________________
४७०
કરવાની તત્પરતા. ચતુર્વિધ સંઘ તો રત્નોની ખાણ છે. એનો ઉત્કર્ષ જ થવો જોઈએ આવી સતત ભાવના, શ્રી ગૌતમસ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ, આ વાતો જીવનની અંતિમ ક્ષણ સુધી જાળવી રાખી. કેવો યોગાનુયોગ! એમના વડીલબંધુ-ગુરુદેવ સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિતસૂ. મ.સા. વિ.સં. ૨૦૪૪, ચૈત્રવદ૧૪ના પક્ષી પ્રતિક્રમણમાં પક્ષી સૂત્ર સાંભળતાં સાંભળતાં સમાધિમૃત્યુને વર્યા, તો તેઓ પોતે વિ.સં. ૨૦૫૭, ભાદરવા વદ-૧૨, પુષ્યનક્ષત્રમાં મલાડ શ્રી હીરસૂરિ ઉપાશ્રયે શ્રી ગૌતમસ્વામીનું પૂજન કરતાંકરતાં અને ચતુર્વિધ શ્રીસંઘને વાસક્ષેપ કરવા દ્વારા શ્રીસંઘના ઉત્કર્ષની ભાવનામાં રમતાંરમતાં સમાધિ મૃત્યુને વર્યા.
જેમના સંસારી પરિવારમાંથી માતા વગેરે ૧૪ પુણ્યાત્માઓ સંયમમાર્ગે સંચર્યા અને જેમના ૨૦ શિષ્ય પ્રશિષ્યાદિ સંયમ સાધી રહ્યા છે એવા પૂ. ગુરુદેવશ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં અગણિત વંદન.
<
સૂરિમંત્ર પીઠિકાસાધક, ભરૂચ તીર્થોદ્ધારક મહાન ભાષાવિદ્, પ્રકાંડ પંડિત
પૂ. આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ. ગગનમંડળમાં વિધવિધ ગ્રહો, નક્ષત્રો, તારલાઓ પોતપોતાની શ્રીશોભાથી વિશ્વસૌંદર્ય ધારણ કરી રહ્યાં છે, તેમ જિનશાસનમાં જુદા જુદા સૂરિવરોએ પોતપોતાની રીતે તપ– જપ-આરાધના દ્વારા શાસનસેવા ધારણ કરી છે. એવા એક વિશિષ્ટ સાધક છે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીનો જન્મ નિડયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ ૧૦ના મંગલદિને થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં વસી ગઈ હતી. પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ જવું, પોતાનાં કપડાં પોતે જ ધોવાં–એવી નાની નાની બાબતોમાં તેમના સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયવિક્રમ-સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિશ્રી
Jain Education International
ધન્ય ધરાઃ
રાજયશવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને સ્વાધ્યાય-તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તો પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય સંભાળશે.'' પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી રાજયવિજયજી પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને નિઃસ્પૃહી રહેતા. શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા. જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, તેઓશ્રીએ અનેક ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છ'રીપાલિત સંઘોમાં વિહાર કરીને પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય આપ્યો હતો. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં લેક્ચર આપી શકે છે, તો સંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે કોઈ કાશીના પંડિત વ્યાખ્યાન આપી રહ્યા છે, તો ગુજરાતી કે રાજસ્થાની બોલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ લાગે! આમ, પૂજ્યશ્રી ભાષના પ્રકાંડ પંડિત છે.
વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪૫ના આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે! એવા એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના!
For Private & Personal Use Only
સૌજન્ય : શ્રી સીકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ એમ. જી. રોડ, સીકન્દ્રાબાદ-૫૦૦૦૦૩
www.jainelibrary.org