________________
શાશ્વત સૌરભ ભાગ-૧
વિવેચન–ઉચ્ચપ્રકાશના પંથે', ‘શ્રી યોગદૃષ્ટિ-સમુચ્ચયનાં વ્યાખ્યાનો' તેઓશ્રીની તર્કપ્રધાન શાસ્ત્રાનુસારી દાર્શનિક શૈલીની જીવંત યશોગાથા છે.
તેઓશ્રીના ક્ષયોપશમમાં ન્યાય-તર્ક એવા વણાઈ ગયેલા કે રોજિંદુ વ્યાખ્યાન હોય કે ઉપદેશાત્મક લેખ હોય તર્ક આવ્યા વિના ન રહે. તે તે સ્તવન-સજ્ઝાયના રહસ્યાર્થોને પણ તર્કસંગત કર્યા વિના તેઓની બુદ્ધિ જંપતી નહોતી. વિક્રમની વસમી એવી વીસમી આ સદીમાં નાસ્તિકતા અને ભોગવિલાસ જ્યારે ચોતરફ ખૂબ વકર્યાં છે, ત્યારે પણ હજારો યુવાનોને શ્રદ્ધા અને આચરણમાં ધર્માભિમુખ રાખનારા ધાર્મિક શિબિરના તેઓશ્રી આદ્ય પ્રેરણાદાતા ને આદ્ય વાચનાદાતા હતા. ભાવુકો ધર્મમાર્ગે અને વૈરાગ્યમાર્ગે આગળ વધતા રહે એ માટે તેઓશ્રીએ શતાધિક પુસ્તકો અને ૪૨-૪૨ વર્ષ સુધી ‘દિવ્યદર્શન સાપ્તાહિક’ લોકભોગ્યભાષામાં પ્રકાશિત કરાવ્યું હતું.
ઇષ્ટફળસિદ્ધિ વગેરે શાસ્ત્રીય બાબતોમાં તેઓશ્રીની માર્ગાનુસારી પ્રજ્ઞાએ પ્રકાશિત કરેલા પદાર્થો શાસ્ત્રાનુકારી સાબિત થયા હતા. કોઈપણ સમુદાયના મહાત્મા હોય....કોઈના પણ શિષ્ય હોય. શાસનનું રત્ન કેમ બને? એ માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ રહ્યા. કોઈની પણ રોગાદિ પીડા વખતે સમાધિ જાળવવામાં–નિર્યામણા કરાવવામાં તેઓશ્રી માહેર હતા ને સક્રિય હતા. વિ. સં. ૨૦૪૯ ચૈ. વદ ૧૩ના રોજ અમદાવાદ મુકામે અત્યંત સમાધિપૂર્વક કાળ કરનારા તેઓશ્રીનો શ્રમણ સમુદાય, આજે વિદ્યમાન સર્વ સમુદાયોમાં સર્વાધિક શ્રમણો ધરાવે છે. વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવાથી વર્ધમાન તપોનિધિ તરીકે પ્રસિદ્ધ થયેલા, તપત્યાગ—તિતિક્ષા-મૂર્તિ, સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાંકિત પટ્ટધર એવા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં લાખ-લાખ વંદન.
પૂજ્યપાદ યુગદિવાકર, મહાનશાસનનાયક, પ્રૌઢ પ્રભાવશાલી, શતાધિક જિનાલય પ્રણેતા આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. પૂજ્યપાદ સમર્થશ્રુતધર, સરસ્વતીનરાવતાર, સ્મારિતશ્રુતકેવલી, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે તારક તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્ર . ભગવાનની સ્તવનામાં અનુભવસિદ્ધ સત્ય રજૂ કર્યું છે કે ઃ—
Jain Education International
૪૦૩
“અક્ષર થોડા, ગુણ ઘણાં, સજ્જનના તે ન લખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.....’
સંતપુરુષો–વિરલ વિભૂતિઓના જીવન એવાં ગુણગરિષ્ઠ હોય છે કે જેની અભિવ્યક્તિ કરવામાં અક્ષરો ય અશક્ત બની જાય!! શબ્દમાં સમાય નહીં ને કલમમાં કંડારાય નહીં એવી વિરલતા એમને વરી હોય છે. આવી એક વિરલ વિભૂતિ એટલે વિ.સં. ૨૦૬૦માં જેમની જન્મશતાબ્દીની ઠેર ઠેર શાસનપ્રભાવનાઓપૂર્વક ઉજવણી થઈ છે તે પૂજ્યપાદ પરમકૃપાળુ મહાન શાસનજ્યોતિર્ધર સમર્થ સંઘનાયક દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા શતાધિક જિનાલયોપાશ્રયાદિપ્રણેતા યુગદિવાકર આચાર્યભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ ! !
શ્રમણજીવનના શૈશવમાં જેમના શીતલ સાન્નિધ્યનો પારાવાર પ્રેમાળતાનો ને વિમલ વાત્સલ્યનો મને ક્ષણે-ક્ષણે સાક્ષાત્કાર થયો હતો તે પરમોપકારી પૂજ્યશ્રી મને, ‘ગુણસાગર’ પ્રતીત થયા છે.
(૧) જ્ઞાન-સાધના ગંગાના નિર્મલ સ્રોત સમી સંયમયાત્રાના ૬૨ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ નિરંતર જ્ઞાનની અપૂર્વ અને અસ્ખલિત આરાધના કરી હતી. પ્રારંભમાં અધ્યયનરૂપે, પછી અધ્યાપનરૂપે, તે પછી દૈનિક બબ્બે ત્રણત્રણ સમયનાં પ્રવચનો-વાચનાઓરૂપે, નૂતન સર્જનરૂપે અને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના–પ્રોત્સાહનરૂપે તેઓશ્રીનું સમગ્ર જીવન જ્ઞાન-સાધનામાં તત્પર હતું. અતિ ઉચ્ચ કક્ષાની અધ્યયનરુચિ અને કુશાગ્રબુદ્ધિના બળે, દીક્ષાના પ્રારંભના વર્ષોમાં જ તેઓશ્રીએ વ્યાકરણ-સાહિત્ય-ન્યાય-પ્રકરણોઆગમો અને કર્મશાસ્ત્રો પર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીની અધ્યયન-રુચિ દર્શાવવા માટે એક જ પ્રસંગ નોંધવો પર્યાપ્ત થઈ પડશે. વિક્રમ સંવત ૧૯૯૦ની સાલમાં તેઓશ્રી પોતાના ગુરુદેવો સાથે અમદાવાદ-મરચન્ટ સોસાયટીમાં વિરાજમાન હતા. એ જ અરસામાં અમદાવાદ– પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિરાજમાન હતા. એ સમયે તેઓશ્રી દરરોજ ત્રણ માઇલનો વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ પાસે અભ્યાસ કરવા આવતા અને અભ્યાસ કર્યા બાદ પુનઃ ત્રણ માઇલનો વિહાર કરીને સ્વસ્થાને જતા. આમ અભ્યાસની ઉત્કટ તમન્નાના યોગે તેઓશ્રી પ્રતિદિન જવાઆવવાનો છ માઇલનો વિહાર કરતા હતા....આવી અદ્ભુત સાધનાને કઈ સિદ્ધિ ન વરે?
For Private & Personal Use Only
www.jainelibrary.org