________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ખંભાતનાં જિનાલયોમાં મૂળનાયકની પ્રતિમાઓ પરના લેખો વિ.સં. ૧૫૦૦ પહેલાં પ્રાપ્ત થતા નથી. ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં ભોંયરામાં મૂળનાયક સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા પબાસન ઉપર કોતરેલ છે. ઇલાહી સન ૪૬, વિ.સં. ૧૬૫૮, માઘ સુ. ૫, સોમવારે (ઈ.સ. ૧૬૦૨) ખંભાતનિવાસી શ્રીમાલ જ્ઞાતિના ૫. જિઆ અને રાજિઆએ પોતાના કલ્યાણ માટે સ્તંભન પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું. એની પ્રતિષ્ઠા તપાગચ્છના શ્રી હીરવિજયસૂરિના શિષ્ય આ. વિજયસેનસૂરિ, આ. વિજયદેવસૂરિ, ઉપા. વિમલહર્ષ ગણિ, શ્રી કલ્યાણવિજય ગણિ, ઉપા. શ્રી સોમવિજય ગણિ વગેરે પ્રમુખ પિરવાર વડે કરી. માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયના ભોંયરામાં મૂળનાયક આદીશ્વરની પ્રતિમા ઇલાહી સન ૪૮, વિ.સં. ૧૬૫૯ (ઈ.સ. ૧૬૦૩) વૈ. વિદ ૬, ગુરુવારનો લેખ છે. એમાં સ્તંભતીર્થ બંદરમાં ઓસવાલ વંશની વૃદ્ધ શાખાના સૌવર્ણિક સો. વછિઆભાર્યા સોહામણિના પુત્ર સો. તેજઃપાલે ભાર્યા તેજલદે સહિત સમગ્ર પરિવાર સાથે કુટુંબના શ્રેય માટે આદિનાથ બિંબ ભરાવ્યું. એની પ્રતિષ્ઠા તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિએ કરી હોવાનું જણાવ્યું છે.
ભોંયરામાં આવેલા ચંદ્રપ્રભસ્વામીના જિનાલયમાં ગર્ભગૃહની બહાર એક લેખ છે, જેમાં સં. ૧૪૯૬(ઈ.સ. ૧૪૪૦)માં તપાગચ્છના શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા સ્ફટિકની હોવા સાથે સાડા છ ઇંચ ઊંચી અને પ્રમાણસર છે. એ લગભગ ૫૦૦ વર્ષ જૂની છે. પુનઃપ્રતિષ્ઠા પહેલાં ૧૮ ઇંચ ઊંચા પિત્તળમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવી હતી. લેખ પિત્તળના પરિકરની પાછળ કોતરવામાં આવ્યો છે. આખો લેખ પિંડમાત્રામાં છે. પાટણનિવાસી શ્રીમાલ જ્ઞાતિના શેઠ કર્મસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર ગોવિંદે પોતાના પરિવાર સાથે સં. ૧૪૯૬ના જ્યેષ્ઠ સુદિ ૧૦, બુધવારે (૧૧મે, ઈ.સ. ૧૪૪૦) ચંદ્રપ્રભસ્વામીનું સ્ફટિકમય બિંબ પિત્તળમય પરિકરમાં બિરાજમાન કર્યું અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિએ કરી.
ખારવાડામાં સ્તંભન પાર્શ્વનાથ જિનાલયની દીવાલ પર સં. ૧૩૬૬ (ઈ.સ. ૧૩૦૯-૧૦)નો લેખ છે. એમાં અલાઉદ્દીન ખલજીના સૂબેદાર અલપખાનના રાજ્યનો નિર્દેશ છે. લેખમાં જિનપ્રબોધસૂરિના શિષ્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી ઉકેશ વંશનાં જેસલે અજિતનાથ તીર્થંકરનું, ભવ્ય મંદિર બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે.
