________________
૩૨૮
તો. જિનમંદિરોમાં ગવાતાં સ્તવનો અને ગીતો આજે પણ ગવાય છે-ફેર એટલો જ છે કે, એ સ્તવનો અને ગીતોની ભાષા આધુનિક બની છે.
જૈનસાહિત્યમાં કેવળ પદ્યરચનામાં ધર્મ અને તીર્થંકરસ્તવનો કે ગીતો જ છે એ માનવું ભૂલભર્યું છે. પિંગળ, અલંકાર, વ્યાકરણ, કોશ વગેરે સાહિત્યપ્રકારો પણ ખેડાતા હતા. જો સંસ્કૃતમાં પાણિનીએ વ્યાકરણ રચ્યું છે તો કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પણ સિદ્ધહેમ' જેવા વ્યાકરણના મહાગ્રંથની રચના કરી છે. જિનયિતસૂરિના શિષ્ય જિનરાજસૂરિને સંવત ૧૯૬૦માં મેડતામાં આચાર્યપદ મળેલું અને તેમણે પદ્યમાં રચનાઓ સાથે તર્ક, વ્યાકરણ, અલંકાર, પિંગળ, કોશ જેવાની પણ રચના કરી હતી. તેમણે આસો વદ છઠ, સંવત ૧૬૭૮ના રોજ ‘શાલિભદ્રમુનિ ચતુષ્પદિકા (રાસ)'ની રચના પૂરી કરી હતી. એ પદ્યરચનાના અંતે તેમણે લખ્યું છે (એ જ, પા, ૧૦૩): સાધુચરિત કહિવા મન તરસ્યું, તિણ એ ઉધમ ભાષ્યો હરપેજી સોલહ સત અહહાર વચ્ચે, સ્ વદિ છઠિ દિવસ્થજી. આર્ શાલિભદ્ર ધનો રિષ રાસ. ૮
શ્રી જિનસિંહસૂરિ સીસ મતિસારે, ભવિયણનિ ઉપગારેજી, શ્રી જિનરાજબાન અનુસારાઈ, ચરિત કો સુવિચારજી, ૯ ઇણિ પરિ સાધુ તણા ગુણ ગાવે, જે ભવિયન મન ભાવેજી, અલિય વિશ્વન તસ દૂરિ પલાગે, મનવંછિત સુખ પાવેજી. ૧૦
દુહામાં લખાએલી રચના ગેય પણ છે. આ ચોપાઈનો અર્થ સમજવો સરળ છે. એ જ કવિએ સંવત ૧૬૮માં પાર્શ્વનાથ ગુજવેલી'ની રચના કરી હતી. સત્તરમા શતકમાં બદલાતી જતી ભાષાનું ઉદાહરણ જઓ (એ જ, પા. ૧૧૦): નિશિરાજનંદન વાર ખુલી સંખ્યા દિશિ તિથિ ઉલસી, જિનરાજ ગરીબનિવાજ સ્તવતાં સંઘ મન હુઈ અતિ ખુસી.. રચનામાં સંસ્કૃતનો પ્રભાવ છે તે સાથે ગરીબનવા’ જેવો શબ્દપ્રયોગ પણ છે.
માનવસંબંધોમાં નર-નારીના દેહસંબંધ વિશે જગતની બધી જ પ્રજાઓએ એક યા બીજા સ્વરૂપે લખ્યું જ છે સંયમ અને ઇન્દ્રિયોને જીતવાનો અનુરોધ કરતા ધર્મો અને સંપ્રદાયો પણ તેમાંથી બાકાત નથી. જૈન ગૂર્જર કવિઓ'ના ભાગ ૩ના પાના ક્રમાંક પર ગદ્યમાષામાં સંવત ૧૬૬૯ પહેલાં લખાયેલા કોકશાસ્ત્રનો ઉલ્લેખ છે. તેના રચનાકારનું નામ સ્પષ્ટ નથી. શક્ય છે. જ્ઞાનસોમ સંસારત્યાગી ન હોય પણ લહિયા લખાણમાં
Jain Education International
ધન્ય ધરા
આવતો ઉલ્લેખ ‘સંવત ૧૯૬૯ વર્ષે આસાઢ સુદિ પ દિને લિખિતાનિ ઇસપ્રાકાર મધ્યે મુનિ જ્ઞાનસોમને' આવે છે ત્યારે રચયિતા મુનિ જ્ઞાનસેન ન હોય પણ લહિયાએ એ પ્રકારે લખ્યું હોઈ શકે. માનવવ્યવહારોમાં આ પ્રકારનો વ્યવહાર કુદરતી અને તેથી માનવસહજ છે, સંકોચ ફક્ત તેના સ્વીકારનો છે.
