________________
શાશ્વત સૌરભ ભાગ-૧
બાદ પોતાના પુત્ર વૃદ્ધરથને પોતાની ગાદી પર સ્થાપી પરલોકમાં ગયો. બૌદ્ધધર્મના અનુયાયી એ વૃદ્ધરથ રાજાને મારી નાખીને તેનો સેનાપતિ પુષ્યમિત્ર, મહાવીરપ્રભુના નિર્વાણથી ૩૦૪ વર્ષ પછી પાટલીપુત્ર રાજ્યની ગાદી પર રાજા બન્યો.
આ બાજુ હવે વૈશાલી નગરીનો રાજા ચેટક શ્રી વર્ધમાન-મહાવીર તીર્થંકરદેવનો ઉત્કૃષ્ટ શ્રમણોપાસક હતો. એના ભગિનીપુત્ર (મતાંતરે પુત્રી ચેલણાનો પુત્ર) ચંપાનગરીના રાજા કુણિકે એનો સંગ્રામમાં પરાજય કર્યો એટલે એ અણસણ કરી સ્વર્ગમાં ગયા.
સેનાપતિ પુષ્યમિત્ર રાજદ્રોહ કરી પટણાની ગાદીએ ચડી બેઠો હતો. તેણે ધર્માંધ બની જૈન શ્રમણો અને બૌદ્ધ શ્રમણો વગેરેનો શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો હતો. આથી જૈન શ્રમણો એકદમ કલિંગ તરફ ચાલ્યા ગયા, તેઓનું પઠન-પાઠન બંધ થયું અને જિનાલયોને મોટો ધક્કો લાગ્યો. આ સમયે કલિંગરાજ ભિક્કુરાય ખારવેલ પરમ જૈન હતો. તેણે પ્રથમ પુષ્યમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો, પછી કલિંગમાં આવી આ. સુસ્થિતસૂરિ અને આ. સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણ સંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી.
‘હિમવંત સ્થવિરાવલી'માં લખ્યું કે, મુનિસંમેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ. બલિસ્સહસૂરિ, દેવાચાર્ય, આ. ધર્મસેન વગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિતસૂરિ વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, રાજા ભિક્કુરાય, સીવંદ, ચૂર્ણક, સેલક વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકઠાં થયાં હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આ. બલિસ્સહસૂરિએ આ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાસ્ત્રોની રચના કરી હતી.
રાજા મહામેઘવાહન ખારવેલ :-આ. સુસ્થિતસૂરિ અને આ. સુપ્રતિબદ્ધસૂરિ આચાર્યના સમયમાં પૂર્વ ભારતમાં મહામેઘવાહન નામનો મહાપ્રતાપી અને જૈન ધર્મનો મહાપ્રભાવક રાજા થયો છે. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ
મહામેઘવાહન રાજા ખારવેલ તે ‘હિમવંત સ્થવિરાવલી'ના કથન મુજબ વિશાલા નગરીના ગણસત્તાક રાજ્યતંત્રનાં પ્રમુખ, પરમાર્હતોપાસક મહારાજા ચેડા (ચેટક)નો
Jain Education International
369
વંશજ છે. મહારાજા ચેડા અને મગધસમ્રાટ કોણિક વચ્ચે ભયંકર યુદ્ધ થતાં આખરે મહારાજા ચેડા અનશન કરી મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે. આ વખતે મહારાજા ચેડાનો પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને કલિંગ દેશમાં તે વખતના રાજા સુલોચનના આશ્રમે ગયો. કલિંગરાજાઓ ભગવાન શ્રી પાર્શ્વનાથના ઉપાસક જૈન હતા. કલિંગનરેશ સુલોચનરાય પણ જૈન હતો. તેને સંતાનમાં પુત્ર ન હતો, માત્ર એક પુત્રી હતી. સુલોચનરાયે પોતાની કન્યા અને રાજ્ય બન્ને શોભનરાયને આપ્યાં. તેના મૃત્યુ પછી શોભનરાય કલિંગાધિપતિ બન્યો અને તેનો વીર સં. ૧૮માં કનકપુરમાં રાજ્યાભિષેક થયો. શોભનરાય પણ પોતાના પિતાની જેમ પરમ જૈનધર્મી હતો, તે કલિંગદેશમાં આવેલ શત્રુંજયાવતારરૂપ કુમારિગિર તથા ઉજ્જ્વતાવતાર રૂપ કુમારીગિરિ તીર્થ ઉપર યાત્રા કરવા ગયો. અહીં રાજા શ્રેણિકના સમકાલીન રાજા સુલોચનરાયે શ્રમણોને ધ્યાનાદિ કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમજ શ્રી સુધર્માસ્વામીના હાથે સુવર્ણની શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી, એટલે આ સ્થાન તીર્થરૂપ તો હતું જ, તેમાં શોભનરાયે આ તીર્થનો મહિમા વધારી ખૂબ પ્રચાર કર્યો.
આ શોભનરાયની પાંચમી પેઢીએ વીર સં. ૧૪૯માં કલિંગની ગાદીએ ચંડરાય આવ્યો. તેના સમયમાં મગધના નંદવંશના આઠમા રાજા મહાનંદે અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી થઈ, દેશ પાયમાલ થયો, કન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. નંદરાજ ગુસ્સામાં કુમારગિરિ ઉપરના મંદિરને તોડીને ૠષભદેવની સુવર્ણમૂર્તિને પટણા (પાટલીપુત્ર) લઈ ગયો.
આ પછી વીર સં. ૨૨૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગનો રાજા બન્યો. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયો હતો એટલે મગધસમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેનો સામનો કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તો અશોકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલ્મ ગુજારી, કલિંગરાજને હરાવ્યો અને કલિંગની સંપત્તિ લૂંટી લીધી. આ ઘટના વીર સં. ૨૩૯માં બની છે. અશોકે કલિંગરાજને હરાવ્યો પછી અહીં મૌર્ય સંવત ચલાવ્યો. ભારતીય ઇતિહાસકારો અને બૌદ્ધ ગ્રંથો સુદ્ધાં લખે છે કે અશોકના હાથે આ છેલ્લો જ મહાભયંકર માનવસંહાર થયો હતો. અહીંનાં વીરતાભર્યાં બલિદાનો અને કરુણ દૃશ્યો જોઈને આખરે અશોકનું
For Private & Personal Use Only
www.jainelibrary.org