________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૯o
તામ્રપત્રોમાં ટાકડધી (ટાકોદીચાણસ્મા તા.) ગામના મહામાત્ય પ્રદ્યુમ્ન બંધાવેલ સુમતિનાથ દેવના જૈનમંદિરને ભૂમિદાન કર્યાનો ઉલ્લેખ છે. સિદ્ધરાજ જયસિંહના દંડનાયક સજ્જને ગિરનાર ઉપર નેમિનાથના લાકડાના મંદિરના સ્થાને પથ્થરનું મંદિર બનાવ્યું હોવાનું જણાય છે. નેમિનાથ મંદિરમાં સજ્જનનો વિ.સં. ૧૧૭૬નો શિલાલેખ છે. આ જિનાલય બોતેર જિનાલય તરીકે પ્રસિદ્ધ હતું. .
જૈન ધર્મનો વ્યાપક પ્રસાર કરનાર સોલંકી રાજા કુમારપાલે ગુજરાતમાં ઘણાં સ્થળોએ જિનાલય બંધાવ્યાં હોવાના સાહિત્યિક ઉલ્લેખો મળે છે. ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત, અણહિલપુર પાટણ વગેરે સ્થળોએ આ રાજાએ અસંખ્ય જિનમંદિરો બંધાવ્યાં હતાં. પાટણમાં એણે પાર્શ્વનાથનો કુમારવિહાર બંધાવેલો.
ગિરનાર પર્વત પરના શિલાલેખ
જૈન તીર્થધામ ઉજ્જયંત (ગિરનાર) પર્વત ઉપર મંત્રી સજ્જને બંધાવેલ નેમિનાથનું મંદિર, કુમારપાલે બંધાવેલ મંદિર અને વસ્તુપાલે બંધાવેલ મંદિર આ ત્રણ મંદિર પ્રસિદ્ધ છે. વિ.સં. ૧૨૧૫ (ઈ.સ. ૧૧૫૯)ના ગિરનાર શિલાલેખમાં નાગઝરા પાસે દેવકુલિકાઓ અને કુંડ બંધાવ્યાનો નિર્દેશ છે. મંત્રી આંબાકે વિ.સં. ૧૨૮૮(ઈ.સ. ૧૨૩૨)ના ૬ શિલાલેખ બાજુની દેવકુલિકાઓનાં છ તારો પર કોતરેલ છે. એમાં વસ્તુપાલતેજપાલે શત્રુંજય, ગિરનાર, આબુ, અણહિલપુર પાટણ, ભૃગુપુર (ભરૂચ), સ્તન્મનકપુર (થામણા), સ્તંભતીર્થ (ખંભાત), દર્ભાવતી (ડભોઈ), ધવલક્કક (ધોળકા) અને બીજાં નગરોમાં
), ધવલક (ધોળકા) અને બીજા નગરોમાં મંદિરો બંધાવ્યાં અને જૂનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હોવાનો નિર્દેશ છે. ગિરનાર ઉપ- વસ્તુપાલે ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર અને સરસ્વતીનાં ચાર દેવકુલિકાઓ, બે તીર્થકરો, નેમિનાથની ચાર દેવકુલિકાઓ, પિતા અને પિતામહની મૂર્તિઓ, ત્રણ ભવ્ય તોરણો, નેમિનાથની પ્રતિમા અને પરિવારજનોની મૂર્તિઓ તેમજ નેમિનાથની પ્રતિમા કોતરેલ સુખોઘાટન સ્તંભ સ્થાપિત કર્યા.
