________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૩૩૩
ગુન્શતળાં હસ્તલિખિત ગ્રંથાલયો
– આર. ટી. સાવલિયા
આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણી ધર્મશ્રદ્ધા ટકાવી રાખવા માટે પૂર્વજોએ આપણા માટે માર્ગદર્શક એવા સેંકડો ગ્રંથો રચેલ છે. જૈનધર્મના લાખો કરોડો ગ્રંથોમાંના ઘણા હજુ અપ્રગટ સ્થિતિમાં પ્રાચીન તાડપત્રો ઉપર સુંદર અક્ષરોએ વિવિધ શાહીમાં હસ્તલિખિતરૂપમાં ગ્રંથાગારોમાં સચવાયેલા છે. પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની યશોવિજય ગ્રંથમાળા, આત્માનંદસભાના ગ્રંથાલયમાં, અમદાવાદમાં ભો. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, ડાહીલક્ષ્મી લાઇબ્રેરી, ભારતીય વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના ગ્રંથભંડારોમાં બધી મળીને વીશેક
વતો હોવાનો સંભવ છે. વડોદરા, ખંભાત, લીમડી, ડભોઈ, વીરમગામના જ્ઞાનભંડારો જ્ઞાનામૃતનું પાન કરાવનારી પરબો છે.
હસ્તપ્રતોની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમમાં, મૈસૂર તથા મદ્રાસ અનામલાઈ પાસે સારો એવો સંગ્રહ છે. મહારાષ્ટ્રમાં પૂનાની ભંડારકર અને ડેક્કન કોલેજ પાસે પણ સારો સંગ્રહ છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા પાસે વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ જોવા મળશે.
રાજસ્થાનમાં જોધપુરના મહારાજાનો સંગ્રહ પણ સુંદર છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતી ભવન અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટી, બિહારમાં નાલંદા અને દરભંગામાં પટa યુનિવર્સિટી પાસે પણ છે. બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી પાસે પણ ઠીક પ્રમાણમાં છે. મંદિયા અને શાંતિનિકેતનમાં પણ હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. પંજાબમાં હોશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટી પાસે, કાશ્મીરમાં અને જમુના જ્ઞાનભંડારોમાં પણ હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે.
વિદ્યાપ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન હસ્તપ્રતોનું બહુમૂલ્ય પ્રદાન છે. જૈનોએ જ્ઞાન પરત્વે કેવી ભક્તિભરી દૃષ્ટિ કેળવી છે તે તો જુઓ! દિવાળી પછીના નવા વર્ષમાં પ્રથમ પાંચમને જૈનો જ્ઞાનપંચમી તરીકે ઊજવે છે. જ્ઞાનની પૂજા થાય છે. ગ્રંથોનાં પ્રદર્શનો યોજાય છે. જ્ઞાન પરત્વે આ છે જૈનોનો શ્રદ્ધાભાવ.
જૈન ધર્મની સચિત્ર હસ્તપ્રતોમાંથી સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી મળી રહે છે. ગુજરાતનાં આ હસ્તપ્રત ગ્રંથાલયો ખરેખર તો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. ભાવી પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. - રંગીન કલ્પસૂત્રો-અન્ય ચિત્રો ? જગતસંસ્કૃતિમાં ભારતનું નામ રોશન કરે એવી અદ્ભુત વસ્તુ છે જૈન રંગીન કલ્પસૂત્રો. એક રંગીન કલ્પસૂત્રના લાખો રૂપિયા આપવા જગતનાં મ્યુઝિયમો તૈયાર છે. હેમચન્દ્રાચાર્યની સોનેરી અક્ષરની હસ્તપ્રત માટે ૫૦-૫૦ લાખ રૂપિયા બોલાયા છે. આના ઉપરથી આ અમૂલ્ય ખજાનાનો સહેજે અંદાજ આવી શકે છે. જૈનભંડારોમાં હજારો રંગીન કલ્પસૂત્રો છે. અસંખ્ય રંગીન શાસ્ત્રો વિદેશોમાં વહેંચાયાં છતાં હજી ગણ્યા ગણાય નહીં એટલાં રંગીન મિનીએચર ચિત્રો જૈનો પાસે છે. પશ્ચિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org