________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૩૭૯
બાજરાના રોટલા, છાશ અને ગોળ આપવામાં આવતા. સુરતમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (ગોપીપુરા) તરફથી દરરોજ ‘ભૂખ્યાને ભોજન’ આપવાની યોજના ચાલે છે. અમદાવાદ જેવા શહેરોમાં દર રવિવારે ગરીબોને વિના મૂલ્ય ભોજન આપતાં “ખીચડીઘર' ચાલે છે. પાણીનાં પરબો સ્થાપવાં તેને જૈનો પુણ્યનું કામ ગણે છે. કેટલાંક શહેરોમાં જાહેર ઉદ્યાનો તથા ક્રીડાંગણો બનાવવા માટે પણ જેનોએ દાન આપ્યાં છે. હવે સમયની માગ પ્રમાણે જૈનોએ સારા વૃદ્ધાશ્રમો બનાવવા જોઈએ, જ્યાં રહીને દુઃખી વૃદ્ધો પોતાનું જીવન શાંતિથી પસાર કરી શકે.
૭. નગરગૃહો, નાટ્યગૃહો અને
તથા વિવિધ પ્રદેશોનાં જૈન મિત્રમંડળો વિવિધ રોગો માટેના 'નિઃશુલ્ક મેડિકલ કેમ્પો તથા રક્તદાન શિબિરો યોજે છે. કેટલીક સંસ્થાઓ તરફથી ગરીબ દર્દીઓને મફત દવા, સાધનો તથા સારવાર આપવામાં આવે છે. ૪. પાંજરાપોળો અને સ્મશાનગૃહો :
જીવદયાને જૈનો ખૂબ મહત્ત્વ આપે છે. કતલખાને જતાં પ્રાણીઓને જૈનો બચાવે છે અને પાંજરાપોળમાં મોકલે છે. લગભગ તમામ ગામોની પાંજરાપોળોના વહીવટમાં જૈન અગ્રણીઓ અને વેપારીઓ મુખ્ય હોય છે. એનો નિભાવખર્ચ પણ તેઓ ભોગવે છે. દુષ્કાળના સમયે પશુધનને બચાવવા જેનો મોટું ભંડોળ એકઠું કરી સરકારથી અલગ રહીને સ્વતંત્ર રીતે વ્યવસ્થા કરે છે. અન્ય કુદરતી આફતોના સમયે થતાં ફંડફાળામાં પણ જૈનો યથાશક્તિ મદદ આપે છે.
પાંજરાપોળની માફક સ્મશાનગૃહોના વહીવટમાં જેનો સેવા અને સંપત્તિ દ્વારા મદદ કરતા રહે છે. આ સંસ્થાઓના વહીવટની કામગીરી અને જવાબદારી તેઓ ઉપાડે છે.' સૌરાષ્ટ્રમાં કેટલાંક શહેરોની પાંજરાપોળોનો વહીવટ એ શહેરનું વેપારી મહાજન કરતું હોય છે. એ પાંજરાપોળ સાથે “મહાજન' શબ્દ જોડાયેલો હોય છે. મહાજનની પ્રવૃત્તિઓમાં પણ જૈનોનું પ્રદાન નોંધપાત્ર હોય છે. ૫. ધર્મશાળાઓ, મહિલા આશ્રમો અને
અનાથાશ્રમો : ધર્મશાળાઓ, મહિલાઆશ્રમો અને અનાથાશ્રમોના સંચાલનમાં જેનો આર્થિક મદદ કરે છે. કન્યાશાળાઓ, મહિલા કોલેજો, બાલિકાશ્રમો અને મહિલામંડળોની પ્રવૃત્તિઓને પણ તેઓ વિવિધ રીતે પ્રોત્વ ન આપે છે. કન્યાશિક્ષણના ક્ષેત્રે જૈનોની કામગીરી નોંધપાત્ર છે. ગરીબ મહિલાઓને આજીવિકા મેળવવામાં જૈનો મદદરૂપ બને છે. ફૂટપાથ પર પડી રહેતાં ગરીબોને પણ જૈનો દ્વારા અન્ન, વસ્ત્ર અને શિયાળામાં ગરમ કપડાં અપાય છે. ૬. પાણીનાં પરબો, અન્નક્ષેત્રો અને
ઉધાનો : પાણીનાં પરબો,અન્નક્ષેત્રો, ઉદ્યાનો અને ક્રીડાંગણો માટે જૈનો સારું એવું ધન વાપરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં થોડાં વર્ષ પહેલાં એક સરસ અન્નક્ષેત્ર ચાલતું હતું, જેમાં દરરોજ બપોરે એક વખત સાધુઓ તથા ગરીબોને
નગરગૃહો (ટાઉનહોલ), નાટ્યગૃહો, રંગભવનો અને સંગ્રહાલયો માટે ઘણા જૈન પરિવારોએ ઉદાર દાન આપ્યાં છે. મુંબઈ, અમદાવાદ અને ગુજરાત-સૌરાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં જૈન દાનવીરોનાં નામ સાથે જોડાયેલાં સભાગૃહો છે. કેટલીક શાળાઓ કે મહાશાળાઓનાં રંગભવનો જૈનોની મદદથી બંધાયાં છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને પણ તેઓ ઉદાર દિલથી મદદ કરે છે. કલાવિષયક પ્રવૃત્તિઓમાં જૈનો સારા પ્રમાણમાં નાણાં ખર્ચે છે. વિવિધ ક્ષેત્રે સંશોધન માટે જેનો કેટલીક સ્કોલરશિપ આપે છે.
સમાપન : આમ, જાહેર જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે જૈનો સંકળાયેલાં છે. રાજકારણ, સમાજસેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય વગેરે અનેક ક્ષેત્રોમાં ભૂતકાળમાં જેનોએ ઘણું પ્રદાન કર્યું છે. વર્તમાનમાં પણ એ પ્રદાન ચાલુ રહ્યું છે. ગુજરાતને સુખી, સમૃદ્ધ અને શાંતિપ્રિય બનાવવામાં આ પ્રજાનો ફાળો ઓછો નથી. જૈનોની મોટા ભાગની વસ્તી ગુજરાતમાં છે. તેથી આ પ્રજાની બુદ્ધિ, શક્તિ, કુનેહ, આવડત અને વિચક્ષણતાનો તેને પૂરો લાભ મળ્યો છે. જૈનોની સમૃદ્ધિ અને ઉદારતાનો લાભ માત્ર જૈનોને નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતને મળ્યો છે. જૈનો ગુજરાત સાથે એવાં એકરૂપ થઈ ગયાં છે કે જૈનો વગરના ગુજરાતની કલ્પના કરવી મુશ્કેલ છે. હવે એકવીસમી સદીમાં તો જેનો સમગ્ર વિશ્વમાં પથરાઈ ચૂક્યાં છે અને “વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને ચરિતાર્થ કરી રહ્યાં છે. વિશ્વની 'ડારી, શાંતિપ્રિય, અહિંસક, ઉમદા અને વ્યવહારદક્ષ પ્રજાઓમાં જૈનોને સ્થાન આપી શકાય.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org