________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પાટનગર પાટણ અને ઐતિહાસિક બંદર ખંભાતનું આલંકારિક ભાષામાં વર્ણન કર્યું છે.
श्रीस्तंभतीर्थं पुटभेदनं च यत्रोऽभयत्र स्फुरतः पुरे द्वे । अहम्मदाबादपुराननायाः किं कुण्डले गुर्जरदेशलक्ष्म्याः ।। 1.66
અમદાવાદ જેનું મુખ છે તેવી ગુર્જરદેશરૂપી લક્ષ્મીનાં ખંભાત અને પાટણ એ જાણે કે બંને બાજુ સ્ફુરાયમાણ થતાં કુંડળ છે. એમાં હીરવિજયસૂરિનાં જન્મ, દીક્ષા, આચાર્યપદ– પ્રાપ્તિ, સમ્રાટ અકબરના આમંત્રણથી ગંધાર બંદરથી ફતેપુર સિકરી સુધીની પદયાત્રા કરી સમ્રાટ સાથેનું પ્રથમ મિલન અને વાર્તાલાપ (૧૩. ૧૭૬-૨૨૫) આપેલ છે. ત્યારબાદ ફતેહપુર સિકરીનો વૃત્તાંત છે. ત્યાં સંઘજનોએ એમનું સ્વાગત કર્યું. જયપુરના રાજા બિહારીમલના નાનાભાઈ જગમાલ કછવાહના મહેલમાં એમણે વાસ કર્યો. યવનોના માનનીય ગુરુ અને અકબરના ત્રીજા નેત્ર સમાન (૧૩.૧૨૦) શેખ અબ્દુલ ફૈજી સૂરિને પોતાને ઘેર લઈ ગયા અને ત્યાં શાસ્ત્રચર્ચા થઈ (૧૩. ૧૩૭–૧૫૧). અકબરે ગુરુ પાસે જૈન ધર્મ અને તેના આચારો વિશે માહિતી મેળવી. અકબરના ત્રણ શાહજાદા શેખૂજી (સલીમ), પાટી અને દાનિયારનો ઉલ્લેખ (૧૩.૨૨૪) આવે છે. અકબરના પુત્ર સલીમ (જહાંગીર) પાસે પદ્મસુંદર નામના જૈન સાધુએ આપેલ હસ્તપ્રતોનો ભંડાર હીરવિજયસૂરિને આપ્યો. સૂરિએ આગ્રામાં જ્ઞાનભંડાર સ્થાપ્યો. અકબરે અશ્વ-હસ્તિની ભેટ ધરી પરંતુ અપરિગ્રહી સાધુએ પર્યુષણના આઠ દિવસ અમારિ થાય એમ કરવા જણાવ્યું. આથી પાદશાહે ૧૨ દિવસ સમસ્ત રાજ્યમાં અમારિ પ્રવર્તાવનાર છ ફરમાન કાઢ્યાં અને હીરવિજયસૂરિને જગદ્ગુરુનું બિરુદ આપ્યું.
