________________
૩૪
વળી, ભિક્ષુરાયે કુમારિગિર પર નવી ગુફાઓ બનાવી, તેમાં મોટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, શ્રી શ્રમણસંઘને આમંત્રી મોટું શ્રમણ-સંમેલન કરાવ્યું, જેમાં બીજી આગમવાચના કરાવી જિનાગમોને વ્યવસ્થિત કરાવ્યા. આ ઘટનાઓથી આ વખતે કુમારિગિર મહાન તીર્થરૂપ બન્યું હતું. ભિક્કુરાય જૈન શાસનની મહાન પ્રભાવના કરી વીર સં. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યો. એનો પુત્ર વક્રરાય કલિંગનો રાજા બન્યો. તે જૈન ધર્મનો મહાન ઉપાસક થયો છે. એનું વીર સં. ૩૯૫માં સ્વર્ગગમન થયું. (હિમવંત સ્થવિરાવલી).
વિ. સં.ની બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાલા જૈન સ્તૂપથી તથા ત્યાંનાં કેટલાંક બીજાં સ્થાનોથી મળેલાં પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે પણ ત્યાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો, એટલું જ નહીં પરંતુ મથુરા જૈનોનું એક કેન્દ્રસ્થાન હતું. અર્હતુ (મહાવીર−) વર્ધમાનનું એક નાનું મંદિર બંધાવ્યાનો તેમાં લેખ છે, ઉપરાંત કેટલાક આચાર્યોનાં ગણ, શાખા વગેરેનો ઉલ્લેખ છે. આ આચાર્યોનાં નામ, ગણ શાખા વગેરે શ્વેતાંબર કલ્પસૂત્રમાં જે આપેલ છે તેની સાથે મળતાં આવે છે તેથી તે શ્વેતાંબર સિદ્ધ થાય છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ),
મુનિરાજશ્રી જિનવિજયજી મ. શ્રી એ સંગ્રહિત-સમ્પાદિત પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧ (પ્રગટકર્તા શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર)માં એઓશ્રી જણાવે છે કે ખંડિંગર અને ઉદયગિરિની ગુફાઓ પૈકી કેટલીક ઈ.સ. પૂર્વે ત્રીજા સૈકા પહેલાંની છે. અહીંની હાથી ગુફાનો લેખ-ખારવેલનો લેખ જે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ ઉકેલેલો છે એનું સંશોધન ગુર્જર સાક્ષર શ્રીયુત્ કેશવલાલ હર્ષદરાય ધ્રુવે જે કરેલું છે તેનો સાર અહીં આપેલ છે.
ઈ.સ. પૂર્વે ૧૬૫ની સાલમાં કલિંગના મહામેઘવાહન ખારવેલ રાજાએ મગધદેશ ઉપર ચડાઈ કરી. રાજા ખારવેલ અને એના પૂર્વજો જૈન હતા-એ રાજાનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૯૭ની સાલમાં થયો હતો. એ પ્રતાપી-યુદ્ધવીર-દાનવીર-ધર્મવીર રાજાએ મગધરાજને નમાવ્યા પછી ઉત્તરા ના બીજા રાજાઓને પણ નમાવ્યા. પૂર્વે જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી (આદિનાથ) ૠષભદેવની પ્રતિમાજી જે નંદરાજ ઉપાડી ગયો હતો તે આ મૂર્તિ આ રાજાએ આ સવારીમાં પાટલીપુત્રથી પાછી મેળવી અને આ જૈન વિજેતાએ નવા ભવ્ય જૈનપ્રાસાદમાં ભારે ઉત્સવપૂર્વક સમારંભથી તેની સ્થાપના કરી.
