________________
૨૫૧
શાશ્વત સૌરભ ભાગ-૧
કુંથુનાથ અને શાંતિનાથનાં મંદિર તો જાણે જોડિયાં મંદિરો જ છે!
લોઢુવાનું મંદિર જેસલમેરની ઉત્તરે ૧૬ કિ.મી. દૂર આ લોઢુવા નામનું ગામ વસેલ છે. રણમાંથી પસાર થતો રસ્તો ત્યાં જવાનો એક માત્ર માર્ગ છે, જે જરા તકલીફભર્યો છે.
હાલની પ્રતિમા “કસોટી પથ્થર' તરીકે ઓળખાતા કાળા પથ્થરમાંથી બનેલ છે. પાર્શ્વનાથને ઘણા ફણાવાળા સર્પનું છત્ર છે. કારીગરી ઉપરથી એવું લાગે છે કે આ કામ ગુજરાતના કોઈ કારીગરે કર્યું છે અને પોતાના સુંદર કામ બદલ જરૂરથી એને કંઈક ઇનામ મળ્યું હશે. )
કમાનવાળા દરવાજાથી આપણે મંદિરના પ્રાંગણમાં જઈએ છીએ. મંદિરની આજુબાજુ પ્રકાશ છે. રંગમંડપને ફાંસનાં શિખર છે. વરંડાની દીવાલ તેમજ પ્રદક્ષિણા પથને જાળીઓ છે, જેમાંથી સૂર્યપ્રકાશ અંદર આવે છે. મુખ્ય મંદિરની ચારેબાજુ બીજાં ચાર મંદિરો છે. શિલ્પકામ રાબેતા મુજબનું છે. પૂર્વનું મંદિર આદિનાથનું, દક્ષિણનું અજિતનાથનું, પશ્ચિમનું મંદિર સંભવનાથનું અને ઉત્તરનું મંદિર ચિંતામણિ પાર્શ્વનાથનું છે. આ મંદિરો ઈ.સ. ૧૬૧૮માં ઉમેરાયાં. મુખ્યમંદિરનું શિખર પ્રભાવશાળી છે, જેમાં ઉછંગ સિવાય બધી બાજુ ઝરોખા છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ કલ્પવૃક્ષ છે.
જેસલમેર અને લોદ્રવાની વચ્ચે અમરસાગર કરીને એક જગ્યા છે. અહીં આદીશ્વર-આદિનાથનું એક મંદિર છે.
ઉદેપુરથી ૮૫ કિ.મી દૂર આવેલ આ મંદિરોનો સમૂહ મઘઈ નદીના કાંઠે અરવલ્લીની હારમાળા વચ્ચે સુંદર, શાંત નિસર્ગની ગોદમાં આવેલો છે. અહીં મંદિરના સમૂહમાં જ ધર્મશાળા છે, જ્યાં જમવાનું પણ મળે છે. મંદિરથી થોડે દૂર રાજસ્થાન ટુરીસ્ટ ગેસ્ટહાઉસ પણ છે. આ ભારતીય શિલ્પકળાનો બેનમૂન નમૂનો એવું અતિ સુંદર મંદિર ત્રિલોકદીપક પ્રાસાદ કે યુગાદીશ્વરમંદિર એ જૈન સ્થાપત્યની પરિપૂર્ણતા છે. આ મંદિરની આજુબાજુમાં બીજાં થોડાં મંદિરો પણ છે. આ મુખ્ય મંદિર માટે એક દંતકથા પ્રચલિત છે.
ત્રણ માળ લાંબું ઊંચું મંદિર એ એક ખુલ્લા આંગણામાં છે અને અંદરનું મંદિર એ ગર્ભગૃહ અને શિખર સાથે પૂર્ણ છે. ગર્ભગૃહને ત્રણ મજલી શિખર છે, જેના પ્રત્યેક માળ ઉપર સુંદર ઝરૂખા છે. ગર્ભગૃહના ચાર દરવાજા થાંભલાવાળા સભા મંડપમાં ખૂલે છે, જેને ઘુમ્મટ છે. પશ્ચિમ બાજુનો મંડપ બાકી બધા કરતાં મોટો અને વધારે સુશોભિત છે-કદાચ એ દર્શાવવા કે અંદરનું મંદિર પશ્ચિમમુખી છે. ખુલ્લા આંગણાના પ્રત્યેક ખૂણામાં શિખરબદ્ધ નાનાં મંદિર છે, બે બાજુએ બંધ છે જ્યારે બીજા બે પરસાળમાં પડે છે કે જે થાંભલાવાળા હોલથી જોડાયેલ છે. ખુલ્લા આંગણામાં એક બાજુ રાયણનું ઝાડ કે જે મંદિર બંધાતું હતું ત્યારે વાવેલું એવી માન્યતા પ્રચલિત છે, તો છત્રવાળા પેવેલિયનમાં શત્રુંજય ઋષભદેવજીનાં આરસપહાણનાં પગલાં
રાણકપુર
પાલિતાણા-શત્રુંજય પાંચ મહત્ત્વનાં અને મુખ્ય તીર્થક્ષેત્રમાંનું એક એવું પાલિતાણા-શત્રુંજય એ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ છે અને ગુજરાતનાં લગભગ બધાં જ મોટાં શહેરો સાથે એસ.ટી.થી જોડાયેલ છે. શત્રુંજય પર્વત ઉપર રહેવા દેતા નથી, નીચે પાલિતાણામાં જ રહેવું જરૂરી છે. અહીં ઘણી ધર્મશાળાઓ છે. શત્રુંજય પહાડ ચડવા માટે લગભગ દોઢ કલાક થાય છે. પહાડ એટલે તો જાણે મંદિરોનું એક ગામ જ જોઈ
લ્યો! જુદી જુદી ટૂંક પર ઈ.સ. ૧૬મી સદીથી ૧૮-૧૯મી સદી સુધી બંધાયેલ ભવ્ય મંદિરો છે. આમાંનાં ઘણાં મંદિરો સેન્ડસ્ટોનનાં બનેલાં છે.
એક એવી માન્યતા છે કે રાજા ભરત, કે જે ભારતવર્ષના પહેલા ચક્રવર્તી રાજા હતા અને ભગવાન ઋષભદેવના પુત્ર હતા એમણે શત્રુંજય ઉપર સોનાનું દેરાસર બંધાવેલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org