________________
૧૪૪
ટીકા લખી છે. પ્રભાવકચરિતકાર મલ્લવાદીને વીરનિર્વાણ ૮૮૪ કે વિક્રમ સંવત ૪૧૪ એટલે ઈસ્વી ૩૫૭ ની આસપાસ હયાત હોવાનું સૂચવે છે. તદનુસાર સિદ્ધસેન કાં તો મલ્લવાદીના સમકાલીન હોય કે પૂર્વસમકાલીન હોય. કહેવાનું તાત્પર્ય એ કે સિદ્ધસેન વીરનિર્વાણના નવમા સૈકાનાં પ્રથમ બે ચરણ દરમ્યાન કે વિક્રમના ચોથા સૈકાનાં છેલ્લાં બે ચરણ દરમ્યાન એટલે કે ઈસ્વી ૩૦૦ની આસપાસ વિદ્યમાન હોવાનું શક્ય સૂચિત થાય છે. આ દૃષ્ટિએ તેઓ ગુજરાતના પ્રથમ સ્વતંત્ર રાજકીયભૌગોલિક રાજ્યના નિર્માતા પશ્ચિમી ક્ષત્રપોના શાસન દરમ્યાન કાર્યરત હતા એમ જરૂર કહી શકાય.
:
એમણે ત્રણ ગ્રંથો રચ્યા હોવાની માહિતી છે સન્મતિવ્રરળ, વૃત્રીસીયો અને ચાયાવતાર. આ ત્રણેય કૃતિ વર્તમાને ઉપલબ્ધ છે.
સન્મતિપ્રજળ નામનો સિદ્ધસેનનો ગ્રંથ ધ્યાનાર્હ છે. આ ગ્રંથ પ્રાકૃતમાં છે, પરન્તુ સિદ્ધસેનના સંસ્કૃતનાં અધ્યયનની અસર એમની રજૂઆતમાં દૃષ્ટિગોચર થાય છે. આ ગ્રંથ પદ્યમાં અને આર્યા છંદમાં લખાયો છે. આ કૃતિમાં ૧૬૬ શ્લોક ત્રણ કાંડમાં પ્રસ્તુત છે : પહેલામાં ૫૪ શ્લોક, બીજામાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૬૯ શ્લોક છે. પંડિત સુખલાલજી ત્રણેય કાંડમાંના વર્ણિત વિષયના આધારે નયમીમાંસા, જ્ઞાનમીમાંસા અને જ્ઞેયમીમાંસા જેવાં નામ પ્રયોજે છે. જૈનદર્શનોમાં તર્કવિજ્ઞાનના પ્રમેયને સ્થિર કરવા સિદ્ધસેને આ ગ્રંથ રચ્યો હોવાનું સૂચવાય છે.
સિદ્ધસેનનો બીજો ગ્રંથ છે વત્રીસીઓ. બત્રીસી એટલે બત્રીસ શ્લોકનું પ્રમાણ. આ પ્રકારની રચનામાં કાં તો એક સળંગ છંદ ઉપયોગમાં હોય છે; કાં તો આરંભ અને અંતમાં છંદભેદ હોય છે, સિદ્ધસેનની ઉપલબ્ધ ત્રીસીની સંખ્યા ૨૨ની છે, જેમાં છેલ્લી એટલે કે ૨૨મી બત્રીસી અલગ રચના તરીકે સ્વીકારાઈ છે, જેનું નામ છે ચાયાવતાર. દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાનને છાજે એવી પ્રૌઢ અને સંસ્કૃત પદ્યમાં રચાયેલી આ બાવીસેય બત્રીસીઓ છે. નિરૂપણની દૃષ્ટિએ ઉપલબ્ધ બત્રીસીઓને ત્રણ વિષયવિભાગમાં વિભાજી શકાય : સ્તુત્યાત્મક, સમીક્ષાત્મક અને દાર્શનિક.
ચાયાવતાર આમ અલગ ગ્રંથ ગણાય છે. એનું વિશિષ્ટ મહત્ત્વ હોઈ બાવીસેય બત્રીસીઓમાં એનો અલગ નિર્દેશ થયો છે. મુનિ જિનવિજયજી આ ગ્રંથને સંસ્કૃત જૈન સાહિત્યમાં પદ્યબંધ એવી આદિ તર્કરચના ગણે છે. જૈન દૃષ્ટિએ પ્રમાણોનું નિરૂપણ કરવું એ આ ગ્રંથનો વર્ણ વિષય છે. શ્વેતાંબર કે
Jain Education International
ધન્ય ધરાઃ
દિગંબર સંપ્રદાયમાં કોઈ આચાર્યને આ ગ્રંથની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક ફેરફાર સિવાય કશું ઉમેરવાપણું રહ્યું નથી.
