________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સં. ૨૦૩૨ના માગશર વદ ૧૪ની સાંજે પૂજ્યશ્રી શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ કર્યું, ત્યાં સુધી સતત શાસનપ્રભાવનામં મગ્ન રહ્યા! આ વૃત્તિ-પ્રવૃત્તિના સુપરિણામરૂપ પૂજ્યશ્રી વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ મૂકતા ગયા.
દર્શનશાસ્ત્રી, સાહિત્યરસિક, જ્ઞાનવૈરાગ્યની સૌમ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મ.
શાસનપ્રભાવનાના અનેકવિધ ક્ષેત્રોમાં જપ-તપનાં મહાન અનુષ્ઠાનો થાય, તો કોઈ તપસ્વીના હસ્તે તીર્થસ્થાનોના જીર્ણોદ્ધાર થાય, કોઈ ગુરુવર્ય આગમોનાં અર્થઘટનોમાં ઊંડા ઊતરે, તો કોઈ મનીષી અન્ય શાસ્ત્રોમાં પારંગત બને—એવા એક ભવ્ય શાસનજ્યોત સમા પ્રકાશિત સાધુપુરુષ હતા પ. પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ, સં. ૧૯૫૩ના ભાદરવા વદ પાંચમના દિને સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં જન્મેલા આ મહામાનવે, ૧૯ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૭૨ના અષાઢ સુદ પાંચમને શુભ દિને રાજસ્થાનના સાદડી મુકામે દીક્ષા અંગીકાર કરી. પ્રથમ પ્રવર્તક પદ-પ્રદાન સં. ૧૯૮૭માં અમદાવાદમાં થયું. સં. ૧૯૯૦માં માગશર સુદ આઠમને દિવસે ભાવનગરમાં ગણિપદ અને બે દિવસ બાદ પંન્યાસપદ. ત્યારબાદ સં. ૧૯૯૧માં મહુવામાં વાચક (ઉપાધ્યાય)પદ અને સં. ૧૯૯૨માં આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યા. તેઓશ્રી અર્ધી સદી જેટલા લાંબા અને યશસ્વી દીર્ઘપર્યાય પછી ૬૭ વર્ષની ઉંમરે તા. ૯-૩-૧૯૬૪ના દિવસે રાજસ્થાનના ખીમાડા ગામે કાળધર્મ
પામ્યા.
વ્યાકરણવિદ્ સંયમ સ્વીકાર્યા પૂર્વે જ તેઓશ્રીની જ્ઞાનપીપાસા તીવ્ર હતી. તેમાં અધ્યયન અને સ્વાધ્યાયતપની અનુકૂળતાનો ઉમેરો થતાં આ પિપાસા વધુ ઉત્તેજિત અને તત્પર
બની. સતત વાચન-લેખન અને ચિંતન-મનનમાં નિમગ્ન રહેવા લાગ્યા. આ મુનિવરને જોનાર પ્રથમ દૃષ્ટિએ તો તેમને એકાકી જીવ માની લેતા. કારણ કે અહોરાત અભ્યાસમાં રત રહેવું એ જ તેઓશ્રીની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. પરિણામ સ્વરૂપ, તેઓશ્રીના હસ્તે અનેક તત્ત્વદર્શી અને શાસ્ત્રીય ગ્રંથોની વિદ્વતાપૂર્ણ ચર્ચાવિચારણા થઈ છે. તેઓશ્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યરચિત ‘શબ્દાનુશાસન’ ઉપર જે સ્વોપજ્ઞ શબ્દ મહાર્ણવન્યાસ છે તેનું સંપાદન અને ત્રુટિત ભાગનું અનુસંધાન કરવાનું દુષ્કર કાર્ય હાથ ધરીને ૭ ભાગ બહાર પાડ્યા છે. ધાતુરત્નાકર'ના ૮ ભાગ તેઓશ્રીની ખ્યાતનામ રચના છે. ‘કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્’ દ્વારા આચાર્યશ્રીએ કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે.
Jain Education International
४७७
‘વિભક્ત્યર્થ નિર્ણય ગ્રંથ'માંની વિભિક્તિની ચર્ચા તેઓશ્રીની બુદ્ધિપ્રતિભાનું પ્રતીક છે. આ ઉપરાંત, ‘હેમચંદ્રિકા’નામની લઘુ પુસ્તિકા તો બાળકોને સરળતાથી વ્યાકરણના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવનારી અદ્ભુત પુસ્તિકા છે. આમ, મહત્ત્વના વ્યાકરણગ્રંથોમાં તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાનાં દર્શન થાય છે.
જ્ઞાન-વૈરાગ્યની સૌમ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનગંભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વક્તા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દૃષ્ટાંતો-દલીલોથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાસ્ત્રોનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહાર્દપૂર્વક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષાપર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતાર્થ આચાર્યશ્રીને કોટિ કોટિ વંદના.
પ્રાકૃતવિશારદ ધર્મરાજા
પૂ. આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિજી મ.
બહુરત્ના વસુંધરા : જગતના જીવોને અભયમાર્ગ તેમ જ મુક્તિમાર્ગદાતાશ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માઓથી મઘમઘતું અને તે ધર્માત્માઓની જિનશાસનપ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે ગુરુદેવ ધર્મરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચોક પાસેની ખેતરપાળની પોળમાં રહેતા ફતેહચંદ મનસુખલાલ કિનખાબવાળાના નામથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતા પિતા અમીચંદભાઈ અને માતા અંબાબહેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં પોષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવનો જન્મ થયો હતો. તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિક્રમની વીસમી સદીના વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ.સા.) પણ આ જ કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મસંસ્કારની પરંપરાની જાળવણી વડીલો સજાગ થઈ કરતા હોય ત્યાં તેમનાં બાળકોમાં એ સંસ્કારો પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારોને બળે તથા જન્મજન્માન્તરની કોઈ અનોખી સાધનાને જોરે કાંતિલાલનો ધર્મરાગ, વૈરાગ્યસંગ બાલ્યાવસ્થામાં જ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જતો હતો. રિતભાઈ, હિંમતભાઈ તથા નાનાભાઈ વગેરે કુટુંબીજનો સાથે તે સંસ્કારો વિશેષ રીતે પાંગરવા માંડ્યા અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અણમોલ ક્ષેત્ર છે એમ દૃઢપણે સમજતા થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org