________________
શાશ્વત સૌરભ ભાગ-૧
હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
—ભારતીબહેન શેલત
બધાં પ્રાણીઓમાં મનુષ્યને જ ખૂબ સક્રિય મગજ મળ્યું હોય એમ લાગે છે, નહીંતર વિશ્વના વિધવિધ પદાર્થોનો અનુભવ કરતી ઇન્દ્રિયો તો ઘણાં પ્રાણીઓને અત્યંત સતેજ મળી છે. ઘણાં પ્રાણીઓની ઘ્રાણેન્દ્રિય તીવ્ર હોય છે, ઘણાંની શ્રવણેન્દ્રિય તીવ્ર હોય છે, ઘણાંની સ્પર્શેન્દ્રિય તીવ્ર હોય છે. ઇન્દ્રિયો દ્વારા અનુભવાતી અનુભૂતિને ઝીલવાની અને સંગ્રહવાની ક્ષમતા પણ હોય છે, પરન્તુ મનુષ્ય જે રીતે આ પ્રક્રિયાને સુગઠિત અને સાકાર કરી શકે છે તે તેની વિશેષતા છે. જુદા જુદા અવાજોથી દરેક પ્રાણી વિવિધ ભાવ પ્રગટ કરે છે, કે જુદી જુદી આંગિક ચેષ્ટાઓથી જુદા જુદા ભાવ દર્શાવે છે એ આપણે જાણીએ છીએ, પરન્તુ એ સંકેતોને નિરપેક્ષ અને તટસ્થ અને કાયમી રૂપ આપવાની ક્ષમતા તેમાં હોતી નથી, જ્યારે મનુષ્યમાં એ શક્તિ છે, એ કૌશલ છે અને સાતત્ય છે. પરિણામે મનુષ્ય વિશ્વના મંચ પર મહાનાયક શો શોભે છે.
૩૫૩
વિજ્ઞાન અને સંસ્કૃતિના બહુવિધ વિકાસમાં મનુષ્યને એની આ આવડત ઘણી ઉપયોગી પુરવાર થઈ છે. સ્મરણ, સંગ્રહણ અને વિનિમય માટે ‘ભાષા’ નામનો પદાર્થ મનુષ્યને બહુ ઉપયોગી થયો છે. મહાકવિ દંડીએ તો ત્યાં સુધી કહ્યું છે કે ભાષારૂપી દીપક આ વિશ્વને અજવાળતો ન હોત તો કેટલો અંધકાર હોત તે કલ્પના કરો. ભાષા ધ્વનિસંકેતો છે. આવા ધ્વનિસંકેતોથી પશુપંખીઓ પણ વ્યવહાર કરે છે. મનુષ્ય એ ધ્વનિસંકેતોને રૂપબદ્ધ કર્યા, આકારિત કર્યા, નિશ્ચિત કર્યા એ એની મહાન સિદ્ધિ છે. આરંભે ગુફાવાસી માનવી પોતાના મનની વાત પથ્થર પર લિસોટાથી ચિત્રો દોરીને કહેતો હતો, ત્યાંથી શરૂ કરીને દેવળના પ્રાંગણમાં ઝીણી રેતીમાં આંગળી કે કિત્તા વડે વાતને સમજાવતા ધર્મગુરુ પાસે આવીએ છીએ ત્યાં વિનિમય માટે ભાષા જીવનનું અભિન્ન અંગ બની જતી દેખાય છે. પછી તો કર્મણ્યતાનું સાતત્ય તો મનુષ્યનું અદ્ભુત લક્ષણ છે. એક તારાની ગિતિવિધ જાણીને આકાશના દૃશ્યમાન બધા તારાનો પરિચય કરે, કીટલીનું ઢાંકણ ઊંચું થવાનું કારણ જાણીને તોતિંગ કારખાનાં ચલાવે, પંદર ફૂટ નાનકડું વિમાન ઊડે તો મંગળ ફરતે આંટા લગાવે. એમ ધ્વનિસંકેતોને રૂપબદ્ધ કરતી ભાષા અને ભાષાને આકારબદ્ધ કરતી લિપિ સર્જાઈ. લિપિ મનુષ્યની સરજત છે. એ માનવનો એક મહાન આવિષ્કાર છે. લિપિના આવિષ્કારથી માનવ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ વ્યવહારમાં તેમજ સ્થળ અને સમયમાંય લાંબા અંતર પર્યંત પોતાની કથનીયને અન્ય માનવો પાસે વ્યક્ત કરતો થયો. જુદા જુદા માનવજૂથોમાં એ જુદા જુદા સ્વરૂપે વિકસી છે, વિકસતી રહે છે. સુઘડ અને સમૃદ્ધ લિપિ એ સંસ્કૃતિની પરિચાયક છે. લખાતી ભાષા જ આપણે લિપિ ગણીએ છીએ. અત્યારે તો કોમ્પ્યુટર જેવાં ઉપકરણો અને સુંદરતમ બનાવવા સાથ દે તેમ છે. પ્રાચીનકાલીન વિવિધ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. શ્રી ભારતીબહેન શેલત જેઓ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત આગેવાન વિદ્વાન છે, આ ગ્રંથયોજનામાં શ્રી ભારતીબેનનો ખૂબ જ સહયોગ સાંપડ્યો
છે.
Jain Education International
For Private & Personal Use Only
-સંપાદક
www.jainelibrary.org