________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મુાતી સાહિત્યમાં જૈન સાહિત્યસ્વામીઓનું પ્રદાન
(એક વિહંગાવલોકન)
પ્રાકૃતભાષામાંથી લોકબોલીના આધારે અપભ્રંશ ભાષાના ટેકે વહેતી આવેલી આજની ગુજરાતી ભાષા આ ભાષામાં રચાતા સુંદર સાહિત્યથી સમૃદ્ધ છે, જીવંત છે, વિશ્વની અન્ય ભાષાઓ સામે ઉન્નત મસ્તકે ઊભી છે.
–કોકિલા સિદ્ધાર્થ ભટ્ટ * સિદ્ધાર્થ નરહર ભટ્ટ
કળિકાળ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વર મહારાજને આપણે આ ભાષાના આદ્ય ગૌરવદાતા કે પિતામહની ભૂમિકાએ ઓળખી શકીએ.
૩૧૦
જૈન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વર્ગે આ ભાષાના સાહિત્યને ભૂતકાળમાં અને આજે પણ જીવંત રાખ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે. રાસો, ફાગુ કાવ્યો, શલોકાઓ, છંદો, સજ્ઝાયો, સ્તવનો, સ્તુતિઓ, થોયો, બાલાવબોધ, ઇતિહાસલેખન, ચારિત્રાનુવાદ, પ્રાચીન સાહિત્યના ભાષાનુવાદ, નૂતન ચિંતન-કથા-લેખન-નિબંધ વગેરે વિવિધ વિવિધાઓથી આ સાહિત્યનો લોકોનાં હૈયાં સુધી પહોંચાડ્યું છે. ગુજરાતી સાહિત્યની શોભા વધારતા મુગુટ સમાન જૈન સાહિત્ય છે.
અગિયારમી સદીમાં ગુજરાતી ભાષા પ્રાકૃતમાંથી સ્વતંત્રરૂપ ધારણ કરવા માંડી, જેને આપણે જૂની ગુજરાતી' તરીકે ઓળખીએ છીએ. આ ભાષાસ્વરૂપમાં છેક પંદરમી સદીમાં થયેલા નરસિંહ મહેતાના કાળ સુધી બહુ ફેરફારો થયા નથી. રાજકીય રીતે અગિયારમી-બારમી સદીનો કાળ રાજપૂત રાજાઓનો સુવર્ણકાળ હતો. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ એનાં ઝળહળતાં શિખરો છે. આ બંનેએ જૈનધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. સિદ્ધરાજના પરમ ઉપદેશક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હતા અને કુમારપાળે તો સ્વયં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ગુજરાતની વેપારી પ્રજા શાંત અને અહિંસક વાતાવરણની પક્ષપાતી હતી એટલે જૈન ધર્મ આ પ્રદેશમાં ફૂલ્યોફાલ્યો હતો. જૈન સાધુઓ ધર્મમય પ્રવૃત્તિઓ કરવા સાથે જ્ઞાન-વિજ્ઞાન-કળા વિશે પણ એટલા જ સક્રિય રહેતા. એમાં ચાતુર્માસ વખતના સ્થિર નિવાસે આ લેખન-સર્જનની પ્રવૃત્તિને ખૂબ વેગ મળતો. ગુજરાતમાં જ પાટણ, અમદાવાદ, વઢવાણ, પાલિતાણા આદિના ગ્રંથભંડારો આની સાક્ષી પૂરે છે. પ્રાચીન પુસ્તકભંડારો અકબંધ સચવાઈ રહ્યા છે. આ ઘટના વિશ્વઇતિહાસમાં અજોડ છે.
Jain Education International
પંદરમી સદીમાં વૈષ્ણવભક્તિનું મોજું ફરી વળ્યું અને કૃષ્ણભક્તિનાં કાવ્યોની રેલમછેલ ચાલી, તે પહેલાંની ચાર સદી જૈન સાહિત્યસ્વામીઓની હતી એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પહેલા ચરણને જૈનસાહિત્ય તરીકે જ ઓળખાવાય છે. સમાન્તરે, લોકસાહિત્યની ધારા ચાલતી હતી પણ બ્રહ્મભટ્ટ બારોટોના કંઠેથી વહેતી આ ધારાને કોઈએ શબ્દબદ્ધ કરી ન હતી, જ્યારે જૈનમુનિઓ ચાતુર્માસ દરમિયાન સાહિત્યને લિપિબદ્ધ કરવામાં જ પ્રવૃત્ત રહેતા. તેથી એ સાહિત્ય અકબંધ જળવાઈ રહ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org