[વધુ માહિતી માટે જુઓ રસેશ જમીનદાર કૃત ‘ક્ષત્રપકાલીન ગુજરાત ઇતિહાસ અને સંસ્કૃતિ'. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૨૦૦૬, પ્રકરણમંદર; જેમાં સંદર્ભગ્રંથની વિગત અને વિશેષ માહિતી નિર્દિષ્ટ છે.]
સમર્થ દાર્શનિક
સિદ્ધર્ષિસૂરિ
સિદ્ધર્ષિનો જન્મ શ્રીમાલપુર (ભિન્નમાલ)માં થયો હતો. શ્રીમાલ એમનું ગોત્રનામ હતું. તેઓ ધર્મપાલ રાજાના મંત્રી સુપ્રભદેવના પુત્ર શુભંકરના પુત્ર હતા. એમના પિતરાઈ ભાઈ (કાકા દત્તકના પુત્ર) માઘ હતા જેઓ મહાકાવ્ય ‘શિશુપાલવધ’ના રચયિતા હતા. સિદ્ધર્ષિની માતાનું નામ લક્ષ્મી હતું અને એમની પત્નીનું નામ ધન્યા. ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતનપ્રબંધસંગ્રહ' જેવા ગ્રંથ એમના વિશે નિર્દેશ કરે છે.
સિદ્ધર્ષિના જીવનમાં ઉદારતા, આજ્ઞાંકિતપણું જેવા ગુણ નિહિત હતા. સંજોગોવશાત્ જુગાર રમવાના બંધાણી હતા અને મોડી રાતે ઘેર આવતા. આથી એની પત્ની ધન્યાને પ્રતીક્ષામાં રાતના મોડા સુધી જાગતાં રહેવું પડતું હતું. વહુની ખિન્નતાનું કારણ સાસુએ પૂછ્યું ત્યારે ધન્યાએ પોતાના પતિની કુટેવની વાત જણાવી. આથી બીજા દિવસથી વહુને સુવડાવી રાત્રીજાગરણ માતાએ શરૂ કર્યું. મોડી રાતે પાછા ફરેલા પુત્રને માતા લક્ષ્મીએ જાકારો આપ્યો. નિરૂપાયે સિદ્ધર્ષિને ગૃહત્યાગ કરવો પડ્યો. માતાએ કટાક્ષ કરેલો કે ઉઘાડાં દ્વાર મળે ત્યાં ચાલ્યો જા' ! તદ્નુસાર માર્ગમાં એક ઉપાશ્રયનાં બારણાં ખુલ્લાં જોયાં. સિદ્ધર્ષિ ઉપાશ્રયમાં ગયા અને વિવિધ પ્રકારની મુદ્રામાં સ્વાધ્યાય અને ધ્યાનમાં રત મુનિઓને જોયા. મુનિઓની સૌમ્ય મુદ્રાનાં દર્શન માત્રથી સિદ્ધર્ષિના જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું. એમણે વિચાર્યું કે માતાનો પ્રકોપ મારા માટે ઉપાĚયી બની રહ્યો, અને જીવન–પરિવર્તનનો સુલાભ સુલભ થયો. અધ્યવસાયમાં લીન સિદ્ધર્ષિએ મુનિઓને પ્રણામ કર્યા. ગુરુજનોને પોતાનો પરિચય આપતાં કુમાર્ગનો વૃત્તાંત જણાવ્યો અને કહ્યું હવે ધર્મનું શરણ અંકે કરી અહીં રહેવા ઇચ્છું છું. ગુરુજનો વિચક્ષણ હતા. સિદ્ધર્ષિના પશ્ચાત્તાપમાં એમને જૈનશાસનના પ્રભાવક શ્રમણનાં દર્શન થયાં. આથી, ઉપદેશ આપતાં ગુરુજનોએ સિદ્ધર્ષિને જણાવ્યું કે સંયમ સ્વીકારવું પડશે, પાંચ મહાવ્રતોનું પાલન કરવું
For Private & Personal Use Only
www.jainelibrary.org