________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ભારતભૂષણ મહાપુરુષો
પૂર્વકાળથી જૈનાચાર્યોનો રાજ્યસત્તા ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. સિદ્ધસેન દિવાકરસૂરિ, આચાર્યશ્રી બપ્પભદ્રીસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે અનેકાનેક પૂજ્ય સૂરિવર્યોએ રાજ્યશાસન ઉપર પોતાની પ્રભાવછાયા પ્રસારીને જૈનશાસનની જ્યોતિને વધુ ને વધુ દીપ્તિમંત બનાવી હતી. આજે રાજાશાહી શાસનપ્રથા અસ્તિત્વમાં નથી. રાજાશાહીનું સ્થાન લોકશાહીએ લીધું છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં સત્તા એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતી તેમ કાયમી કે વંશપરંપરાગત પણ નથી હોતી. તે સંયોગોમાં રાજકારણ ઉપર વર્ચસ્વ કે પ્રભાવ એ ઘણી મુશ્કેલ બાબત બની છે. પૂર્વના રાજાઓ જેવી સાત્વિકતા પણ આજના રાજ્યકર્તાઓમાં જડવી મુશ્કેલ બની હોવાથી ક્યારેક રાજકારણીઓ સાથેના સંબંધો બહુ હિતાવહ પણ રહેતા નથી. તે છતાં, આવા વિકટ સંયોગોમાં પણ અનેક પૂ. આચાર્ય ભગવંતો રાષ્ટ્રીય માન અને ગૌરવને ધારણ કરી રહ્યા છે અને પ્રભુશાસનના અહિંસા આદિ દિવ્ય સંદેશને દિગંતમાં પ્રસરાવી રહ્યા છે.
પૂ. મુનિશ્રી મોહનલાલજી મ.સા. લે. મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી મ.
પૂ.શ્રીનો જન્મ-વિ.સં. ૧૮૮૭ ચાંદપુર (મથુરા) વિ.સં. ૨૦૪૬-૪૭નું વર્ષ મુંબઈમાં જૈન મુનિ ભગવંતોનું વિહાર– વિચરણનું શતાબ્દી વર્ષ છે. જૈન મુનિ તરીકે સૌપ્રથમ મુંબઈમાં પ્રવેશ કરનાર સ્વ. પૂજ્યશ્રી મોહનલાલજી મહારાજ હતા. આ ઘટનાને ઐતિહાસિક દરજ્જો મળી ચૂક્યો છે. વિ.સં. ૨૦૬૩ના ચૈત્ર વદ-૧૨નો દિવસ પૂ.શ્રીની ૧૦૦મી સ્વર્ગારોહણ-શતાબ્દી વર્ષ તરીકે ઉજવાયો.
વિ.સં. ૧૯૪૭માં મુંબઈ મહાનગરીમાં પૂ.શ્રીનું પદાર્પણ થતાં જૈન સંઘ આનંદવિભોર બની ગયો અને ભાયખલામાં પ્રવેશ પછી માધવબાગના એક ભાગરૂપે વાડીનું લાલબાગમાં રૂપાંતર થયું. લાલબાગનું નામકરણ પણ પૂ.શ્રીના નામથી થયું. શ્રી મોહનલાલજીમાંથી લાલ + બાગ = લાલબાગનો જન્મ થયો.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મુંબઈના ટાપુ ઉપર અંગ્રેજોની વસતી પણ ઘણી મોટી હતી. એટલે મુંબઈ મ્લેચ્છોની નગરી તરીકે જાણીતું હતું, ત્યારે બીજી બાજુ જૈનોની સંખ્યા વ્યાપારાર્થે આવતી હતી. જિનમંદિરો હતાં પણ જૈન સાધુઓ ન હતા. જો કે વસઈની ખાડી ઉપર રેલવે બ્રીજ હતો પણ પગપાળા વિહાર કરીને પહોંચવું મુશ્કેલ હતું. ગત શતકમાં શ્વેતાંબર જૈનપરંપરામાં મંદ પડેલી ધર્મભાવનાને ઢંઢોળીને પ્રાણ પૂરના પૂજ્યશ્રી હતાં. તેવી જ રીતે બીજા મહાત્માઓ પણ હતા. તેમાં
Jain Education International
૪૩૫
વિશેષ ઉલ્લેખનીય બુટેરાયજી મહારાજ, આત્મારામજી (વિજ્યાનંદસૂરિ) મહારાજ, બુદ્ધિસાગરસૂરિ મ., વિજય શાંતિસૂરિ મ. વગેરે જેવા મહાપુરુષોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
આપણે આશ્ચર્યચકિત થઈએ તેવી વાત તો એ છે શ્રી બુટેરાયજી મ. ક્ષત્રિય હતા. આત્મારામજી જન્મે બ્રહ્મક્ષત્રિય હતા. બુદ્ધિસાગરસૂરિજી પાટીદાર હતા અને યોગી શાંતિસૂરિજી જન્મે રબારી–આહિર હતા અને આપણા શ્રી મોહનલાલજી મ. જન્મે બ્રાહ્મણ હતા.
આ મહાપુરુષોનું જૈન ધર્મ માટેનું યોગદાન અપૂર્વ હતું. આપણા ચરિત્રનાયક શ્રી મોહનલાલજી મ.ના જીવનમાં નોંધપાત્ર ઘટનાઓ આ મુજબ છે :
(૧) જન્મે બ્રાહ્મણ હતા. વિદ્યાભ્યાસ પછી યતિદીક્ષા લીધી હતી. ત્યાગ-સંયમમાં રુચિ જાગૃત થતાં યતિજીવનની જાહોજલાલી છોડીને સંવેગી દીક્ષા લીધી.
(૨)
(૩) ગચ્છ-સંપ્રદાયની દૃષ્ટિએ ખરતરગચ્છની સમાચારી પછી તપગચ્છની સમાચારી સ્વીકારી હતી. તેમનું આ સમન્વયકારી પગલું હતું. તેઓ બંને પક્ષે ઉદાર હતા. (૪) પોતે મુનિ તરીકે રહીને શિષ્યપરિવારને ગણિ તથા પંન્યાસ
પદવી આપીને તેમનું મૂલ્યાંકન કર્યું હતું.
(૫) સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરીને તેમણે જૈન સાધુઓનો વિહારમાર્ગ ખુલ્લો કર્યો હતો. એ શ્રેય તેમને જ જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org