________________
300
આદિનાથનો પરિકર સં. ૧૬૭૦માં કરાવ્યો હોવાનો લેખ કોતરેલો છે. મૂળ નાયકની જમણી બાજુના પરિકરમાંની કાયોત્સર્ગ પ્રતિમાની પીઠિકા ઉપરના લેખમાં અમદાવાદ-નિવાસી ઓસવાલ જ્ઞાતિના, વૃદ્ધ શાખાના શાહ વછા અને ભાર્યા ગોરાંદેના પુત્ર સહસ્ત્રકિરણની બીજી પત્ની સોભાગદેના પુત્ર શાંતિદાસે નાના ભાઈ વર્ધમાન અને પુત્ર પનજી સાથે મામા શ્રીપાલની પ્રેરણાથી આદિનાથનો ચાર પ્રતિમા સહિતનો પરિકર કરાવ્યો અને તપાગચ્છના ભટ્ટા૨ક હેમવિમલસૂરિએ સં. ૧૬૭૦ (ઈ.સ. ૧૬૧૩-૧૪)માં એની પ્રતિષ્ઠા કરી હોવાનું જણાવ્યું છે.
શત્રુંજય પર્વત ઉપર ચોમુખની ટૂંકમાં ‘ચતુર્મુખ-વિહાર’ નામે મુખ્ય પ્રાસાદ આવેલો છે. આ પ્રાસાદ મુઘલ બાદશાહ જહાંગીરના રાજ્યમાં સં. ૧૬૭૫(ઈ.સ. ૧૬૧૯)માં અમદાવાદના પોરવાડ સંઘવી સોમજીના પુત્ર રૂપજીએ શત્રુંજયની યાત્રા માટે સંઘ કાઢી બંધાવેલો અને યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય જિનસિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિએ એની પ્રતિષ્ઠા કરેલી. આ હકીકત મૂલનાયકની ચારે પ્રતિમાઓની બેસણી પર કોતરેલા લેખોમાં જણાવી છે. ગર્ભગૃહમાં સિંહાસન પર ચારે દિશામાં મુખ રાખીને બેસાડેલી આદીશ્વરની આરસની પ્રતિમા બિરાજે છે. આથી આ પ્રાસાદ ‘ચતુર્મુખવિહાર’ કે ‘ચોમુખજીનું મંદિર' તરીકે ઓળખાય છે. ખંભાતના શિલાલેખો
ખંભાતમાં જૈન ધર્મમાં સેંકડો વર્ષોથી જિનાલય બંધાવવાની અને જીર્ણ થયેલ પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહી છે. પ્રભાવક જૈનઆચાર્યો અને વિદ્વાન મુનિઓના ઉપદેશથી અને શ્રેષ્ઠીઓની ઉદાર મનોવૃત્તિ દ્વારા આ પ્રવૃત્તિને વેગ મળતો જ રહ્યો છે. કાળના પ્રભાવે, રાજકીય તથા અન્ય ધર્મીઓના આક્રમણને કારણે કેટલાંક જૈન મંદિરો નષ્ટ થયાં, કેટલાંક જીર્ણ થયાં અને કેટલાંક સ્થળાંતર પામ્યાં, છતાંયે જૈનોએ યથાશક્ય જિનમંદિરોની રક્ષા કરી છે. પ્રાચીન નગર સ્તંભતીર્થ (ખંભાત) સાથે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ અને હીરસૂરિ જેવા અનેક શાસનપ્રભાવક આચાર્યોના અને મંત્રીશ્વર ઉદયન મહેતા અને કવીશ્વર ૠષભદાસ જેવા શ્રેષ્ઠ શ્રાવકોનાં નામ સંકળાયેલાં છે. અહીં સુંદર જિનાલયો, જ્ઞાનભંડારો અને જિનપ્રતિમાઓનાં દર્શન થાય
છે.
