________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ખેરાલુ (ઉત્તર ગુજરાત)નો શિલાલેખ : (ચિત્ર નં. ૧)
ખેરાળુ ગામમાં બારોટવાડામાં રાણાના ઢાળ પાસેથી ગટરનું ખોદકામ કરતાં ૧૪ જેટલાં જૈન મંદિર અને મૂર્તિઓના અવશેષ તથા ઘેરા લીલા રંગના આરસના પથ્થર પર કોતરેલ શિલાલેખ પ્રાપ્ત થયેલ છે. વિ. સં. ૧૧૮૭ કાર્તિક વદિ ૫ (૨૩ ઑક્ટો., ઈ.સ. ૧૧૩૦)ના આ શિલાલેખમાં થારાપદ્રીય ગચ્છમાં મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં ખદિરાલુ(ખેરાળુ)ના
રહેવાસી બઉલાની પ્રેરણાથી ઠ. આસચંદ્રે તીર્થંકરોનો પંચકલ્યાણક મહોત્સવ કરાવ્યો હોવાનો ઉલ્લેખ છે. લખાણ
ભટ્ટારકભૂષણે લખ્યું છે. શિલાલેખમાં તીર્થંકરોના પંચકલ્યાણકની તિથિઓ દર્શાવી છે.
લુણાવાડા (જિ. પંચમહાલ) ગામમાં દેરાફળીમાં આવેલા વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં ગર્ભગૃહની બહારની જમણી તરફની દીવાલ પર બે શિલાલેખ કોતરેલા છે. શ્યામ પથ્થરની બે તકતીઓ પર કોતરેલા લેખોમાંનો એક વિ.સં. ૧૬૯૭, શક ૧૫૬૩, શ્રાવણ સુદિ ૨, શુક્રવાર (ઈ.સ. ૧૬૪૧) અને એક વિ.સં. ૧૭૯૨, શક ૧૬૫૮, વૈશાખ શુદ ૩, શનિવાર (૩ એપ્રિલ, ઈ.સ. ૧૭૩૬)નો છે. ૭ પંક્તિના લેખ અનુસાર વિ.સં. ૧૬૯૭માં મહારાણા ચંદ્રસેનજીના વિજયરાજ્યમાં સમસ્ત સંઘે અમૃતપુર (લુણાવાડા)માં મંદિર બનાવ્યું. પંડિત યવિમલે તેની પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં લુણાવાડાનું પૂર્વકાલીન નામ અમૃતપુર હોવાનું જણાવ્યું છે. લુણાવાડાનો લવણપુર તરીકે ઉલ્લેખ પણ મળે છે
સં. ૧૭૯૨ના લેખમાં આરંભમાં શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને અજિતનાથ તીર્થંકરનું સ્તવન કરવામાં આવ્યું છે. પં. યશોવિમલગણના આદેશથી પં. જ્ઞાનવિમલે હર્ષવિમલ સાથે વાસુપૂજ્ય દેરાસરનો પ્રાસાદ પ્રતિષ્ઠિત કરાવ્યો. નીમા જ્ઞાતિની વૃદ્ધ શાખાના શ્રીસંઘમુખ્ય ગાંધી લાલજીના પુત્ર વિસરામના પુત્ર રાયચંદ અને સમસ્ત સંઘે દેરાસર બનાવ્યું.
