________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૮૭
અંબિકા અને બીજી તરફ હાથી પર આરૂઢ બ્રહ્મશાસ્તા છે. આ ઉપરાંત નાગફણાની છત્રછાયામાં પાર્શ્વનાથ, ત્રિછત્રની છાયામાં સિંહાસન ઉપર બિરાજેલા મહાવીર, કાયોત્સર્ગ મુદ્રામાં ગોમ્મટ, પક્ષી અંબિકા, પદ્માવતી, ઊડતા વિદ્યાધરો, અષ્ટમંગલ, મકરતોરણ અને ત્રિભંગી મુદ્રામાં ઊભેલી નારીનાં શિલ્પો છે.
ગ્વાલિયરમાં ખડકમાં કોતરેલી સુંદર જૈન પ્રતિમાઓ છે. તીર્થકરો કાયોત્સર્ગ અને પદ્માસનમાં છે. સાથે વામન મનુષ્યોએ પકડેલા પૂર્ણ વિકસિત કમળ પર ઊભેલી દેવી છે. આ શિલ્પો ઉત્તર ગુપ્તકાળનાં છે. દુર્જનપુર (જિ. વિદિશા)માં પદ્માસનસ્થ તીર્થકરોની સુંદર મૂર્તિઓ છે.
કર્ણાટકમાં હમ્પી (જિ. બેલારી)ની બાજુમાં તુંગભદ્રા નદીના ઉત્તર તટે આવેલા અનેગડી ગામે ખડકની સપાટી ઉપર જૈન શિલ્પોનું ભાસ્કર્થ છે (૧૪મી સદી), જેમાં કાયોત્સર્ગમાં ઊભેલી જિનમૂર્તિઓની ઉપર ત્રિછત્ર છે. લક્ષ્મશ્વરના શંખબસતિમાંથી નંદીશ્વરનું કલાત્મક કોતરકામ ધરાવતું પ્રસ્તર શિલ્પ (૧૩મી સદી) મળ્યું છે અને તેના ઉપર તીર્થકરોની ૧૦૧૪ પ્રતિકૃતિઓ પણ છે. આધ્રપ્રદેશમાં પુડુરના મહાવીર અને પાર્શ્વનાથ (૧૩મી સદી), કાજુલુરના અર્ધપર્યકાસનમાં જિનપ્રતિમા (૧૩મી સદી) તથા વારંગલના ઊભેલા પાર્શ્વનાથનાં શિલ્પો અગત્યનાં ગણાય છે. વિરાટ પ્રસ્તરપ્રતિમાઓ :
કુંભારિયાજી તીર્થમાં બહારની દીવાલ ઉપરનું મનોહર શિલ્પ,
પણ અંકિત છે. રાજસ્થાનમાં દેલવાડાના વસ્તુપાળ-તેજપાળના મંદિરમાં બોતેર જિનોનો પટ્ટ છે.
તમિળનાડુના વિજયમંગલમુની નજીક આવેલા મેજુપુદુર (જિ. કોઈમ્બતુર) ગામે આવેલા શ્રી ચંદ્રનાથના મંદિરમાં પાટડા ઉપર ચોવીસ તીર્થંકરોનાં ગંગ શૈલીનાં શિલ્પો છે. આશ્વપ્રદેશના દનવુલપડમાંથી શિવલિંગ જેવી દેખાતી નાની ગોળાકાર પીઠમાં આવેલી ચૌમુખ મૂર્તિમાં (૧૦મી સદી) સુપાર્શ્વનાથ અને વર્ધમાનની મુખાકૃતિઓ છે. ઉત્તરપ્રદેશમાં શ્રાવસ્તી (જિ. ગોંડા), અયોધ્યા અને મથુરામાંથી મળેલી આદિનાથની પ્રતિમાઓ પણ ઉલ્લેખનીય છે.
ભારતીય શિલ્પની ઉત્તમ કળાકૃતિઓમાં સ્થાન પામેલી બિકાનેરની વાÈવી (= સરસ્વતી) અને ઓસિયા (જિ. જોધપુર)નું અલંકૃત તોરણ પણ જૈનનિર્મિત છે. કર્ણાટકના કંબડહલ્લી (જિ. હાસન)ની પંચકૂટ બસતિની છત પર બે ચામરધરની વચ્ચે મોથી શંખનાદ કરતા ધનુર્ધર યક્ષ અને ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં અષ્ટદિપાળનાં શિલ્પો ઉત્કીર્ણ છે.
તિરુમલ (જિ. ઉત્તર આર્કોટ)ના ગુફામંદિરમાં કુષ્માંડની અને ધર્મ-દેવી યક્ષીઓ અને પાર્શ્વનાથનાં ચોલયુગનાં સુંદર શિલ્પો છે. વલ્લીમ (જિ. ઉત્તર આર્કોટ) જૈન શિલ્પોથી ભરેલું છે. સિંહાસન ઉપર બેઠેલા બે તીર્થકરોની એક તરફ સિંહ સાથેની
[ ' ' . ' .
P
- SH
જિનાપતિમા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org