વિ.સં. ૧૨૯૯(ઈ.સ. ૧૨૪૩)ના ગિરનાર શિલાલેખમાં વસ્તુપાલે આદિનાથનું મંદિર અને પાછળના ભાગમાં કપર્દી યક્ષનું મંદિર કરાવ્યું હોવાનું જણાવ્યું છે. મુખ્ય મંદિરના મંડપમાંની પાર્શ્વનાથ પ્રતિમાની પીઠિકા પરના લેખ અનુસાર વિ.સં. ૧૩૦૫ (ઈ.સ. ૧૨૪૯)માં સામન્તસિંહ અને સલખણસિંહે પિતાના કલ્યાણ માટે મૂર્તિ કરાવી અને
જયાનંદસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી હોવાનું જણાવ્યું છે. નેમિનાથ મંદિરમાંના બે સ્તંભો ઉપર વિ.સં. ૧૩૩૩ (ઈ.સ. ૧૨૭૬-૭૭), વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮-૭૯) અને વિ.સં. ૧૩૩૯ (ઈ.સ. ૧૨૬૨-૬૩)ના અભિલેખો છે, જેમાં દેવપૂજા માટે દાન આપવાનું જણાવાયું છે.
આબુ પરની પ્રશસ્તિ આબુ પર્વત ઉપર તેજ:પાલની નેમિનાથ મંદિરની સં. ૧૨૮૭, ફાગણ વદિ ૩, રવિવાર (૩ માર્ચ, ઈ.સ. ૧૨૩૦) શિલાલેખપ્રશસ્તિ પ્રસિદ્ધ ગુર્જર કવિ સોમેશ્વરે રચી છે. એમાં જણાવ્યા અનુસાર પ્રસિદ્ધ લૂણસિંહ વસહિકાનું જૈન મંદિર તેજ:પાલે પત્ની અનુપમદેવી અને પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે બંધાવ્યું હતું. તીર્થકરની પ્રતિમાની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગચ્છના શ્રી વિજયસેનસૂરિએ કરી હતી. મંદિરના સ્નાન અને પૂજા વગેરેના પ્રબંધનો ભાર મલદેવ, વસ્તુપાલ, તેજ:પાલ અને એમના વંશજો લૂણસિંહની માતા અનુપમદેવીના ચંદ્રાવતીમાં રહેતા સર્વ પુરુષવંશજોએ ઉપાડ્યો હતો. સ્થાનિક રાજા સોમસિંહદેવે પ્રતિષ્ઠાના દિવસે એક ગામ દાનમાં આપ્યું હતું.
ભીમદેવ ૧લાના મંત્રી વિમલશાહે બંધાવેલ વિમલવસહીની સામે આવેલી હસ્તિશાલામાં વિમલ મંત્રીની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ કોતરેલી છે. આ ઉપરાંત અહીં આરસના દસ હાથીઓ ગોઠવેલા છે, એમાંના સાત હાથી મંત્રી પૃથ્વીપાલે પોતાના અને છ પૂર્વજોના શ્રેય માટે અને ત્રણ હાથી એમના પુત્ર ધનપાલે કરાવેલા છે, જો કે ઘણી ખરી ગજરૂઢ મૂર્તિઓનો નાશ થયો છે.
આબુ પરના લૂણવસતિના મંદિરમાંના સં. ૧૨૯૬ (ઈ.સ. ૧૨૪૦)ના લેખમાં વસ્તુપાલે બંધાવેલ કે જીર્ણોદ્ધાર કરેલ ઘણાં મંદિરો ગણાવ્યાં છે. એમાં અણહિલવાડના સુવિધિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. પાટણ પાસેના ચારોપ(ચારૂપ)નું આદિનાથ મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ પણ છે.
તારંગા પર્વત પરના કુમારપાલે બંધાવેલ અજિતનાથના મંદિરમાં બે દેવકુલિકાઓની વેદિકા ઉપર વિ.સં. ૧૨૮૫ (ઈ.સ. ૧૨ ૨૮-૨૯)ના બે શિલાલેખ કોતરેલા છે. એમાં જણાવ્યા અનુસાર બે ગવાક્ષોમાં આદિનાથ અને નેમિનાથની બે પ્રતિમાઓ હતી, જેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હસ્તે કરવામાં આવી હતી. હાલ એમાં યક્ષ-યક્ષિણીની પ્રતિમાઓ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org