________________
૩૫૬
ધન્ય ધરાઃ
લિપિઓમાંથી થઈ હોવાની કલ્પના કરી. તેમાંયે વિલ્સન, કસ્ટ, જોન્સ, વેબર, બૂલર જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિનો ઉદ્ભવ ઉત્તરી સેમેટિક કુળની ફિનિશિયન લિપિમાંથી થયો હોવાનું સૂચવ્યું. ડીકના મતે પ્રાચીન દક્ષિણી સેમેટિક લિપિ દ્વારા
ક્યુનિફોર્મ (કીલાક્ષરી) લિપિમાંથી ઉત્પન્ન થઈ હોવાનું અને ટાયલરે બ્રાહ્મીની ઉત્પત્તિ લુપ્ત દક્ષિણી સેમેટિક લિપિમાંથી થઈ. હોવાનું સૂચવ્યું.૧૧ રાજબલિ પાંડેયર અને ગૌરીશંકર ઓઝા જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉદ્ભવી હોવાનો મત રજૂ કર્યો. જનરલ કનિંઘમ, ડાઉસન, લારસન જેવા વિદ્વાનોએ જણાવ્યું કે આર્ય બ્રાહ્મણોએ બ્રાહ્મી લિપિ દેશજ ભારતીય ચિત્રાક્ષરોમાંથી વિકસાવી.૧૪ એડવર્ડ ટોમસે સાંસ્કૃતિક રીતે આગળ વધેલી દ્રવિડ પ્રજાએ બ્રાહ્મી લિપિની શોધ કરી હોવાનું મંતવ્ય રજૂ કર્યું." આ ધારણા ભૂલભરેલી છે. દ્રવિડો મૂળ દક્ષિણ ભારતના હતા; જ્યારે આર્યોનું મૂળ વતન ઉત્તર ભારતમાં હતું અને લેખનકલાનો સહુથી જૂનો નમૂનો ઉત્તર ભારતમાંથી મળ્યો છે. બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતરો અને વર્તમાન પ્રાદેશિક લિપિઓ :
પ્રાચીન બ્રાહ્મી લિપિનો સમય ખૂલર અને ઓઝા ઈ.પૂ. ૩૫૦ થી ઈ.સ. ૩૫૦ સુધીનો મૂકે છે. આ સમયના મોટા ભાગના લેખો પ્રાકૃત ભાષાના મળે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સમગ્ર દેશની એક સરખી લિપિ તરીકે રહી છે. ભારતના જદા જુદા પ્રદેશોમાં મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખ મળ્યા છે. આ બધામાં બ્રાહ્મી લિપિનો એક સરખો મરોડ પ્રચલિત હતો. અશોકના સમયમાં કેટલાક અક્ષરોનાં સ્પષ્ટ પરિવર્તનો થયાં હતાં. ‘આ’ અને ‘આ’નાં ઓછામાં ઓછાં દસ રૂપ મળે છે. અશોકના અભિલેખોમાં ત્રણ બોલીભેદ જોવા મળે છે. પ્રાદેશિક ધોરણે કોઈ લિપિભેદ જોવા મળતો નથી. ડૉ. દાનીના મતે ઈ.પૂ. ૨00 થી ઈ.સ. ૫૦ના ગાળા દરમ્યાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતરો થયેલાં માલૂમ પડે છે અને તેમાંથી પ્રાદેશિક ભેદ વિકસવા લાગે છે. ડૉ. દાની તેને પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ કહે છે અને એને ૧. પૂર્વભારતીય, ૨. ઉત્તર-પશ્ચિમ ભારતીય, ૩. ઉત્તર પશ્ચિમ દખ્ખણી, ૪. દક્ષિણ ભારતીય એમ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરે છે. ૬
આ સમય દરમ્યાન પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશોની લિપિઓનાં સ્વરૂપમાં ઘણો ઓછો ભેદ જણાય છે.૧૭ ભઢિપ્રોળ સ્તૂપના મંજૂષા લેખમાંના અક્ષરોના
આકાર બ્રાહ્મીના પ્રચલિત અક્ષરોના આકારમાંથી જ ઉદ્દભવેલા છે. દ્રવિડ અક્ષરો પણ સદેશ બ્રાહ્મી અક્ષરોમાંથી સાધિત કરવામાં આવ્યા છે.
