________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પ્રસ્થાનની આરાધના તેઓશ્રી દર વર્ષે મૌનપૂર્વક કરતા હતા. આચાર્યપદવી પછી તેક્રમ જીવનના અંતિમ વર્ષ સુધી ૧૬ દિવસની સુધી એટલે કે સળંગ ૨૮ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો.
૨૦૬૨ની સાલનું ચાતુર્માસ રૂં. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.ની ખેતવાડી મુકામે થયું તે ચાતુર્માસમાં જ પૂ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.નો કાળધર્મ નિશ્રામાં થયો. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. ઓપરા સોસાયટીની ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૬૩ મહા સુદ-૫ની વહેલી સવારે સાવ અણધારી રીતે ઉપસ્થિતિ તમામને ‘હું જાઉં છું' કહીને ૩:૦૬ મિનિટે આ પૃથ્વી રથી વિદાય લીધી તેમનો અગ્નિસંસ્કાર પણ સંઘની ઉદારતાથી ઉપાશ્રયનાં પટાંગણમાં જ થયો અને સ્થાન પર સમાધિ મંદિરનું નિર્માણ પણ શ્રી મહાવીર જૈન શ્વે. મૂ.પૂ. સંઘ (ઓપેરા સોસા.અમદાવાદ) દ્વારા જ કરવામાં આવ્યું.
એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કોટિશ
વંદન! સૌજન્ય : જિનશાસન શણગાર ૫.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા સૂરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સ્મૃતિમાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર–સુરત
શ્રી સૂરિમંત્રના અનુપમ સાધક ૫. પૂ. આ. શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.
સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચિમનભાઈ ઝવેરીનાં ધર્મપત્ની મોતીકોરબહેનની કુક્ષિથી વિ.સં. ૧૯૮૬, જેઠ વ. ૫ના જયંતીલાલ નામે પુત્રરત્નનો જન્મ થયો. સ્તનપાન કરાવતી વખતે માતાએ કાનમાં ફૂંકેલો બેટા! સંયમ એ જ સાર છે’નો મંત્ર, ધર્મસંસ્કારી વાતાવરણ, સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું વાત્સલ્ય, સકલસંઘહિતૈષી સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં વૈરાગ્યરસઝરતાં પ્રવચનો, સ્વકીય વડીલબંધુ પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી મ.ની કે જેઓ પાછળથી સહજાનંદી, અધ્યાત્મરસિક, કર્મસાહિત્યમર્મજ્ઞ, વ્યવહારદક્ષ, નિષ્કપટ, સદા સુપ્રસન્ન સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિતસૂ. મ.સા. બન્યા, તેઓની મસ્તીભરી સંયમસાધનાનાં દર્શન તથા જીવલેણ અકસ્માતમાંથી આબાદ બચાવ થવા પર સૌથી જ્યેષ્ઠબંધુ મોહનભાઈની મળેલી પ્રેરણા........આ બધાંનો સરવાળો એટલે જયંતીલાલનું વિ.સં.
Jain Education International
૪૬૯
૨૦૦૮ જેઠ સુદ પાંચમે મુનિ જયશેખરવિજયમાં રૂપાંતરણ. જોતજોતાંમાં વર્ધમાનતપની ૬૨ ઓળી, નૂતન કર્મ સાહિત્ય બંધવિધાન અંતર્ગત મૂળપ્રકૃતિ રસબંધોની સંસ્કૃતમાં ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ, ગુજરાતીમાં ‘કર્મસિદ્ધાંતનું વિજ્ઞાન', મધુર પ્રવચનો દ્વારા ચોમાસાંઓમાં અનેકવિધ શાસનપ્રભાવના......આ બધાં બાહ્ય સોપાનો સાથે શ્રી અરિહંતતત્ત્વ પ્રત્યે અનેરી પ્રીતિભક્તિ, ગુરુઓ પ્રત્યે સમર્પણ, ગુણીઓ પ્રત્યે અનુરાગ, કોઈની પણ આરાધના પ્રત્યે અનુમોદના–પ્રમોદભાવ, નાના-મોટા સહુ સાધુઓ પ્રત્યે ઊછળતો બહુમાનભાવ, પરાર્થવૃત્તિ, સંઘો પ્રત્યે વાત્સલ્ય, બધા સાથે નમ્રતા, નિખાલસતા ને નિષ્કપટતા, દિલની વિશાળતા–ઉદારતાના કારણે અનેકને સંયમમાં સ્થિર કરવાની કલા, પોતાના–પરાયાની સંકુચિત વૃત્તિનો અભાવ, શાસન અને ચતુર્વિધ શ્રીસંઘની ઉન્નતિ જોવાની ભારે ખેવના. આવાં બધાં આંતિરક સોપાનો સર થતાં જોઈ પૂજ્ય ગુરુદેવોએ ક્રમશઃ ગણિ વગેરે પદથી અલંકૃત કર્યા. વિ.સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ૧૦ના કોલ્હાપુર, લક્ષ્મીપુરી મુકામે આચાર્ય પદથી અલંકૃત કરાયા. એ પછી તો તેઓ શ્રી સૂરિમંત્રની સાધનામાં જ જબરા ઓતપ્રોત થઈ ગયેલા. શ્રી સૂરિમંત્રની પાંચે પીઠિકાઓની પાંચથી વધારે વાર તેઓશ્રીએ તપ-જપ દ્વારા સાધના કરી અને શ્રી સૂરિમંત્રની પાંચ પીઠિકાઓની પંચ પ્રસ્થાનની આરાધનાના વિધિની સરળ સંકલના કરી. સ્વ-પર સમુદાયના વર્તમાનકાલીન સંખ્યાબંધ આચાર્ય ભગવંતોએ આ સંકલનાને અનુસરીને પાંચ પીઠિકાની આરાધનાઓ કરી છે, કરે છે. અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી અને શ્રી સૂરિમંત્ર પ્રત્યે તેઓશ્રીની આંતરિક બહુમાન સાથે ભક્તિ અપાર હતી. એના પ્રભાવે આંતરિક શુદ્ધિ સાથે બાહ્યપુણ્યપ્રકર્ષ પણ તેઓશ્રીનો ખૂબ વધેલો જેના પ્રભાવે તેઓશ્રીએ શાસનપ્રભાવક ૧૬ અંજનશલાકા-૪૦ પ્રતિષ્ઠા વગેરે અનેક કાર્યો નિર્વિઘ્નરૂપે કરાવેલાં. એમાં પણ કોલ્હાપુર– શિરોલી શ્રી સીમંધરધામની અંજનશલાકા-પ્રતિષ્ઠાએ તો વિક્રમસર્જક રેકર્ડ કરેલા.
વણી-વાંસદાના જંગલમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વિહારમાં વૈયાવચ્ચ થઈ શકે એ માટે સ્વ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિ મહારાજે તથા સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે જે મનોરથો સેવેલા તેની પૂર્તિરૂપે સાપુતારા મુકામે, પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી અને અનેરી પુણ્યાઈથી કોઈ જ વિશેષ પ્રકારના પ્રયાસ વિના ગજાભિષેક જૈન તીર્થ સાકાર થઈ રહ્યું છે.
કોઈને પોતાનાં કરવાની ખેવના નહીં, સહુને શાસનનાં જ
For Private & Personal Use Only
www.jainelibrary.org