________________
૩૫૦
છે. કેટલાક લેખકો બાલાવબોધ ગુજરાતીમાં લખતા અને તેની પ્રશસ્તિ સંસ્કૃતમાં રચતા.
બ્રાહ્મણ લેખક દેવશંકર પુરોહિતે ‘અલંકાર મંજૂષા' નામના સંસ્કૃત અલંકાર શાસ્ત્રના ગ્રંથની રચના ઈ.સ. ૧૭૬૧૬૮ દરમિયાન કરી. આ ગ્રંથના આરંભિક શ્લોકમાં કવિ પેશવા શબ્દની વિચિત્ર વ્યુત્પત્તિ આપીને બાજીરાવ પેશવાના વંશજ માધવ (માધવરાવ ૧લા-ઈ.સ. ૧૭૬૧-૭૨) અને એના કાકા રાઘવ (રઘુનાથરાવ–ઈ.સ. ૧૭૭૩-૭૪)ની પ્રશસ્તિ કરે છે. રઘુનાથરાવ અને પેશવા વચ્ચેનો આંતરવિગ્રહ, પેશવાનો જ્વલંત વિજય, વિશ્વાસરાવના પાણિપત યુદ્ધનું વર્ણન, ૧૭૬૧ ઈ.સ.માં પાણિપત ખાતે એનું મૃત્યુ વગેરેનું વર્ણન કરેલું છે. પેશવા માધવરાવ ૧લાએ શ્રાવણ સુદિ ૬ના દિવસે સ્વાતિ નક્ષત્રમાં દક્ષિણા આપવા માટે કરેલો મહોત્સવ, માધવરાવના દરબારના ન્યાયાધીશ રામશાસ્રીની પ્રશંસા (શ્લોક ૨૪), બાલકૃષ્ણ શાસ્ત્રીનું સમ્માન (શ્લો. ૫૪), રઘુનાથરાવના દરબારના ચતુર્ભુજદેવ, ત્રિમંગલાચાર્ય, ખંડોજી દીક્ષિત, નરગુંદકર અપાશાસ્ત્રી વગેરે પંડિતોમાંના ચતુર્ભુજનો નિર્દેશ વગેરે હકીકતો જોવા મળે છે. પ્રશ્નોરા કવિ જગન્નાથકૃત ‘ભાગ્યોદય’ ગ્રંથની રચના સં. ૧૮૫૨(ઈ.સ. ૧૭૯૫-૯૬)માં થઈ, જેમાં જુદા જુદા અલંકારોને પાત્રો કલ્પીને ભાવનગરના મહારાજા વખતસિંહ તથા તેમની સભાનું વર્ણન કરેલું છે.
ધર્મવિજય’નામનું પંચાંકી નાટક દિલ્હીપતિના દાનવેતનાધ્યક્ષ કાયસ્થ કેશવદાસ માટે લખાયેલું છે. તેનો કર્તા ભૂદેવ શુક્લ છે. ‘સ્માર્ત' આચારોથી યુક્ત જીવનના પારલૌકિક ફાયદાઓ દર્શાવતું એ રૂપક છે. એની હસ્તપ્રત સં. ૧૮૩૨ (ઈ.સ. ૧૭૭૫-૭૬)ની મળે છે, એટલે ત્યાર પહેલાં એ રચાયેલું હોવું જોઈએ.
જૈન લેખક પદ્મવિજયગણિએ ‘જયાનંદચરિત' સંસ્કૃત ગદ્યમાં સં. ૧૮૫૮(ઈ.સ. ૧૮૦૧-૦૨)માં રચ્યું. એમાં વિજાપુરના યુવરાજ વિજયના પુત્ર જયાનંદના પૂર્વભવનું, આ ભવમાં એણે કરેલાં પરાક્રમોનું, એમની દીક્ષા, કેવલજ્ઞાન, મોક્ષગમન વગેરે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ક્ષમાકલ્યાણગણિએ સં. ૧૮૩૦(ઈ.સ. ૧૭૭૩-૭૪)માં જીર્ણદુર્ગ (જૂનાગઢ)માં ખરતરગચ્છ પટ્ટાવલી'ની રચના કરી. એમાં ખરતરગચ્છના સૂરિઓની વંશાવલીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે.