ઉજ્જૈનના રાજા વિક્રમ વિશે વૈતાળ પચ્ચીસી ગુજરાતી સાહિત્યની એક જાણીતી સાહિત્યકૃતિ છે. શામળ ભટ્ટે 'સિંહાસન બત્રીસી' લખી અને બત્રીસ પૂતળીઓની વાત લખી તો, વિક્રમના સત્તરમાં શતકમાં ગુણવિજયના શિષ્ય સંઘવિજયે પણ ૧૫૪૭ કડીમાં સંવત ૧૬૭૮ના માગસર સુદ બીજના રોજ સિંહાસન બત્રીસી'ની રચના પૂરી કર્યાનું જાણવા મળે છે. ભારતના ભવ્ય કથાસાહિત્ય વારસામાં આવી અગશ્ચિત કૃતિઓ લેખી શકાય. કવિ અંતમાં લખે છે (એ જ, પા. ૧૫૪)
કથા કુતુહલ જે સુષ્ણે, તે લહિં સુખસંપત્તિ; ચતુર તણાં ચિત્ત હિંગુતેં, છે એહમાં સુભમતિ.૩૩ સંવત ૧૬ અહોતરે, દ્વિતિયા માગશિર માસ; શુદ્ધ પક્ષ મૂલાકે પૂરણ રચિયો રાસ. ૩૪
એજ કવિએ રાગ અસાઊરી (આસાવરી)માં ‘વિક્રમસેન શનિવાર રાસ' સંવત ૧૬૮૮માં રચ્યો હતો. ગાહા (ગાથા)એ જૈનસાહિત્યની વિશેષતા છે.
મુનિ રાજસીએ દિવાળી દરમિયાન ચાતુર્માસ અમદાવાદમાં કર્યો હતો. ત્યારે, અમદાવાદ નવાનગરના નામે પણ જાણીતું હતું. સંવત ૧૬૬૯માં દિવાળી હતી તેથી કલ્પના કરી શકાય કે એ વર્ષે અધિક માસ આવતો હશે. તેમના શિષ્ય નાનજીએ પંચવરણ સ્તવન' આ જ નગરમાં રચ્યું હતું. તેઓ લખે છે (એ જ, પા. ૧૫૯) :
સોમવદન ગુરૂ ત્રિજઆનંદન, પ્રણામી તેરના પાયજી શ્રી અદાવાદ ડાટ ઘણે, નસીગણ મારા રે. તારા સેવક મુર્તિ નાનજી, સંધનયણે ઉલ્લાસ ૨,૩૦ સંવત સોલ બતરિ, દિવસિ દીવાલી સૂબ આજ રે શ્રી જિનરાજ ગુણ ગાઈયા, સિદ્ધ થયા સર્વે કા
અ
૩ ૧
સત્તરમી સદી સુધીમાં, પાટણનું સ્થાન અમદાવાદે લઈ લીધું હતું. કેવળ રાજકીય રીતે જ નહીં બલ્કે ધાર્મિકસાંસ્કૃતિક-આર્થિક કેન્દ્ર પણ આ નગર બની ચૂક્યું હતું. સમાજવ્યવસ્થા સાથે રાજવ્યવસ્થા પણ બદલાઈ હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org