________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પટ્ટધર રૂપે સૂર્યસમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની પુનીતપાવન નગરી છાણીમાં સં. ૧૯૭૩ના મહા વદ ૬ને દિવસે તેમનો જન્મ થયો. શૈશવમાંથી જ સંયમજીવનના શણગાર સજવાનાં સ્વપ્નાં સેવવાં માંડ્યાં, પરંતુ ત્રણ ભાઈઓ વચ્ચે એક જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મેળવવી અત્યંત કઠિન બની ગઈ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી એવી ચડે કે હિમાલય જેવો અવરોધ પણ નહીં નડે તેની પ્રતીતિ થાય. એક દિવસ કોઈ સુવર્ણ પળે પ્રવ્રજ્યા અંગીકાર કરવાના નિશ્ચય સાથે ઘરમાં કોઈને પૂછ્યા વિના નીકળી પડ્યા. પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાર્થના કરી કે, દીક્ષા પ્રદાન કરો. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સંસારી મામા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યા.
દીક્ષા સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરંભથી જ અંતરની અવિરામ લગનીથી આઠ-દસ કલાક એકધારું અધ્યયન શરૂ કર્યું. કોઈ મળવા આવે તો શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય! પરિણામે ત્રણ જ વર્ષમાં સંસ્કૃત ટીકા વાંચતાં થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકોની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં ‘પંડિત મહારાજ' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. પૂ. આ. શ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજ તો રમૂજમાં કહેતા કે, “આ તો કોઈ કાશીનો પંડિત લાગે છે!’ ધર્મ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિમાં અપ્રતિમ નિપુણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિદ્યોપાસના કરી રહ્યા છે. રોજ દસેક કલાક વાચન-મનન-લેખન ચાલે જ, પરિણામે તેઓશ્રી અનેક ગ્રંથોનું સંપાદન-લેખન-પ્રકાશન કરી શક્યા છે. પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજના ગહન ગંભીર દાર્શનિક ગ્રંથ ‘અધ્યાત્મોપનિષદ’, ‘વિજયોલ્લાસ મહાકાવ્ય' પર સરળ, સુગમ અને સુંદર ટીકાઓ લખીને સંસ્કૃતના પ્રગલ્ભ અને પ્રખર વિદ્વાન તરીકેની પ્રતિભા સિદ્ધ કરી છે. અત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીજી મહારાજના મહાગ્રંથ ‘લલિતવિસ્તરા' અને તેની પંજિકા ઉપર ગીર્વાણગિરામાં ટીકા રચી રહ્યા છે. પૂજ્યશ્રીએ ‘દશવૈકાલિક’, ‘ઉત્તરાધ્યયન' જેવા આમિક ગ્રંથો તેમ જ ‘લલિતવિસ્તરા’, ‘તત્ત્વન્યાયવિભાકર’ જેવા દાર્શનિક ગ્રંથોના ગુજરાતી અનુવાદો આપી સાહિત્યોપસના કરી છે.
આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્ર દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. ગુજરાત,
Jain Education International
૪૫૧
મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર આદિ પ્રાન્તોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી રહ્યા છે; તેના ફળ સ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘોએ એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને ‘કર્ણાટકકેસરી' ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતોની પણ છે. ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસદૃશ્ય વિશાળ સંગેમરમરનું ભવ્ય જિનાલય ખડું કરવામાં આવ્યું અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા મહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને સં. ૨૦૨૬ના માગશર સુદ ૬ને દિવસે આંધ્રપ્રદેશના આદોનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તપ-આરાધના અને સાહિત્યસર્જન માટે, વિવિધ પ્રાન્તોના વિહારથી જિનશાસનની પ્રભાવના માટે પૂજ્યશ્રીને ચરણે કોટિ કોટિ વંદના!
તા. કે. પૂજ્ય આચાર્યશ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ના ચૈત્રી ઓળીના દિવસોમાં અંકલેશ્વર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. અંકલેશ્વરમાં તથા ૐકાર તીર્થમાં વિશાલ ગુરુમંદિર નિર્માણ થયેલ છે.
પૂ. ૐૐકારતીર્થ સ્થાપક આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.ના સંયમ-પર્યાયની અનુમોદના ગણિવરશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી ભક્તોના સૌજન્યથી પીયૂષપાણિ શાસ્ત્રવિશારદ– કવિરત્ન પૂજ્યપાદ આચાર્યભગવંત
શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ
શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી જિનશાસનની સુવિશુદ્ધ પરંપરામાં થયેલા પરમપ્રભાવક મહાપુરુષ હતા. તેઓએ જૈન શાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો હતો અને શાસનના સાતે-સાત ક્ષેત્રોમાં વચલા ગાળામાં
પ્રવેશેલી શિથિલતા દૂર કરી. અપૂર્વ ચેતના પ્રગટાવી એને અભિનવ સંસ્કારો આપ્યા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org