Jain Education International
ધન્ય ધરાઃ
મથુરાની કંકાલી ઢીલી અને જેન ધર્મની અતિ પ્રાચીનલા
મૂળ લેખક : ચંદ્રચૂડ ચતુર્વેદી, ‘જૈન જ્યોતિ' પુસ્તક બીજું, અંક સાતમો, ચૈત્ર ૧૯૮૯ કુલ અંક ૧૯, તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ, સહતંત્રી : નાગકુમાર મકાતી B.A.L.L.B. અનુવાદક વિહારી : જ્યોતિ કાર્યાલય, હવેલીની પોળ, રાયપુર, અમદાવાદમાંથી કાંઈક :
કંકાલી ટીલો મથુરાથી નૈૠત્યમાં આગ્રા અને ગોવર્ધન તરફ જતી સડકોના વચમાં છે. આ ટીલામાંથી બે હજાર વર્ષથી પણ અધિક પુરાણાં જૈનમંદિરોના અવશેષો નીકળ્યા છે, તે અવશેષો સ્તૂપ, તોરણ, આયાગપટ (સમ્માનસૂચક ફલક) ખાંભા, ખાંભાની ઉપરના ભાગ, પાટછત્ર, મૂર્તિ વગેરે સ્વરૂપમાં છે. એ ટીલામાંથી આશરે ૧૧૦ શિલાલેખ પણ નીકળ્યા છે. આ લેખો તથા પુરાણા પદાર્થોથી જૈન ધર્મ સંબંધી અનેક નવીન બાબતોનો ખ્યાલ થયો છે. આથી એ પણ નક્કી થયું છે કે જૈન ધર્મ તે બોદ્ધ ધર્મની શાખા નથી, તે એમાંથી નીકળ્યો નથી. ઈ.સ. પૂર્વે દોઢસો-બસો વર્ષ પહેલાં પણ મથુરામાં જૈન મંદિરો હતાં, આ ધર્મની દીક્ષા સ્ત્રીઓ પણ લેતી હતી તથા જૈન ધર્મના આચાર્યો સ્થાને- સ્થાને વ્યાખ્યાનો આપી લોકોને જૈન ધર્મ તરફ ખેંચતા હતા.
ડૉ. ફુહરરે ઈ.સ. ૧૮૮૯માં ગવર્નમેન્ટ પર પુરાતત્ત્વ સંબંધી જે રિપોર્ટ મોકલ્યો તેમાં કંકાલી ટીલામાંથી મળેલ
અનેક વસ્તુઓનું વર્ણન છે, જેમાંથી કેટલાકનાં નામ અમે નીચેઆપીએ છીએ. શ્વેતાંબર-તીર્થંકરોની ૧૦ મૂર્તિઓ તેની પર લેખ પણ છે, જે પૈકીના ચાર લેખો તો એવા છે કે જેનાથી જૈન ઇતિહાસની કૈંક વિશેષ પરિસ્થિતિ માલૂમ પડે છે. તેમાં એક લેખ તો એવો છે કે જેની લિપિ ઉપરોક્ત લેખથી પણ જૂની છે, જે ઈ.સ. પૂર્વે ૧૫૦ વર્ષની અગાઉ ખોદાયેલ છે. આ લેખ એક મંદિરનો છે, જેમાં મંદિર કરાવનારનું પણ નામ છે. આથી એ સિદ્ધ થાય છે કે મથુરામાં ઈ.સ. પહેલાંનાં સેંકડો વર્ષ પહેલાં જૈન-મંદિર હયાત હતાં. બીજો લેખ એક મૂર્તિની ડાબી બાજુ ખોદેલ છે. તેમાં લખેલ છે કે આ મૂર્તિ ઈ.સ. ૧૫૬ની લગભગમાં સ્થાપેલ હતી અને તે એક એવા સ્તૂપ ઉપર હતી કે જેને દેવોએ બનાવ્યો હતો. તે સ્તૂપ પણ મળી આવ્યો છે. ખોદતાં ખોદતાં ઈ.સ. ૧૮૯૦માં નીકળેલો સ્તૂપ ઈશુખ્રિસ્તનાં અનેક શતક પહેલાં બન્યો હતો. ડૉ. ફુહરરે ઈ.સ.
For Private & Personal Use Only
www.jainelibrary.org