Jain Education International
જૈન મુનિ રંગવિજયે સં. ૧૮૬૫(ઈ.સ. ૧૮૦૯)માં ‘ગુર્જરદેશરાજવંશાવલી’ની રચના ભૃગપુર(ભરૂચ)માં કરી. ગ્રંથના અંતિમ શ્લોકમાં જણાવ્યા અનુસાર યવન રાજા રોમટના આદેશથી ખત્રી ભગવંતરાય પાસેથી રાજાઓની માહિતી સાંભળી કવિએ આ કૃતિની રચના કરેલી. ૯૫ શ્લોકોનું આ કાવ્ય પાંચ ખંડોમાં વિભાજિત છે.
ધન્ય ધરાઃ
૧. મગધના રાજવીઓ અને એ પછી ઉજ્જયિનીની ગાદીએ આવેલા રાજવીઓનાં નામો અને એમના રાજ્યકાલનાં વર્ષ.
૨. ચાપોત્કટ વંશના રાજાઓ
૩. ચૌલુક્ય વંશના રાજાઓ
૪. વાઘેલા વંશના રાજાઓ
૫. યવન રાજાઓ-દિલ્હીના સુલતાનો અને મુઘલ બાદશાહો પ્રત્યેક રાજા માટે એક શ્લોકમાં એનું નામ અને એના રાજ્યકાલનાં વર્ષ આપ્યાં છે.
રાજ્યકાલનાં વર્ષો ઉપરાંત વિક્રમ સંવતમાં રાજ્યારોહણનું વર્ષ શબ્દસંકેતો દ્વારા દર્શાવાયું છે. ચંદ્રગુપ્ત મૌર્ય (શ્લો. ૪–૫), કુમારપાલ (શ્લો. ૪૧-૪૭), અકબર (શ્લો. ૮૩-૮૫)નું વર્ણન એક કરતાં વધારે શ્લોકો દ્વારા થયું છે. કુમારપાળના મંત્રી બાહડનાં ધર્મકૃત્યોની ધ્યાન ખેંચે તેવી નોંધ આપી છે. આ બાહડ તે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં મહામાત્ય તરીકે પ્રસિદ્ધિ પામેલ વિલક્ષણ રાજનીતિજ્ઞ ઉદયન મંત્રીના પુત્ર હતા. આ ઉપરાંત વીરધવલના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને વીસલદેવના સમયમાં થયેલ જગડૂ શ્રેષ્ઠીનો ઉલ્લેખ છે. યવન રાજવીઓના વંશમાં ખિદરશાહ ખિલજી (સં. ૧૩૬૮-ઈ.સ. ૧૩૧૧-૧૨)થી માંડી દિલ્હી સલ્તનતના અહમદશાહ (અહમદશાહ ઈ.સ. ૧૭૪૮૧૭૫૪), આલિમગિર (આલમગીર-ઈ.સ. ૧૭૫૪-૧૭૫૯) અને આલિઘોર (શાહઆલમ રજો-ઈ.સ. ૧૭૫૯થી ૧૮૦૬)ની નોંધ છે. છેલ્લા ત્રણ રાજાઓના રાજ્યકાલનાં વર્ષ દર્શાવાયાં નથી. અકબર જલાલુદ્દીનના વર્ણનમાં હીરવિજયસૂરિના ઉપદેશથી દેશમાં વર્ષના ૬ માસ અમારિ પાળવાની ઉદ્ઘોષણા કરી અને ધાર્મિક રાજા તરીકે કીર્તિ સંપાદન કરી, એમ જણાવાયું છે.
જોકે `મરાઠાકાલ દરમિયાન ઇતિહાસોપયોગી સંસ્કૃત સાહિત્ય અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org