________________
४०४
ધન્ય ધરા:
પાલીતાણામાં ૧૯૭૭માં નંદલાલ દેવલુક સંપાદિત વિશ્વની અસ્મિતા' ગ્રંથતા વિમોચન પ્રસંગે પ.પૂ.આ.શ્રી
ધર્મસૂરિદાદાની પ્રેરક નિશ્રામાં યોજાયેલા શાનદાર
સમારોહમાં ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ પટેલ જૈનાચાર્યોને વંદન કરતા નજરે પડે છે.
તેઓશ્રીએ જીવનભર જ્ઞાનની સાધના અને જ્ઞાનનો પ્રચાર સતત ચાલુ રાખ્યો હતો. સં. ૨૦૩૮માં મુંબઈ મજગામમાં તેઓશ્રી કાલધર્મ પામ્યા તેના એક દિવસ પૂર્વે, પોતાના તમામ બાલસાધુઓને એકત્રિત કરીને હિતશિક્ષા આપતાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે “સાધુજીવનને સફળ બનાવવા માટે નિરંતર સ્વાધ્યાયમાં તત્પર રહેજો. પ્રમાદ સેવ્યા વિના જ્ઞાનોપાસનામાં આગળ વધજો.” જીવનના અંતિમ દિવસે અભિવ્યક્ત થયેલ આ ભાવના એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રી સમ્યગુજ્ઞાનના કેવા અદ્ભુત અને અપ્રમત્ત આરાધક હતા!!!
(૨) આરાધનાયોગોમાં પ્રણિધાન કોઈ પણ આરાધના–અનુષ્ઠાન જ્યારે મન-વચન-કાયાનું પ્રણિધાન અર્થાત્ તલ્લીનતા આવે છે ત્યારે એ આરાધના આપણા માટે બને છે યોગ. પણ...આવી તલ્લીનતા કાંઈ દરેકને હાથવગી નથી હોતી. એ તો પૂજ્યશ્રી સમા વિરલ આત્માઓને હાથવગી હોય છે. શું દર્શનાદિ કે શું પ્રતિક્રમણાદિ : મનને વ્યર્થ વ્યાપારોમાં ન જવા દઈને દત્તચિત્તતા કેળવી રાખવામાં તેઓ માહેર હતા. કદાચ આ દત્તચિત્તતા એમના અભ્યાસકાલની નીપજ હતી. દશવૈકાલિક સૂત્ર અભ્યાસના ચાર પૈકી એક હેતુ એ જણાવે છે કે પવિતો મવસામ નિ ઉન્હાવું અર્થાતુ એકાગ્રચિત્ત બનીશ આ હેતુથી ય ભણવું જોઈએ.’ પ્રાયઃ દીર્ધકાલીન દૈનિક અભ્યાસથી સંપ્રાપ્ત આ એકાગ્રતા જિનદર્શનમાં પૂજ્યશ્રીને એવા એકાકાર બનાવી દેતી કે એનાથી સહજ આનંદની સાથે કાંઈક વિશિષ્ટ દિવ્યાનુભૂતિ પણ થાય. આ સંદર્ભમાં પૂજ્યશ્રીએ સ્વયં લખેલ એક પ્રસંગ ટાંકવા જેવો છે.
જેવું પ્રણિધાન પૂજ્યશ્રી ભક્તિના ક્ષેત્રે ધરાવતા હતા, એવું જ પ્રણિધાન પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોમાં ય ધરાવતા હતા. આ સંબંધી એક હૃદયસ્પર્શી આશ્ચર્યકારી પ્રસંગ વિ.સં. ૨૦૩૪ના તેમના પાલિતાણાના ચાતુર્માસમાં બન્યો છે.
(૩) નામનામુકત શાસનપ્રભાવનાઃ પૂજયશ્રીની શાસનપ્રભાવના નામના મુક્ત ને અભિમાનમુક્ત હતી, જે કાંઈ થયું છે એ ગુરુકૃપાથી જ થયું છે એવું દૃઢપણે માનતા અને જાહેરમાં કહેતાં. એમના જીવનના યાદગાર સાધર્મિક ભક્તિના કાર્યરૂપે, એમની પ્રેરણાપુરુષાર્થથી મુંબઈ–ભૂલેશ્વરલાલબાગમાં તૈયાર થયેલ પંચમંજલી જૈન ધર્મશાળાનો ઉદઘાટન સમારોહ યોજાયો ત્યારે પ્રવચનમાં પૂજ્યશ્રીએ કરેલ રજૂઆત આ સંદર્ભમાં ટાંકવા જેવી છે. “સેવા અને સમાજ' સામયિકે
એના તા. ૧૩-૬-૬૫ના અંકમાં પ્રગટ કરેલ પૂજ્યશ્રીના પ્રવચનમાંનો એક અંશ અક્ષરશઃ આ મુજબ છે કે :
“જૈન ધર્મશાળાના આ કાર્યની સફળતાનો સંપૂર્ણ યશ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ વગેરે વ્યક્તિઓએ મને આપેલ છે એ, સૌ કોઈની ભક્તિ અને લાગણીનું પ્રતિબિંબ છે. બાકી સાધર્મિક ભક્તિના અંગ તરીકે આ ધર્મશાળાના કાર્યમાં મને જે કાંઈ સફળતા મળી છે તેનું પ્રધાન કારણ મારા પરમ ઉપકારી દાદા ગુરુદેવ પૂ. પ્રવચનપ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ પરમકૃપાળુ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપા ઉપરાંત પ્રત્યેક કાર્યમાં સહકાર આપતા મારા નાના-મોટા સાધુઓનો સંપૂર્ણ સાથ છે.”
(૪) સંઘહિતચિંતા–સિંદૂર પ્રકર ગ્રન્થ જેની ભક્તિના ફલરૂપે શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થયાનું જણાવે છે એ શ્રી સંઘની હિતચિંતા કરવામાં પૂજ્યશ્રી ખરેખર અગ્રેસર હતા. સંઘને વ્યાપક અર્થમાં નિહાળીએ તો વર્તમાન શાસનનાં એકેએક અંગોને તેમણે પરિપુષ્ટ બનાવ્યાં હતાં ને સંઘને તે તે ગામ-નગરોમાં વિરાજતા ચતુર્વિધ સંઘરૂપે વિચારીએ તો તેની ભક્તિમાં પૂજ્યશ્રી જાગરૂક હતા. આમ, બેય રીતે સંઘના હિતચિંતક બનીને તેઓ ખરા અર્થમાં ‘સમર્થ સંઘનાયક’ બન્યા હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org