________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મથુરા નગરી : ઇતિહાસ, સાહિત્ય સ્થાપવ્યના પરિપ્રેક્ષ્યમાં
અને
(જૈન તથા જૈનેતર શાસ્ત્રની દૃષ્ટિએ)
જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના શિષ્યો —પૂ. પંન્યાસપ્રવર શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર મ., પં. ગુણસુંદરવિજયજી ગણી
પ્રાચીનકાળમાં જૈનોએ શ્રેષ્ઠ ગુફાઓ કોતરાવી છે. એમાં અતિ પ્રાચીન ખંડિંગરઉદયગિરિની–ઓરિસ્સાની જૈન ગુફાઓ ગણાય છે. ભુવનેશ્વરના પ્રાંગણમાં જ છે. લગભગ ૨૩૦૦ વર્ષો પહેલાંની આ ગુફાઓમાં ઉત્તમ કોતરણીવાળાં શિલ્પો છે. જ્ઞાનસભાનું પ્લેટફોર્મ છે. સાધુઓ તથા વિદ્યાર્થીઓના આવાસો છે, પ્રાર્થનાખંડો છે, તોરણો, દેવદેવીઓ, અપ્સરાઓ, નર્તિકાઓ, વેલ–બુટ્ટા વગેરેની કોતરણી છે.
પં. શ્રી ભુવનસુંદરવિજયજી મ.સા.
પં. શ્રી ગુણસુંદરવિજયજી મ. સા.
એવી જ પ્રાચીન ગુફાઓ જીર્ણ હાલતમાં વિદિશામાંથી મળી છે. દક્ષિણમાં મદુરાઈથી થોડે દૂર સિતન્નવાસલની ચિત્રોથી અલંકૃત ગુફાઓ છે. ‘સિદ્ધનો વાસ’ એવા અપભ્રંશ શબ્દોના નામવાળી આ ગુફાનાં રંગીન ચિત્રો અજંતાનાં ચિત્રો કરતાંય વધુ પ્રાણવાન છે. એ ગુફાઓ પાંચમી-છઠ્ઠી સદીની છે.
ઇલોરામાં આવેલી ‘ઇન્દ્રસભા’ નામની જૈન ગુફા તો વિશ્વમાં નામ કાઢી ચૂકી છે. એના સ્તંભ, હાથીઓ, સભાખંડો વગેરે પહાડને કોતરીને બનાવવામાં આવ્યા છે. આખું મંદિર કોતરવામાં આવ્યું છે. કરોડો ટન પત્થર કોતરી કાઢવામાં આવ્યો છે અને બાકીનો પહાડ આખેઆખો છે તે આ ગુફા. એવી પાંચેક મહત્ત્વની ગુફાઓ ત્યાં છે. ઇલોરાની ગુફાઓની દીવાલો પર ઉત્તમ ચિત્રો છે. અજંતામાં પણ એક જીર્ણ જૈન ગુફા મળી આવી છે.
Jain Education International
393
મથુરામાં, તક્ષશિલામાં, અવધમાં, મહાકોસલમાં એવાં જૈન સ્થાપત્યો મળી આવ્યાં છે, જેની શિલ્પમુદ્રાઓ, ઉત્કીર્ણ લેખો, પ્રતિમાઓ, અલંકારો તત્કાલ પ્રજાની સંસ્કૃતિ અને શિલ્પવિદ્યાના અતિ ઉચ્ચ પ્રકારના નમૂનારૂપ છે. મથુરા નગરી જે સમયે સમૃદ્ધિપૂર્ણ હતી તે વખતે ત્યાં અનેક જૈન ધનાઢ્યો વસતા હતા. તેમના દાનથી થયેલા મંદિરોની જે સામગ્રી કંકાલી ટેકરીમાંથી મળી આવે છે તેમાં જૈન પ્રતીકોથી ભરપૂર તક્ષણ પ્રચુરતાવાળી અનેક પ્રતિમાઓ મથુરા મ્યુઝિયમમાં છે. તે એ કાળની કલાની ચરમસીમા રજૂ કરે છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન સર્વકોઈ તત્કાલીન દેશવ્યાપી કલાસ્વરૂપોનો પોતપોતાના ધર્મ માટે વિના સંકોચે ઉપયોગ કરતા. બધાનાં પ્રતીકો એક જ શિલ્પભંડારમાંથી મળી રહેતાં. વૃક્ષ, કઠોડા, ચક્રો, શણગારો બધાં સરખાં હતાં.
જૈન ધર્મનાં ઈ.સ.પૂ.નાં પુરાતન અને આજ સુધીનાં શિલ્પોથી પાકી સાક્ષી આપતા ભૂતકાળના મહત્ત્વના
For Private & Personal Use Only
www.jainelibrary.org