गुणश्रेणीमणिसिन्धोः
श्रीहीरविजयप्रभोः । નચંદ્રગુરુવિં તેન વિરુવં તવા || 14.205
અનેક ધર્મકાર્ય કરતાં કરતાં મથુરા અને ગોપંગરની યાત્રા કર્યા પછી સૂરિ ગુજરાત તરફ આવ્યા અને શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબર પાસે રાખ્યા, જેમણે અકબર પાસે રહી એની પ્રશસ્તિરૂપે ‘કૃપારસકોશ' કાવ્ય રચ્યું. હીરવિજયસૂરિના દર્શનની ઇચ્છાથી ભાનુચંદ્રગણિને પાદશાહ પાસે મૂકી પોતે પાટણ આવ્યા. પાદશાહે ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખતું ફરમાન આપ્યું અને અમારિ માટે પર્યુષણના દિવસો ઉપરાંત બીજા દિવસ ઉમેર્યા. આ ઉપરાંત શત્રુંજય તીર્થનાં યાત્રાળુઓને કરમુક્ત કરતું ફરમાન પણ મોકલ્યું. સં. ૧૬૫૦
Jain Education International
૩૪૭
(ઈ.સ. ૧૫૯૪)માં હીરવિજયસૂરિએ શત્રુંજયની મોટી યાત્રા કરી અને વિશાળ જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી. ઊનામાં ચાતુર્માસ કર્યા. ત્યાં હજની યાત્રાએથી પાછા ફરેલા ગુજરાતના સૂબા આજમખાને સૂરિ પાસે હજાર મહોરની ભેટ ધરી જેનો સૂરિએ અસ્વીકાર કર્યો. જામનગરના જામસાહેબ સાથે તેમના કારભારી અવજી ભણસારીએ અઢારસો સોનામહોરથી સૂરિની અંગ પૂજા કરી. ઊનાના ખાન મહમદખાન પાસે સૂરિએ હિંસા છોડાવી. સં. ૧૬૫૨ (ઈ.સ. ૧૫૯૫)માં વૈશાખ માસમાં એમણે મંદિરની પ્રતિષ્ઠા કરાવી અને એ જ વર્ષે ભાદ્રપદ સુદિ એકાદશી ને ગુરુવારે (૪ સપ્ટે., ઈ.સ. ૧૫૯૫) સ્વર્ગવાસ કર્યો.
આમ ‘હીરસૌભાગ્ય’ કાવ્ય એ ગુજરાતના સમકાલીન ધાર્મિક અને સામાજિક ઇતિહાસ માટે વિશિષ્ટ મહત્ત્વ ધરાવતું મહાકાવ્ય છે.
મુઘલ બાદશાહ અકબરને મળી હીરવિજયસૂરિ ગુજરાત પાછા ફરતા હોવાના સમાચાર જાણી પદ્મસાગર ગણિએ ૨૩૩ શ્લોકોનું ‘જગદ્ગુરુ કાવ્ય' સં. ૧૬૪૬ (ઈ.સ. ૧૫૯૦)માં માંગરોળમાં રચી સૂરિને અર્પણ કર્યું. આચાર્ય શ્રીહીરવિજયસૂરિની પ્રશસ્તિરૂપે આ ઐતિહાસિક રચના કરેલી છે. એમાં અકબરના પિતા હુમાયુએ રાષ્ટ્રકૂટ કુલના મલ્લદેવને હરાવ્યો હોવાનો ઉલ્લેખ છે. અકબરના ત્રણ શાહજાદા શેખૂજી, પાટુજી અને દાનીઆરાનો નિર્દેશ પણ છે.
અકબરની અમારિઘોષણા અને દયાવૃત્તિની પ્રશસ્તિરૂપે શાંતિચંદ્રે ‘કૃપારસકોશ' કાવ્ય સં. ૧૬૭૦(ઈ.સ. ૧૬૧૪)માં રચ્યું. એમાં ૧૨૮ શ્લોકોમાં અકબરના શૌર્ય વગેરે ગુણોની તેમજ સુકૃત્યોની પ્રશંસા કરી છે. અકબરે પૂર્વ સમુદ્રના દેશોપર્યંત અને દક્ષિણમાં કાવેરીપર્યંત વિજય પ્રાપ્ત કર્યો એનું વર્ણન કરેલું છે.
કવિ બાદશાહનાં સુકૃત્યોનું વર્ણન કરતાં જણાવે છે કે આ બાદશાહે જજિયાવેરો માફ કર્યો, કેદીઓને મુક્ત કર્યા, રાજગણ મુનિઓનો સત્કાર કરવા લાગ્યા, છ માસ અમારિઘોષણા કરી, ઉદ્ધત મુઘલોના પાશમાંથી હિંદુ મંદિરોને મુક્ત કર્યાં વગેરે કૃપાયુક્ત કાર્યો અને જૈન ધર્મની પ્રભાવના કરી.
ભાનુચંદ્ર શિષ્ય સિદ્ધિચંદ્રે ગુરુની જીવનકથાનું આલેખન ‘ભાનુચંદ્રગણિચરિત’(રચના સં. ૧૬૭૦-ઈ.સ. ૧૬૧૪)માં કર્યું છે. એમાં એ સમયના રાજકીય, સામાજિક અને ધાર્મિક
For Private & Personal Use Only
www.jainelibrary.org