________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સુવિશાળ મુનિગણસર્જક, વાત્સલ્યમૂર્તિ, જૈનશાસનનો સ્તંભ, સિદ્ધાંતમહોદધિ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ —મુનિ શ્રી મહાબોધિ વિજયજી
જેમનું નામ અને જેમના કામની નોંધ લીધા વિના વીસમી સદીનો ઇતિહાસ અધૂરો ગણાય તે આચાર્ય ભગવંત એટલે સાદગી-સરળતા અને સાધનાનો ત્રિવેણી સંગમ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા.
પંચિંદિયસૂત્રમાં આચાર્ય ભગવંતના ૩૬ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલો જ શબ્દ છે પંચિંદિયસંવરણો. આચાર્ય ભગવંતની પાંચે ઇન્દ્રિયો સંવૃત હોય.
પૂજ્યશ્રીનો પોતાની પાંચે ઇન્દ્રિયો ઉપર ગજબનો કંટ્રોલ હતો. પ્રત્યેક ઇન્દ્રિયો ઉપર અદ્ભુત કાબૂ હતો. આપણે એકેક ઇન્દ્રિયો ઉપર ક્રમશ: વિચારીએ.
(૧) સ્પર્શનેન્દ્રિય : અનંતકાળથી આપણી સાથે કોઈ એક ઇન્દ્રિય રહી હોય તો તે છે સ્પર્શનેન્દ્રિય. સ્પર્શનેન્દ્રિયનો અસંયમ જીવને ફરી પાછો અનંત કાળ માટે નિગોદાદી ગતિમાં ધકેલી દે છે. પૂજ્યશ્રી પોતે આ વિષયમાં અત્યંત જાગૃત હતા.....તેથી બને ત્યાં સુધી પોતાનું શરીર પણ બીજા મહાત્માઓ પાસે દબાવતા નહીં. ગમે તેવો થાક હોય તો તેને સહી લેતા. જેવા પોતે જાગૃત હતા. એવા જ પોતાના શિષ્યો માટે પણ આ વિષયમાં ખૂબ કાળજી રાખતા. બે સાધુઓને પણ પરસ્પર બેસતી વખતે અંતર રખાવતા, રાત્રે સૂતી વખતે બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો કરાવતા. અનંતકાળના કુસંસ્કારો નાનકડું નિમિત્ત મળતાં પુનઃ જાગૃત ન થઈ જાય તે માટે તેઓશ્રીની કેવી અદ્ભુત કાળજી હતી !
(૨) રસનેન્દ્રિય ઃ પાંચ ઇન્દ્રિયોમાં ખતરનાક ઇન્દ્રિય હોય તો તે જીભ છે. જીભના મુખ્ય બે કામ. બોલવું અને ખાવું. બંને પ્રકાર ઉપર પૂજ્યશ્રીનો અપૂર્વ સંયમ હતો. કામ પડે તો જ બોલવું, બને તેટલું પરિમિત બોલવું અને જેટલું બોલવું પડે તે પણ પ્રિય બોલવું. આ પૂજ્યશ્રીનો સિદ્ધાંત હતો. સાથે આહારની બાબતમાં પણ પૂજ્યશ્રી એટલા જ સાવધ હતા. ૬૮ વર્ષના દીક્ષા પર્યાયમાં મોટાભાગે પૂજ્યશ્રીએ એકાસણાં કર્યાં. આ એકાસણાં પણ બિલકુલ સાદા રહેતાં. મેવો, મીઠાઈ અને ફૂટનો આજીવન તેઓશ્રીને ત્યાગ હતો. ઘણીવાર તો ચોમાસામ અભિગ્રહ સાથે એકાસણાં કરતા. દાળ અને રોટલી, દૂધ અને
Jain Education International
૩૯૩
રોટલી. આમ બે દ્રવ્યથી એકાસણું કરીને ૭ મિનિટમાં ઊભા થઈ જતા. સાવ સાદો ખોરાક લેવા છતાં તેમાં આસક્તિ ન થઈ જાય એની પણ જાગૃતિ હતી. આચારાંગસૂત્રનું એક વાક્ય છે. णो वामाओ हणुयाओ दाहिणं कुज्जा, णो दाहिणाओ हणुयाओ વામાગો નુવં પુખ્ખા । સાધુ વાપરતી વખતે કોળિયો જમણેથી ડાબે ન લઈ જાય, ડાબેથી જમણે ન લઈ જાય. સાપ જેમ દરમાં જાય એવી રીતે એમના મુખમાંથી કોળીયો બંને બાજુ ન ફરતાં એક જ બાજુથી સીધો નીચે ઊતરી જતો.
