________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૩૬૫
મથુરા જૈનેતર શાસ્ત્રની દૃષ્ટિએ) એ
નામની એક નગરી આર્યાવર્તયાત્રામાં લખ્યું છે કે રામાયણ, મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ આદિ પ્રાચીન ગ્રંથોમાં મધુપુર, મધુપુરી, મધુરા આદિ નામોનો ઉલ્લેખ છે. કોઈ કોઈ એની વ્યુત્પત્તિમથુધાતુ ઉપરથી કરે છે. પાપનું અહીં મંથન થાય છે, માટે તે મથુરા કહેવાયું. અહીં શ્રી કૃષ્ણનો ભક્ત હૃદયમંથન અને યોગી આત્મમંથન અનુભવે છે. એ માટે પણ એનું નામ મથુરા હોઈ શકે છે. ઉત્તરપ્રદેશ અને પંજાબના સંગમ ઉપર આવેલા આ મહાન ગોચરમાં દધિનું મંથન મોટે પાયે થતું હશે, એથી પણ એનું નામ મથુરા પડ્યું હોય. વળી એમ પણ કહેવાય છે કે, રાવણની બહેન કુંભીનસીના પતિ મધુ નામના અસુરે પૂર્વે અહીં તપ કરેલું હોવાથી મધુવનને નામે આ દેશ પ્રખ્યાત હતો. પછી તેનું તપ પૂર્ણ થતાં તેણે મથુરા નામની પુરી સ્થાપી. તેના પુત્ર લવણાસુરને દશરથરાજાના પુત્ર શત્રુને મારી તે દેશની પ્રજા શૂર થશે એવા દેવના વરદાનથી તે દેશનું નામ શૂરસેન પડ્યું અને મધુપુરી તેની રાજધાની થઈ. પાછળથી તેનું મથુરા નામ પડ્યું. શ્રીકૃષ્ણ બચપણ આ સ્થળે પસાર કર્યું હતું. વિષ્ણુના રામ અને કૃષ્ણના અવતારને લીધે મથુરા પવિત્ર બન્યું છે.
મથુરા અને સ્થાપના નિક્ષેપો
મથુરા નગરીમાં ઘર બનાવતી વખતે ત્યાં ઉત્તરંગમાં સૌ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્થાપવામાં આવતી હતી. જો આવી પ્રતિમાજી ઘરમાં ન હોય તો તે ઘર પડી જતું હતું. આને મંગળચૈત્ય કહેવાય. આ પ્રતિમાઓ આ નગરીમાં ઘરોમાં અને ચત્વાર ચોતરા પર સ્થાપવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં પણ આ નગરીને પ્રતિબદ્ધ જે ૯૬ ગામડાંઓ હતાં ત્યાં પણ આવા ચૈત્યો સ્થાપવામાં આવ્યા હતા.
(ઉત્તરંગ = બારણાંની ઉપરના ભાગમાં રહેલું લાકડું) હવે મથુરામાં થયેલ જૈન સાહિત્યિક પ્રવૃત્તિ માથુરી વાચના (મથુરા પરિષદુ)
વરાત્ ૮૨૭થી ૮૪૦ની વચ્ચે આર્ય સ્કંદિલના સમયમાં વળી બીજો ભીષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે “બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થળે હીંડતાવિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું અને જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગો
શ્રી મહાવીર(વર્ધમાન)સ્વામી -દેવગઢ આઠમીથી બારમી સદી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org