની પ્રાપ્તિ-એ સર્વ અત્યંત જવાબદારી અવસ્થાઓ છે. સ્વ-પરના ધર્મદ્યોત સાથે શાસનપ્રભાવનાનાં સતત, સચિત્ત, સન્નિષ્ઠ કાર્યો દ્વારા એ સાર્થક બને છે અને શોભી ઊઠે છે. એ દૃષ્ટિએ પૂજ્યશ્રી સફળ શાસનપ્રભાવક સાધુપુરુષ હતા. દક્ષિણ ભારતમાં અવિરત વિહાર કરતાં કરતાં પણ એમને હાથે અનેક ધર્મગ્રંથોની રચના થઈ, જેમાં સં. ૨૦૧૩થી ૨૦૩૫ સુધીમાં બેંગારપેઠ, મદ્રાસ, બેંગ્લોર, શીમોગા, પાલી, ગદગ, મુંબઈ, સુરત, જેતપુર, અમદાવાદ–નવરંગપુરા, રાજકોટ, પેટલાદ, ખંભાત, બોરસદ, અમદાવાદ, મોડાસા આદિ સત્તર સ્થળોએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયાં. પૂના, બેંગલોર-ચિપેટ, મદ્રાસ, હુબલી, મુંબઈ, અમદાવાદ, જામનગર આદિ સ્થળોએ ઉપધાન તપ થયાં. પૂજ્યશ્રીના ઉપદેશથી મદ્રાસ, નાલાસોપારા, મોડાસા, ખેરાળુ, દેવા, વિજયનગર, કૃષ્ણનગર, મરોલી બજાર, સાઠંબા આદિ સ્થળોએ ઉપાશ્રયોનું નિર્માણ થયું. તેઓશ્રી મહામંત્રના ત્રીજા પદમાં બિરાજમાન થયા ત્યાં સુધીમાં તો જીવનની ક્ષણેક્ષણ શાસનપ્રભાવનામાં વાપરી હોય તેમ પુરવાર થતું હતું અને જેમ સૂર્યોદયથી પુષ્યપાંખડીઓ પ્રફુલ્લિત થાય તેમ, પૂજ્યશ્રીના દર્શનથી ભાવિકો પ્રભાવિત અને ધન્ય ધન્ય બની ગયાંના પ્રસંગો બન્યા. પરિણામ સ્વરૂપે, તેઓશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને જીવનને કૃતાર્થ કરનારા મહાત્માઓની સંખ્યા પણ નાનીસૂની ન હતી. તેઓશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર પણ સૂર્યમંડળની જેમ શાસનાકાશમાં ઝળહળી રહ્યો છે. શાસનહિતવત્સલ, અનેક ધર્મગ્રંથોના
સંશોધક– સંપાદક-લેખક પૂ. આ.શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
શ્રી શત્રુંજય મહાગિરિ આદિ અનેક તીર્થોથી પવિત્ર બનેલી સૌરાષ્ટ્રની ધરતી ઉપર કદંબગિરિ-તાલધ્વજગિરિની નિશ્રામાં આવેલા ઠળિયા (સ્થલિકા) નામના પાંચેક હજારની વસતી ધરાવતા ગામમાં શાહ કુટુંબમાં પૂજયશ્રીનો જન્મ સં.
૧૯૮૩ના ફાગણ વદ ૧-ને શુભ દિવસે થયો. પિતાશ્રીનું નામ હઠીચંદ અને માતુશ્રીનું નામ અનોપબહેન હતું. પુત્રનું નામ પરમાણંદ પાડવામાં આવેલું, જે પરમ આનંદના આરાધક બનીને સાર્થક કર્યું. થોડા સમય પછી, ચરિત્રનાયકના પિતાશ્રી હઠીચંદભાઈએ સકલ સંઘના ઉલ્લાસ સાથે, નૂતન શિખરબંધ જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરીને સં. ૧૯૮૭ના કારતક વદ ૩–ના શુભ દિને મુંબઈમાં ધામધૂમપૂર્વક પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે સમયે મુનિ શ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી હંસસાગરજી તરીકે ઘોષિત થયા. આ વખતે ચરિત્ર-નાયકશ્રીની ઉંમર માત્ર સાડાત્રણ વર્ષની હતી. પૂજ્ય મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ચાર વર્ષ બાદ પાલિતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરવા માટે પધાર્યા. પોતાના સંસારી પરિવારને પણ દાદાની છત્રછાયામાં લાભ લેવા માટે ઉપદેશ આપી પાલિતાણા બોલાવ્યા. પાલિતાણા આવી ત્રણેય ભાગ્યશાળીઓએ લાભ લેવા પોતાનું રસોડું ખોલી યથાશક્તિ લાભ લીધો. સુપાત્રદાનના પ્રભાવે ત્રણેય મહાભાગને પ્રવ્રયા અંગીકાર કરવાની ભાવના થતાં પોતાના સ્વજનોને જાણ કરી. સ્વજનોએ દુ:ખાતા દિલે સંયમની અનુમતિ આપી. ઠળિયા શ્રીસંઘે પણ પોતાને આંગણે જ ધામધૂમપૂર્વક ત્રણે મુમુક્ષુઓને દીક્ષા આપવાનો નિર્ણય કરીને પાલિતાણા બિરાજતા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજને વિનંતી કરતાં, તેનો સ્વીકાર કરીને, પૂજ્યશ્રી ઠળિયા પધાર્યા. ઠળિયા શ્રીસંઘે ધામધૂમથી પ્રવેશ કરાવ્યો. દીક્ષાર્થીઓને બેન્ડવાજાં આદિની ધામધૂમ વચ્ચે, નવકારશી જમણ આદિ મહોત્સવપૂર્વક સં. ૧૯૯૧ના ફાગણ વદ ૧૩ ને દિને પ્રવજ્યા પ્રદાન કરીને પરમાનંદને મુનિશ્રી નરેન્દ્રસાગરજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. પૂ. સાધ્વીશ્રી તારાશ્રીજી મહારાજનાં શિષ્ય શ્રી અનોપબહેનનું નામ સાધ્વીશ્રી અંજનાશ્રીજી રાખીને, તેમનાં શિષ્યા વિમળાબહેનનું નામ સાધ્વીશ્રી વિદ્યાશ્રીજી રાખીને જાહેર કર્યા. બાલમુનિશ્રી નરેન્દ્રસાગરજીમાં પૂર્વના પ્રબળ પુણ્યોદયે એક દિવસમાં ૫૦ગાથા કરવાની બુદ્ધિ હતી. પ્રથમ ચાતુર્માસમાં જ પંચપ્રતિક્રમણ-પગામસઝાય-પીસૂત્ર-ચાર પ્રકરણદશવૈકાલિકનાં ચાર અધ્યયન મુખપાઠ થઈ ગયાં. જેમ જેમ ઉંમર વધતી ગઈ, તેમ તેમ સંસ્કૃત, પ્રાકૃત, “સિદ્ધહેમશબ્દાનુશાસન' આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આગમગ્રંથો અને
જ્યોતિષગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુરુનિશ્રામાં અવિરામ અધ્યયન કરીને પ્રખર શાસ્ત્રવેત્તા બન્યા. તેઓશ્રીને ગુરુકૃપાથી ૬ શિષ્યોની પ્રાપ્તિ થઈ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org