ઈ.સ. ૫૦થી ઈ.સ. ૪૦૦ સુધીના ગાળામાં બ્રાહ્મી લિપિના સ્વરૂપમાં વિશિષ્ટ પરિવર્તનો થયાં. વર્ષોના મથાળે નાની આડી રેખારૂપે શિરોરેખા સ્પષ્ટ જોવા મળે છે. બે ટોચવાળા વર્ણો જેવા કે ઘ, ૫, ૬ અને સ માં ડાબી બાજુની ટોચ પર રેખા કરાતી જ્યારે ય જેવા ત્રણ ટોચવાળા વર્ણમાં એ વચલી ટોચ ઉપર ઉમેરાતી. મ માં એની બેય ત્રાંસી ટોચ પર કરાતી. ૫, ૬ અને ૨ જેવા અક્ષરો ઊંચા અને પાતળા થયા. ઘ, ૫ અને ૫ જેવા અક્ષરોની ઊંચાઈ ઘટી અને પહોળાઈ વધી. સીધા મરોડના સ્થાને વળાંકદાર મરોડનું પ્રમાણ વધ્યું. ઘણા અક્ષરોમાં ઊભી રેખાઓને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળવામાં આવતી. સ્વરમાત્રાઓને ત્રાંસો વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. હલત્તનું ચિહ્ન વર્તમાન હલત્ત ચિહ્ન જેવું જ છે, જે પંક્તિના નીચલા ભાગમાં નાના કદમાં લખવામાં આવતું. હલત્તનો પ્રયોગ ભારતમાં ઈ.સ.ની બીજી સદીથી મળે છે. ૪, ૭ અને હું નાં અક્ષરોનો પ્રયોગ થયો. જિહામૂલીય અને ઉપમાનીય ધ્વનિઓ માટે ચિહ્નો પ્રયોજાયાં. લેખનનાં પ્રાદેશિક લઢણોના ઉપયોગ સાથે લિપિભેદ વિકસ્યા.
ઈ.સ. ૪00 થી ૮00 ના સમયમાં પ્રાદેશિક લિપિઓનાં આદ્ય સ્વરૂપ ઘડાયાં, જેને આદ્ય પ્રાદેશિક લિપિઓ કહી શકાય.
આ સમયની ઘણી હસ્તપ્રતો મળી આવે છે. એમાં કલમ અને શાહીના ઉપયોગને લીધે બ્રાહ્મી અક્ષરોનાં ઘણાં નવાં રૂપો મળે છે. એમાં ત્રિકોણાકાર શિર: ચિહ્ન અને અક્ષરોની ઊભી રેખા નીચે એક પ્રકારનું પાદચિહ્ન જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીક્ષ્ણ શલાકાથી અક્ષરો કોતરવાની પ્રથા હતી, ત્યાં અક્ષર ગોળ અને પાંખાં તરંગાકાર બન્યા. મૂળાક્ષરો અને સ્વરમાત્રાઓને સુશોભનાત્મક મરોડ આપવાની પ્રથાને લીધે અક્ષરોની જમણી બાજુની ઊભી રેખાના નીચલા છેડા ડાબી બાજુ વળાંક લેવા લાગ્યા, જેને કુટિલ લિપિ કહે છે. આ સમય દરમ્યાન હલત્ત અક્ષરને ચાલુ પંક્તિમાં સરખા કદમાં લખવામાં આવતો અને નીચે જમણી બાજુ જતી ત્રાંસી રેખા ઉમેરવામાં આવી.
આ સમયગાળા દરમ્યાન મધ્ય એશિયામાં gyzyની ગુફામાંથી કુમારલાતની કલ્પનામડિતિકા'ની તાડપત્રીય હસ્તપ્રત (ઈ.સ. ૫ મી સદી) ગુખકાલીન બ્રાહ્મી લિપિની મળી છે. એમાં
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainelibrary.org