________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૯૩
જન અભિલેખોનું ઐતિહાસિક વિશ્લેષણ
–ડૉ. ભારતીબહેન શેલત
માનવઇતિહાસને જાણવા સમજવા પુરાવશેષો, ઇમારતો, તામ્રપત્રો, વિહારો, સ્તુપો, ચૈત્યમંદિરો, પ્રાચીન સમયના અભિલેખો વગેરે મહત્ત્વનાં આધારસાધન બની રહે છે. એટલું જ નહીં પણ તે આપણો ગૌરવભર્યો મૂલ્યવાન વારસો ગણી શકાય.
એક સમયે ભોજપત્રો કે તામ્રપત્રોમાં સચવાતું સાહિત્ય અમુક વર્ગ પૂરતું જ મર્યાદિત હતું. સામાન્ય જનસમાજને કેટલાંક કાયમી નીતિનિયમોની જાણ મળે તે માટે મહાન સમ્રાટોએ શિલાલેખો કોતરાવીને પાવિની પ્રજાને દિશા દર્શાવી. કાગળ કે ધાતુ કરતાં એ શિલાઓ તો કાળબળ સામે અડીખમ ઊભી રહેતી હોય છે. આ શિલાલેખોમાં તામ્રપત્રો, સિક્કાઓ, જૂનાં મકાનો, જૂની મૂર્તિઓ, જૂના ગ્રંથો વગેરે અનેકાનેક વસ્તુઓ શોધી કાઢવી, સંગ્રહવી અને મળી આવેલી જૂની લિપિઓ ઉકેલવી, ભાષાઓ સ્પષ્ટ સમજવી, કોતરણી અને મૂર્તિઓના આકારનું હાર્દ સમજવું, જાણવું. એ બધું બહુ કપરું કામ છે. અવનવાં આવાં શોધન, સંગ્રહ અને ઉકેલવામાં ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી, ગૌરીશંકર ઓઝા, ગિરજાશંકર આચાર્ય, રણછોડલાલ જ્ઞાની, ડૉ. ભંડારકર, ચિમનલાલ દલાલ, જૈન મુનિદા, મુનિ પુણ્યવિજયજી, જિનવિજયજી મહારાજ વગેરેનું ઘણું મોટું યોગદાન નોંધાયેલું છે. મંદિરો, કોટ, કિલ્લાઓ, મહાલયો કે કીર્તિસ્તંભોમાં જ સ્થાપત્યકલા સમાઈને નથી રહી, બલ્ક વાવ, કૂવા, તળાવ, સરોવર, નહેરો અને વિશ્રામસ્થાનોમાં પણ આ કલા વ્યક્ત થતી રહી. ગુજરાતમાં મહેમદાવાદનો ભમરિયો કૂવો, અડાલજ વાવ, મોઢેરાનું સૂર્યમંદિર, અમદાવાદની સીદી સૈયદની જાળી આ બધું એ કાળના વૈભવની સાક્ષી પૂરે છે.
મોહેં-જો-દડો અને હડપ્પાના પ્રાચીન કાળના અવશેષો પ્રાપ્ત થયા પછી ક્રમેક્રમે ઘણી વિગતો બહાર આવતી રહી છે. લોથલ અને રોજડી પ્રાચીન સ્થાપત્યો માટે જેમ જાણીતા બન્યાં તેમ શામળાજી પાસે દેવની મોરીનો સૂપ, ઉના પાસેની શાણાની ગુફાઓ, જૂનાગઢ પાસે સમ્રાટ અશોકનો શિલાલેખ, તળાજાનો એભલ મંડપ, ઢાંક અને બરડાની ગુફાઓ ઘણું ઘણું કહી જાય છે. શિહોરનો બ્રહ્મકુંડ, વઢવાણની માધાવાવ, મોરબીની કુબેરવાવ, અને વિવિધ સ્થળેથી મળેલા પ્રાચીન સમયના અભિલેખો પ્રાચીન સમયનું આપણું ઝવેરાત છે. મહાક્ષત્રપ રુદ્રદામ ૧લાના શિલાલેખથી જૈન સંપ્રદાયનું અસ્તિત્વ સચિત થાય છે. આ લેખ કચ્છના અંધૌ ગામમાંથી, જ્યારે ક્ષત્ર રાજા જયદામનના પૌત્રના સમયના જૂનાગઢ પાસેના શિલાલેખમાં ‘કેવલિજ્ઞાન' શબ્દ આવે છે. ક્ષત્રપકાળમાં જૈનધર્મ ઠીક રીતે ફેલાયો હોવાનું જણાય છે.
જૈન અભિલેખો (શિલાલેખો)નું આલેખન કરનાર ડૉ. ભારતીબહેન કીર્તિકુમાર શેલતનું નામ ગુજરાતમાં જાણીતું છે. ઉત્તર ગુજરાત, મહેસાણામાં તેમનો જન્મ સમય ૩૦-૭-૧૯૩૯. તેમની શૈક્ષણિક કારકિર્દી અજોડ છે.
શૌક્ષણિક કારકિર્દી બી. એ. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને માનસશાસ્ત્ર વિષય સાથે ( ઉચ્ચતર દ્વિતીય વર્ગ, એમ. એ. ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત (એપિગ્રાફી) અને અર્ધમાગધી વિષય સાથે
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org