Jain Education International
૩૦૧
સંઘવીની પોળમાં વિમલનાથ જિનાલયમાં પ્રવેશતાં પ્રવેશ ચોકીની જમણી બાજુ (મૂળનાયકની) દીવાલ પરનો શિલાલેખ સં. ૧૬૩૯, શક ૧૫૦૫, ચૈત્ર સુદિ ૫, સોમવારનો છે (ઈ.સ. ૧૫૮૩, ૧૮ માર્ચ). જિનાલયની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિના હસ્તે થઈ, ઉકેશ વંશનાં સા. જિતસિંહ અને માણકીબાઈની પુત્રી વનાઈએ કુટુંબના શ્રેય માટે વિમલનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરી.
સિદ્ધરાજ અને કુમારપાળના મંત્રી ઉદયને ધોળકામાં સીમંધર સ્વામીનું મંદિર બંધાવ્યું, જે ઉદયન-વિહાર તરીકે પ્રસિદ્ધ હતું. આ મંદિરની પ્રશસ્તિનો એક અંશ રણછોડજી મંદિરમાં રણછોડજીની પ્રતિમાની પાછળના ભાગમાં જડેલો છે. પાલનપુરમાં પહલાવિયા પાર્શ્વનાથ મંદિરમાંની મૂળનાયકની પ્રતિમા પર વિ.સં. ૧૨૭૪ (ઈ.સ. ૧૨૧૭-૧૮)નો લેખ છે. કચ્છમાં કંથકોટનું મહાવીર સ્વામી મંદિર વિ. સં. ૧૩૩૯ (ઈ.સ. ૧૨૮૨-૮૩)માં સારંગદેવના સમય દરમ્યાન બંધાયું હોવાનું જણાય છે. ૧૩મી સદીમાં આમ્રદેવનાં કુટુંબીઓએ મંદિરનું સમારકામ કરાવ્યું. રાંતેજ (મહેસાણા)ના મંદિરમાં સં. ૧૧૨૪-૧૩૧૬ સુધીના આઠ શિલાલેખ છે. એમાં તીર્થંકરો અને ઉપાસકોની પ્રતિમાઓ ભરાવી હોવાના ઉલ્લેખો છે.
જૈન પ્રતિમાલેખો દાતા, શ્રાવક-શ્રાવિકા અને એમના પરિવારજનોની વિગતો દર્શાવે છે. મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર જૈન સૂરિઓની માહિતી તેમજ મિતિઓ દર્શાવવામાં આવે છે. કુંભારિયા, ખંભાત, રાધનપુર, પાટણ, સણખલપુર, વડોદરા, ઘોઘા, થરાદ, અમદાવાદ, ઈડર જેવાં સ્થળોએ ઘણા પ્રતિમાલેખો અને દેરાસરો જોવા મળે છે. તીર્થંકરોની સાથે તેમનાં યક્ષયક્ષિણીઓની પ્રતિમા પણ મળે છે. ત્રિતીર્થી, પંચતીર્થી અને ચોવીસી પટોનું મહત્ત્વ હતું. જિનબિંબો ભરાવવાં, જિનભવનો બનાવવાં અને જિન-પૂજા સ્વીકારવી એ ધર્મકાર્ય ગણાતું. દેવકુલિકાઓ સાથે મંદિરનું બાંધકામ થતું.
પાટણનું વાડી પાર્શ્વનાથનું મંદિર
પાટણના ઝવેરીવાડમાં આવેલા આ મંદિરનું બાંધકામ વિ.સં. ૧૬૫૧ માગસર સુદ ૯, સોમવારે ઓસવાળ જ્ઞાતિના ભીમના વંશજ કુંઅરજી અને એમનાં કુટુંબીજનોએ શરૂ કર્યું એને લગતી વિ.સં. ૧૬૫૨, વૈ.વ. ૧૨, ગુરુ, ઇલાહી સન ૪૧ (૧૩ મે, ઈ.સ. ૧૫૯૬)ની બાવન પંક્તિની પ્રશસ્તિ તક્તીરૂપે મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલી છે. મૂળ મંદિર હાલ મોજૂદ નથી રહ્યું, પણ એની જગ્યાએ તાજેતરમાં નવું મંદિર
For Private & Personal Use Only
www.jainelibrary.org