શત્રુંજય ગિરિરાજ પરના શિલાલેખ
શત્રુંજય ગિરિરાજ પશ્ચિમ ભારતનું સહુથી મહત્ત્વનું જૈન તીર્થ છે, જેના પર નવ ટૂંક છે. પ્રત્યેક ટૂંક આગવી દીવાલથી રક્ષિત છે. અહીં બધાં મળીને લગભગ એક હજાર જેટલાં દેવાલયો છે અને લગભગ અગિયાર હજાર જેટલી પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. નજીક નજીક આવેલાં સંખ્યાબંધ દેવાલયોને કારણે
Jain Education International
૨૯૯
આ પર્વત મંદિરનગર બન્યો છે. સરૂપ કલાદૃષ્ટિએ પણ આ મંદિરનગર અભ્યાસીઓને આકર્ષે છે. એમાંનાં કેટલાંક મંદિર સોલંકીકાળ દરમ્યાન અને મોટા ભાગનાં મધ્યકાલ તથા અર્વાચીન સમયમાં બંધાયેલાં છે. આ મંદિરોમાં અને મૂર્તિઓ ઉપર ઘણા લેખો કોતરેલા છે. એમાં ૬૦૦ જેટલા લેખોનો અભ્યાસ શ્રી કંચનસાગરસૂરિએ કર્યો છે અને એ મૂળ પાઠ સાથે ‘શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન' પુસ્તક (કપડવંજ, ૧૯૮૨)માં રજૂ કરવામાં આવ્યા છે. આ બધા લેખો ઈ.સ.ની ૧૨મી સદીથી લઈને ઈ.સ.ની ૧૯મી સદી સુધીના છે. સહુથી જૂનો લેખ વિ.સં. ૧૧૯૦ (ઈ.સ. ૧૧૩૩-૩૪)નો છે અને નવી ટૂંકની સ્થાપના પૂર્વેનો છેલ્લો લેખ વિ.સં. ૧૯૪૦ (ઈ.સ. ૧૮૮૩-૮૪)નો છે. આ બધા લેખો સંસ્કૃત કે જૂની ગુજરાતીમાં અથવા સંસ્કૃતગુજરાતી મિશ્ર ભાષાના છે. શત્રુંજય પરના આદીશ્વર મંદિરના લેખ અનુસાર વિ.સં. ૧૫૮૭, શક ૧૪૫૩, વૈશાખ વિદ ૬ના દિવસે (૭ મે, ઈ.સ. ૧૫૩૧) મેવાડના રાજા રત્નસિંહના મહામાત્ય કર્માશાએ શત્રુંજયની યાત્રા સમયે ત્યાં પુંડરિક સ્વામીના મંદિરનો સાતમી વખત પુનરુદ્ધાર કરી સમરશાના આદિનાથ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી ચક્રેશ્વરી દેવીનું મંદિર પણ બંધાવ્યું.
શત્રુંજય પર્વત પરના મુખ્ય મંદિરના પૂર્વદ્વારના રંગમંડપમાં એક સ્તંભ ઉપર ૮૭ પંક્તિનો શિલાલેખ કોતરેલો છે. એમાં જણાવ્યા અનુસાર શત્રુંજય પરના આદીશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર અગાઉ સં. ૧૫૮૭ (ઈ.સ. ૧૫૩૦-૩૧)માં કર્મા શાહે કરાવ્યો હતો, પરંતુ અતિ પ્રાચીનતાને લીધે થોડા વખતમાં જરત થયું. આથી ઓસવંશના સોની વિંછયાના પુત્ર તેજપાલે બાદશાહ અકબર પાસે બહુમાન પામેલા હીરવિજયસૂરિની પ્રેરણાથી એને સમારાવ્યું. આ મંદિરનાં ઉત્તુંગ શિખર ઉપર ૧,૨૪૫ કુંભ વિરાજે છે. મંદિરની ચારે બાજુ ૭૨ દેવકુલિકા છે. મંદિર ચાર ગવાક્ષો, ૩૨ પૂતળીઓ અને ૩૨ તોરણથી શોભે છે. એમાં ૭૪ સ્તંભ છે. ‘નંદિવર્ધન’ નામનું આ મંદિર સં. ૧૬૪૯માં તૈયાર થયું અને તેજપાલે સં. ૧૬૫૦ (ઈ.સ. ૧૫૯૩-૯૪) શત્રુંજયની યાત્રા કરી હીરવિજયસૂરિના હસ્તે એની પ્રતિષ્ઠા કરાવી.
આદીશ્વર મંદિરના મુખ્ય દેરાસરમાં પ્રતિષ્ઠિત આદીશ્વરની પ્રતિમાના પરિકરના ગોમુખમાંની પદ્માસનસ્થ શાંતિનાથ તથા નેમિનાથની પ્રતિમાના મસ્તક ઉપરના લેખમાં અમદાવાદનિવાસી સાધુ સહસ્ત્રકિરણના પુત્ર શાંતિદાસે
For Private & Personal Use Only
www.jainelibrary.org