________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૦૭
મદુરેની આસપાસના પાર્વત્ય પ્રદેશોમાં આવેલા આ વિહારો ઈ.સ. પહેલી–બીજી સદીના છે. કુદરતી પરિબળોથી કોતરાયેલી ગુફાઓ અને ખડકની લાંબી છાજલીવાળી બખોલોને જરૂરી ખોદકામ દ્વારા નિવાસ યોગ્ય બનાવીને આ વિહારો (તમિળમાં ‘પલ્લી')નું નિર્માણ કરાયું છે. આ ગુફાવિહારોની એક વિશિષ્ટતા એ છે કે તેમાં ખડકમાંથી શય્યાઓ (તમિળમાં “કંચણમુ”) અને ઓશિકાં પણ કોતરી કાઢવામાં આવ્યાં છે. તેમની બીજી વિશિષ્ટતા તમિળ ભાષાના બ્રાહ્મી લિપિમાં ઉત્કીર્ણ અભિલેખો છે, જેમાં ખર્ચ ભોગવનાર દાતાઓનાં નામ દર્શાવેલાં છે. અમુક ગુફાઓમાં તીર્થકરો, યક્ષી, સિદ્ધાયિકા, અંબિકા, અંકિતા અને બાહુબલિ ઉપરાંત અલંકરણનાં શિલ્પાંકનો ૯મી સદીમાં કોતરવામાં આવેલાં છે. આ બાબત સળંગ આઠ-નવ સૈકા સુધી આ ગુફાવિહારો જૈન સાધુઓ દ્વારા ઉપયોગમાં લેવાયા હોવાનું પ્રમાણ છે. આ જ કારણથી કદાચ આ પ્રદેશના સમકાલીન બ્રાહ્મણધર્મીઓએ જૈનોને “પર્વતોના નિવાસી' તરીકે ઓળખાવ્યા હશે. આ તથ્યો અને ઈ.સ. ૭૪૦માં વજનંદિન દ્વારા મદુમાં
બિહારના પટના જિલ્લામાં રાજગિર (પ્રાચીન રાજગૃહ અથવા ગિરિવ્રજ)માં “સોનભંડાર' નામનું પૂર્વ-પશ્ચિમ ગોઠવાયેલું ગુફા-યુગ્મ (ત્રીજી-ચોથી સદી) છે, જેમાંની પૂર્વીય ગુફામાં સાત જિનોની આકૃતિઓ કોતરેલું ભાસ્કર્થ છે. તે સિવાય આ ગુફાવિહાર સાદો છે. | ગુફાવિહારોમાંથી જ કેટલાકને જરૂરી ફેરફાર સાથે મંદિરના રૂપમાં ફેરવીને બનાવાયેલાં ગુફામંદિરો ૭મી સદીથી તમિળનાડુમાં જોવા મળે છે. આવાં શેલોત્કીર્ણ ગુફામંદિરનું સહુથી પુરાણું ઉદાહરણ મલેયાદિષુરૂચિ (જિ. તિરુનેલવેલી) છે, જેમાં મંડપ ઉપરાંત સ્તંભોનો અગ્રભાગ તેમજ મનુષ્ય, પશુ, પક્ષીની સાદી આકૃતિઓની કોતરણી છે. જૈન ધર્મનો આ વિસ્તારમાં પ્રભાવ ઓસરતાં પાછળથી આ મંદિરને શૈવમંદિરમાં ફેરવવામાં આવેલું છે. તિરુચિરાપ્પલ્લી જિલ્લામાં સિત્તનવસળના વિહારગિરિની એક બાજુએ સાતમી સદીમાં ગુફામંદિર ખોદવામાં આવેલું છે, જેનો આઠમી સદીમાં જીર્ણોદ્ધાર થયેલો અને નવમી સદીમાં તેને ભીરિચિત્રોથી શણગારવામાં આવેલું. ઉત્તર આર્કોટ જિલ્લાના મiદુરના પર્વતમાં ગુફાવિહારની સાથે ગુફામંદિર પણ છે.
કર્ણાટકના બીજાપુર જિલ્લામાં બદામી (પ્રાચીન વાતાપી)ના વેળુપાષાણના ઊભા ખડકમાં આરંભિક ચાલુક્યોએ ખોદાવેલાં ચાર ગુફા મંદિરોમાંનું એક જૈન છે. મુખમંડપ, મહામંડપ અને ગર્ભગૃહવાળું આ મંદિર (૭મી સદી) સમૂહનાં અન્ય મંદિરો કરતાં નાનું છતાં સુશોભનોથી સમૃદ્ધ છે. તેના મંડપમાં તીર્થકરો અને બાહુબલિની મૂર્તિઓનાં ભાસ્કર્ષ છે અને ગર્ભગૃહમાં સિંહાસન ઉપર બિરાજમાન મહાવીર સ્વામીની પ્રતિમા છે. આ જ જિલ્લાના ઐઠોળના મેગુટિ–પર્વતના વેળુપાષાણમાંથી કોતરી કાઢેલું “મેના બસતિ' એ ૭મી સદીના અંત કે ૮મી સદીના આરંભકાળનું જૈન મંદિર છે. તેમાં ગર્ભગૃહ અને મંડપ છે. ગર્ભગૃહમાં પદ્માસનમાં શ્રી મહાવીરની પ્રતિમા અને બહારની ભીંતમાં પાર્શ્વનાથ, ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિઓ કોતરેલી છે. આ જ પર્વતમાં અન્ય સ્થળે કેટલોક ભાગ ખડકમાંથી કોતરેલો અને કેટલોક ચણેલો ધરાવતું બે માળનું જૈન મંદિર (પાંચમી સદી) છે. આને મળતું આવતું બે માળનું શ્રી મહાવીરનું મંદિર (૭મી સદી) પણ આ પર્વતમાં ખોદાયેલું છે.
મહારાષ્ટ્રના ઇલોરા (જિ. ઔરંગાબાદ)નાં જગવિખ્યાત શેલોત્કીર્ણ સ્થાપત્યોમાં પાંચ જૈન મંદિરો (૯મી–૧૦મી સદી)નો
મંદિરોના મઘમઘતા શુદ્ધ, પવિત્ર અને નિર્મળ વાતાવરણમાં ભલભલા પાપીઓ પણ પોતાના મનની મલિનતા પશ્ચાતાપના પાણીથી ધોઈને પવિત્ર બને છે..
જૈનોના દ્રવિડ સંઘની થયેલી સ્થાપના સ્પષ્ટ કરે છે કે આ સમયગાળામાં મદુરના પ્રદેશમાં જૈનો સારી એવી સંખ્યામાં હશે. મુસ્તુપત્તી પાસેની ગિરિમાળા આજે પણ “સમણરમલૈ” (= શ્રમણોનો પર્વત)ના નામે ઓળખાય છે કારણ કે ત્યાં જૈન ગુફાવિહારોની નગરી વસેલી હોય તેવું લાગે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org