ખંભાતના માણેકચોક વિસ્તારમાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં વિ.સં. ૧૩૫૨(ઈ.સ. ૧૨૯૫
Jain Education Intemational
ધન્ય ધરાઃ
૯૬)નો શિલાલેખ પથ્થર પર કોતરેલો છે. એમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર વિ.સં. ૧૧૬૫, જ્યેષ્ઠ વદ ૭, સોમવારે (૪ મે, ઈ.સ. ૧૧૦૮) પૂર્ણ કરવામાં આવ્યું હતું અને સં. ૧૩૫૨માં વાઘેલા રાણા સારંગદેવના સમયમાં વિજયસિંહે એનો જીર્ણોદ્ધાર કર્યો હોવાનો નિર્દેશ છે. મોઢ વંશમાં થયેલા અજયદેવ, ખેતહિર, પુનહિર, સુજન, બાપણ, દેદ, પુરેન્દ્ર-પત્ની રત્ના અને છાજુ જેવા જૈન ધર્મના અનુયાયી શાહુકારોએ તીર્થંકર પાર્શ્વનાથની પૂજા માટે લાગો બાંધી આપ્યો અને એમાં કંબાયતી વસ્ત્રખંડ, ટાંકણ જેવી ચીજ વસ્તુઓ ભરેલ એક બળદ દીઠ એક દ્રમ્સ અને ગોળ, કાંબળા, તેલ, ફૂલ વગેરે ચીજો ભરેલ એક બળદ દીઠ અર્ધો દ્રષ્મ કાયમ માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રશસ્તિ ઠ. સોમે લખી અને સૂત્રધાર પાલ્લાકે કોતરી.
ચિતારી બજારના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પ્રશસ્તિ, વિ.સં.
૧૬૪૪ (ઈ.સ. ૧૫૮૭-૮૮)
આ. હીરવિજયસૂરિના પરમભક્ત, ખંભાતના શ્રેષ્ઠીઓ રાજિઆ અને વાજિઆએ બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું શિખરબંધી ભોંયરાયુક્ત જિનાલય ચિતારી બજાર, સાગોટા પાડામાં આવેલું છે. આ જિનાલયમાં ભોંયરામાં મૂળ નાયક સ્તંભન પાર્શ્વનાથ બિરાજમાન છે. રંગમંડપમાં પ્રવેશતાં સામેની દીવાલ પર કાચમાં મઢેલ આરસનો શિલાલેખ મૂકવામાં આવ્યો છે. ૧ શિલાલેખની પ્રશસ્તિમાં આરંભમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીની સ્તુતિ કરવામાં આવી છે. સં. ૧૨૮૫ (ઈ.સ. ૧૨૨૮-૨૯)માં થયેલા શ્રી જગચંદ્રસૂરિની પટ્ટાવલીમાં થયેલા શ્રી હીરવિજયસૂરીશ્વરના વચનથી અકબર બાદશાહે છ માસ અમારિ ઘોષણા કરી અને મરેલાનો જિયાવેરો માફ કરી શત્રુંજય તીર્થ જૈનોનું બનાવ્યું. શ્રીમાલ વંશમાં સિયા અને જસમાના બે પુત્રો વિજિઆ (પત્ની વિમલાદેવી) અને રાજિઆ (પત્ની કમલાદેવી)એ સં. ૧૬૪૪માં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હસ્તે કરાવી. આ સાથે વર્ધમાન સ્વામીની પ્રતિષ્ઠા પણ કરાવી. શિલાલેખમાં જિનાલયનું વર્ણન કર્યું છે. એમાં સાત દેવકુલિકાઓ, બાર સ્તંભો, છ દ્વારો અને નીચે ભોંયરું છે. ભોંયરામાં છવ્વીસ દેવકુલિકાઓ, પાંચ દ્વારો, આદિનાથની ૩૩ અંગુલની અને શાંતિનાથની ૨૭ અંગુલની પ્રતિમાઓ છે. આ પ્રશસ્તિ શ્રી હેમવિજયે રચી છે, કીર્તિવિજયે એનું લખાણ કર્યું અને શ્રીધર શિલ્પીએ એ કોતરી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org