________________
૪૯૨
સંયમ, સરસ્વતી અને સદોદિતતાનો ત્રિવેણી-સંગમ પૂ. આચાર્યશ્રી
વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં જન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ ખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાનો માપદંડ હોય છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિશાળ જીવન પર દૃષ્ટિપાત કરીશું તો લાગ્યા વિના નહીં રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં જન્મેલી એ જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી પરિપુષ્ટ બનીને રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧થી સં. ૨૦૩૮સુધીના કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું થોડું અમૃતપાન કરીશું તો જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના જ લાલ હતા. રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે “રાધનપુરની આગળ ‘આ’ લગાવીએ તો જ તેને સમ્માન આપ્યું ગણાય. એ રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ તેનું નામ મુક્તિલાલ પાડ્યું અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, કાંતિલાલ અને મુક્તિલાલ, મણિભાઈ ધંધાર્થે આકોલામાં રહેતા હતા, પરંતુ તેમનું મન વારંવાર દીક્ષા લેવા માટે ઝંખતું હતું. સં. ૧૯૭૫-માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના સાકાર ન બની, પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રોમાં રોપાઈ ગયાં હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા, પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખ્યો. આ અરસામાં મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના દેઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના જોઈ ત્રીજા ભાઈએ પણ એ જ પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો.
Jain Education International
ધન્ય ધરાઃ
મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે મુનિશ્રી મહોદયવિજયજી નામ ધારણ કર્યું, પરંતુ માતા મણિબહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિવિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને ધન્ય બનાવી ગયાં. ત્રણે ભાઈઓ આચાર્ય પદને વર્યા હતા.
મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજ નાનપણમાં વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, તેમ શાસ્ત્રાભ્યાસમાં પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત અભ્યાસ મગ્ન રહેવું એ પૂજ્યશ્રીનું એક મહાન લક્ષણ બની ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાસ્ત્રોનું જ્ઞાનસંપાદન કરવું હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો સમય આપવો જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તો તો કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દીક્ષા પછીનાં થોડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા હતા. રાધનપુરમાં જ સગાં-વહાલાં-પરિચિતો સમક્ષ મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૭-૭ કલાકની વાચનાનો અખંડ લાભ લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુઓ મુરબાડ ચાતુર્માસ બાદ તુરત રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા. સં. ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની નિશ્રામાં ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને એક નવો જ દિશાબોધ મળ્યો. નમસ્કાર મહામંત્રાદિ વિષયક ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીના જીવનમાં એક નવો જ પ્રકાશ ફેલાયો, જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંધવાત્સલ્ય, મૈત્રી આદિ અનેક ગુણોની વિશેષ ખિલવણી થવા પામી. પૂજ્યશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રીના જીવન–સાગરનું પેટાળ આમ તો ઢગલાબંધ તેજસ્વી રત્નોના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ ગુણો તો એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જોડ જડવી મુશ્કેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org