________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૩૪૫
ગુસ્સવના મધ્યકાલીન ઈતિહાસના
સંસ્કૃત શોધો જૈતપુતિઓનું મહત્તમ યોગદાન
-ભારતીબહેન શેલત
કોઈ પણ ધર્મનો સર્વાગી પરિચય તેનાં ત્રણ પાસાંઓને ઝીણવટથી તપાસવાથી થાય છે, એ પાસાં છે ભક્તિ, કર્મકાંડ અને તત્ત્વજ્ઞાન. સામાન્ય જન કર્મકાંડ અને ભક્તિને મહત્ત્વ આપે છે અને વિદ્વજ્જન તત્ત્વજ્ઞાનને અગ્રસ્થાને રાખે છે. જૈન ધર્મમાં આ ત્રણે પાસાંઓનો સુપેરે સર્વોચ્ચ વિકાસ થયેલો છે. ધર્મનિર્દિષ્ટ વિધિવિધાન અને ભક્તિભાવના તો વાર-તહેવારે અને પ્રસંગે પ્રસંગે ઝળક્યાં કરતાં જ હોય છે, પણ ધર્મસંબંધી તત્ત્વજ્ઞાન, મતમતાંતર, સ્થળકાળઅધીન પુનરાવર્તનો અને પરિવર્તનો અંગે નોંધ લેવાતી હોય એ પણ ઘણું જરૂરી છે. પોતાનો ધર્મ જ્યાં પ્રવર્તે છે તે પ્રદેશ-પ્રજાની સાંસ્કૃતિક અને સાંસ્કારિક પરિસ્થિતિની સમાલોચના પણ અતિ મહત્ત્વની બાબત છે. એ માટે ધર્મધુરીણોનું અધ્યયનશીલ માનસ હોવું જરૂરી છે. * ચાતુર્માસની સ્થિરતાએ જૈનમુનિઓના આ પાસાને વિકસાવવામાં ઘણો ભાગ ભજવ્યો છે. કોઈ ધર્મમાં આટલી વ્યવસ્થિત સુવિધા નથી. ચાતુર્માસ દરમિયાન આત્મોદ્ધાર અને લોકકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને મોક્ષગામી જૈનમુનિઓને એક સ્થળે વાસ કરીને ધર્મ અને પ્રજાજીવનનું અધ્યયન-સંશોધન કરતાં સ્વાધ્યાય, ચિંતન, ઉપદેશ અને લેખનને માટે સદૈવ સમય મળતો રહ્યો. પરિણામે જૈન ગ્રંથભંડારોમાં માનવવિદ્યાઓનાં અગણિત લખાણો સંગ્રહાયેલાં પડ્યાં છે. એમાં કાવ્યો છે, ઇતિહાસ છે, વિજ્ઞાન છે, ચરિત્રો છે, સંસારકથાઓ છે. આ અધ્યયન-લેખન માટે એકલ પ્રાદેશિક ભાષાથી ચાલતું નહીં. સમગ્ર ભારતવર્ષની સ્થિતિ–પરિસ્થિતિ જાણવા-સમજવા માટે આ દેશની મૂળ ભાષાસર્વવ્યાપ્ત ભાષા સંસ્કૃતિનું જ્ઞાન હોવું જરૂરી હતું એટલે જૈનધર્મના પ્રચાર-પ્રસારની ભાષા ભલે પ્રાદેશિક હોય, પણ દરેક જૈનમુનિને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક હતું. આજે પણ એ પરંપરા અવિરતપણે ચાલુ છે. મુદ્રણ આદિ માધ્યમો નહોતાં, ત્યારે આ જૈનમુનિઓએ હસ્તલિખિત કાવ્યો, ઇતિહાસ, અસાધારણ ઘટનાઓ સંસ્કૃત ભાષામાં લખીને આપણને એક ભવ્ય વારસો આપીને આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે.
જૈન શાસનની પ્રત્યેક ક્રિયા અને તેની વિધિ-વિધાનો અને ક્રિયાનાં સૂત્રો સંસ્કૃત-પ્રાકૃત ભાષામય છે, ત્યારે જૈન શાસનની વહીવટી ભાષા પણ શીખવી જરૂરી છે. જૈન ધર્મના જ્ઞાનભંડારોમાં સચવાયેલા મોટાભાગના ગ્રંથો સંસ્કૃતમાં હોઈને દેવનાગરી જેવી અનેક સંસ્કૃત લિપિઓ શીખવાની પણ એટલી જ જરૂર છે. જૈનાચાર્યો અને વિચ્ચિતકોની ચિરંતન ચેતના અને મંગલકારી ભાવનાનાં સ્પંદનો આ સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથોમાંથી આપણને સતતપણે અનુભવાય છે. જૈન સિદ્ધાંતોને સમજવા માટે, અનુષ્ઠાનોમાં શુદ્ધિ લાવવા માટે, સૂત્રોના અર્થો અને ભાવાર્થો સમજવા માટે સિદ્ધચક્ર કે શાંતિસ્નાત્ર પૂજન માટે સંસ્કૃતિને અગ્રતાક્રમ આપતો જ રહ્યો અને તે દ્વારા જ સમ્યજ્ઞાન થશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી ભારતીબહેન શેલતનો વિશિષ્ટ પરિચય આ ગ્રંથમાં જ અન્યત્ર પ્રગટ થયેલ છે.
-સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org