(૩) ઘ્રાણેન્દ્રિય : સાધુપણામાં લગભગ આ વિષયની આસક્તિ નહિવત્ જેવી હોય છે, કારણ કે આ વિષયની આસક્તિ થાય તેવાં સાધનોનો ઉપયોગ જ નથી કરવાનો. સુગંધી બામ કે સુગંધી સાબુ પોતે વાપરતા નહીં, વાપરવા દેતા નહીં.
(૪) ચક્ષુરિન્દ્રિય : મનમાં પાપને પ્રવેશવાનું દ્વાર એટલે આંખ, પૂજ્યશ્રીનો પોતાની આંખ ઉપર જબરજસ્ત કમાંડ હતો. એમનાં વિશાળ નેત્રો જોતાં સ્પષ્ટ જણાઈ આવે કે તેઓ કરુણાના ભંડાર છે. જેમની આંખો કરુણાથી ભરપૂર હોય એમનું મન કરુણાથી તરબતર હોય એમાં ક્યાં સવાલ છે? ૬૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ કોઈ સ્ત્રી કે સાધ્વીની સામે આંખ ઊંચી કરીને વાત નથી કરી. વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે એમનાં નયનો નીચાં ઢળેલાં રહેતાં. એક જ્યોતિર્વિદે પૂજ્યશ્રીની કુંડલી જોઈને કહ્યું હતું. “આ મહાપુરુષને પોતાની જિંદગીમાં ક્યારેય લેશમાત્ર વિકાર સ્પર્શો નથી.” પૂજ્યશ્રીની સૂક્ષ્મ દૃષ્ટિ તો જુઓ! પોતાની દૃષ્ટિ ક્યાંય ફસાઈ ન જાય એ માટે વર્તમાનપત્રો, સચિત્ર પુસ્તકો કે ફોટાઓના આલબમ તરફ પણ તેઓ નજર ન કરતા. સહવર્તી સાધુઓને પણ આ વિષયમાં સાવધ રહેવા માટે વારંવાર પ્રેરણા કરતા.
(૫) શ્રોત્રેન્દ્રિય : અંતિમ ઇન્દ્રિય છે કાન. કાન દ્વારા વિકથાનું શ્રવણ તો તે કદી ન કરતા, સાથે વિકાર ઉત્પન્ન થાય તેવા શબ્દોથી પણ દૂર રહેતા. આજુબાજુમાં સ્ત્રીઓનો વસવાટ હોય તો તેવી વસતીમાં વાસ ન કરતા. એમની નિશ્રામાં બહેનો ગીતો-ગહુંલી ગાઈ ન શકતા. મીઠા-મધુરા શબ્દો કાન દ્વારા અંદર પ્રવેશી જઈને ક્યાંક પોતાની સાધનાને ખળભળાવી ન નાખે એ ગણતરીથી.
આમ પાંચે ઇન્દ્રિયોના આશ્રવો ચિત્તમાં પ્રવેશીને ચિત્તની પ્રસન્નતા ચોરી ન જાય તે માટે પળેપળ ક્ષણેક્ષણ પૂજ્યશ્રી એલર્ટ રહેતા. કોટિકોટિ વંદન પૂજ્યશ્રીના ચરણકમળમાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org