________________
૪૬૮
શુભ ભાવનામાં પૂ. ગણિશ્રી શિલરત્નવિ. મ.નો તીર્થનિર્માણનો સુદૃઢ સંકલ્પ ભળ્યો અને ગુરુભક્તોનો સહયોગ મળ્યો, જેની ફલશ્રુતિએ અકલ્પિત શ્રી લબ્ધિધામ તીર્થનું સર્જન થયું.
માતૃહૃદા પ.પૂ.પ્ર.સા. હેમલતાશ્રીજી મ.સા.ના ઉપદેશથી શ્રી લબ્ધિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સૌજન્યથી સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્તદાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જે આચાર્યભગવંતના અનંત ઉપકારોને અનુભવતા અનેક ભક્તો કૃતાર્થતાનો અનેરો આનંદ પામી રહ્યા છે, જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિમહોત્સવો ભવ્ય સમારોહપૂર્વક યોજાય છે, જેઓશ્રીના પુણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી હતી તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂર્તદાતા શ્રી વિજયઅશોકચંદ્ર-સૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ–સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે.
પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, અરવિંદકુમાર, જયંતીભાઈ–સૌના તેઓ પ્રિય બંધુ હતા. જૈન ધર્મના સંસ્કારો વચ્ચે, ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજાવ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણો બની રહ્યાં! પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને ખાનગીમાં દીક્ષા લીધી અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય જીવનનો આરંભ કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના
Jain Education International
ધન્ય ધરાઃ
ચાતુર્માસમાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સામુદાયિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ હતી. પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની દસ વાર આરાધના કરી છે. છેલ્લા કેટલાયે સમયથી જિનશાસનમાં થતાં કેટલાંયે વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્તો પૂજ્યશ્રીના હસ્તે જ નીકળતા
હતા.
પૂ.આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી સંસારી પક્ષે વડીલબંધુ થાય છે. બાલ્યકાળથી જ ધર્મસંસ્કારો દૃઢ થવાથી તેઓશ્રી કલાકો સુધી જપ-જાપમાં નિમગ્ન રહી શકતા. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના સુંદર આરાધના થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ સામુદાયિક ૩૦૦ વર્ષીતપની અનુપમ આરાધના થઈ હતી. સામુદાયિક વીશસ્થાનક તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ આરાધકો જોડાયા હતા. આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ તો વળી સોનામાં સુગંધ જેમ, શાસનપ્રભાવનામાં ઓર ઉમેરો કર્યો હતો. આ આરાધક મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિ પદવી, સં. ૨૦૨૯ના મહા સુદ ૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસ પદવી, સં. ૨૦૩૩ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે સોજિત્રામાં ઉપાધ્યાય પદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડમુંબઈમાં આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રીના શિષ્યપરિવારમાં પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્રવિજયજી, પૂ. આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિજી, પં. શ્રી કૈલાસચંદ્રવિજયજી, ગણિશ્રી પ્રશમચંદ્રવિજયજી આદિ વિરાજે છે. મુનિશ્રી નિર્વેદ(સ્વ.), નિરાગ, સત્યચંદ્ર વિજયજી પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી સંસારીપક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિનીશ્રીજી સંસારીપક્ષે તેઓશ્રીનાં ભત્રીજી થાય છે, એટલું જ નહીં પૂજ્યશ્રીના પ્રશિષ્યોની પણ ઉજ્જ્વલ પરંપરા છે. જાપાનના કોબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તો પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે.
તેઓશ્રીની વ્યવહાર-કુશળતા અને સામા માણસને પરખવાની તથા સાચવવાની શક્તિ પ્રશંસનીય હતી. અનેક સંઘોમાં તેમણે આંતરિક ઝઘડાઓનું શમન કરાવી સુલેહનું વાતાવરણ રચ્યું હતું. સાધુ-સાધ્વીજી ભગવંતોના અંતરંગ વર્તુળમાં પણ તેઓ પ્રેમભર્યું સ્થાન પામ્યા હતા. આચાર્ય પદવી થઈ ત્યારથી તેઓશ્રીએ પૂર્ણ દૃઢતાથી સૂરિમંત્રની આરાધના કરી હતી. પંચ પ્રસ્થાપન ઉપરાંત સૂરિમંત્રના માત્ર પાંચમા
For Private & Personal Use Only
www.jainelibrary.org