________________
શાશ્વત સૌરભ ભાગ-૧
અત્યંત સરળ હૃદયના અને વત્સલ સ્વભાવના હતા. પોતાના શિષ્યોને પિતાતુલ્ય રહીને સંભાળતા, તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. તેઓનો આજ્ઞાવર્તિ સમુદાય કુલ ૫૦ શ્રમણો અને ૨૨૫ શ્રમણીગણ પ્રમાણ હતો. વિક્રમની એકવીસની સદીનો ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૩૦ ને સોમવારે મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની જન્મભૂમિ કચ્છ-દેઢીયામાં તેઓના અજોડા ખેતરમાં સ્મૃતિરૂપે શ્રી ગુણ પાર્શ્વનાથ તીર્થ નિર્માણ પામ્યું છે. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કોટિ કોટિ વંદના!
સૌજન્ય : પૂ.આ.શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.ની પ્રેરણાથી સંઘવી પ્રેમજી ખીમજી રણશી છેડા, ગોધરા (કચ્છ) જિનશાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવેશ પૂ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. પાલનપુર પાસેનું જૂના ડીસા
શહેર. આ શહેરને અડીને વહે છે શુભ્ર સલિલા બનાસ નદી અને એથી જ નગરની પ્રાકૃતિક સમૃદ્ધિ અનેકગણી વધી જાય છે. આમેય ડીસા નગર બબ્બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તુંગ, દિવ્ય અને દેદીપ્યમાન જિનાલયો, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓ, ગુરુમંદિરો અને કીર્તિમંદિરોથી અલંકૃત છે. આ શહેરના ચૂનીલાલ છગનલાલ મહેતાને ત્યાં માતા જમનાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૭૯ના માગશર વદ દસમના દિવસે પુત્રનો જન્મ થયો. સમયના ગર્ભમાં પણ અજબ સંકેતો છુપાયેલા હોય છે. હર એક ક્ષણનો અલગ અલગ ચહેરો હોય છે. પુત્ર જન્મની એ ક્ષણ પણ માંગલ્યનો પ્રતિધ્વનિ પ્રગટ કરતી હતી.
પુત્રનું નામ પાડવામાં આવ્યું વર્ધીચંદ. જમનાબહેનને કુલ છ સંતાનો હતાં. પ્રથમ પુત્ર તે શાંતિલાલભાઈ. પછી પુત્રી મણિબહેન. પછી કાંતિલાલ, વર્ધીચંદ, રતિલાલ, અને સૌથી નાનાં તે સવિતાબહેન.
Jain Education International
૪૧૧
પુત્ર વર્ધીચંદને માતા જમનાબાઈ ભારે લાડકોડથી ઉછેરવા લાગ્યાં. ઘરમાં કશી વાતની કમી નહોતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય. હા, ચૂનીલાલભાઈનો સ્વભાવ ઘણો જ કડક હતો. તેઓ પાલનપુરના નવાબના જમણા હાથ સમા પોલીસ પટેલ હતા, એટલે સખ્તાઈ એમના સ્વભાવમાં હતી. એમનો તાપ સૂર્ય સમાન હતો પણ માતા જમનાબાઈ ઋજુ કોમળ હૃદયનાં શ્રાવિકા હતાં. તેઓ ધર્મકાર્યમાં સતત રત રહેતાં. દેવદર્શન, વર્ષીતપ, આયંબિલની ઓળી, અઠ્ઠાઈ પણ કરતાં. ગુરુભગવંતોને વંદન કરવા માટે નિયમિત જતાં. જમનાબાઈ વર્ષીચંદને પોતાની સાથે દેરાસર લઈ જતાં. તેઓ તપનાં અનુરાગી હતાં. માતાના સંસ્કાર પુત્ર વર્ધીચંદ પર પડ્યા. દર પૂનમે નાનકડો વર્ધીચંદ માતાની સાથે ભીડિયાજી તીર્થનાં દર્શન કરવા પણ જતો. ત્યાં જઈ એ ભાવથી ભક્તિ કરતો. માતાની જેમ પુત્ર વર્ધીચંદ પણ સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે સદાય ખડેપગે તૈયાર રહેતો.
વર્ષીચંદને માતા પાસેથી બાલ્યવયે પ્રભુપ્રીતિના સંસ્કાર સાંપડ્યા હતા. બાળપણે ઉપાશ્રયની દીવાલ પરની યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજની મોટી તસ્વીર જોતો ત્યારે લાંબા સમય સુધી એની આંખ ત્યાંથી ખસી શકતી નહોતી. એ તસ્વીરને જોઈને વર્ધીચંદનું અંતર ઝંકૃત બની જતું મનમાં કંઈક જુદા જ પ્રકારનો ભાવ અનુભવાતો.
પિતા ચૂનીલાલભાઈની ધાક જબરી હતી. આસપાસના પંથકમાં એમની હાક વાગતી.
પણ એમનો આ પુત્ર! પુત્ર નામે વર્ધીચંદ! દીક્ષા લેવાની રઢ લઈ બેઠો હતો! છેવટે એમનો સંકલ્પ સફળ થયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજને દિવસે વર્ધીચંદે સ્વયં સાધુનો વેશ ધારણ કરી લીધો. અઠ્ઠમ તપ હતો અને વિહાર કર્યો.
પૂ.
આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના તેઓ વિનમ્ર શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગર મહારાજ તરીકે ઘોષિત થયા. હવે તો હાથ લાગ્યો હતો એક જ માર્ગ, તપનો. એક જ માર્ગ, જ્ઞાનનો. સાધુ માટે તો સ્વાધ્યાય એ જ સૌથી મોટી કિંમતી ચીજ છે અને સ્વાધ્યાયમાં સહેજ પણ પ્રમાદ ન હોય. આળસ ત્યજે તે આગળ વધે. એમાં પાછું મળ્યું ગુરુવર્ય આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રોત્સાહન અને માર્ગદર્શન.
પહેલા જ વર્ષે મુનિશ્રી સુબોધસાગરજીએ ચાતુર્માસ દરમ્યાન ચાર પ્રકરણ અને છ કર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org