________________
૨૫૬
ધન્ય ધરાઃ
બંને બાજુ બે બે મૂર્તિ હોય તો તેને પંચતીર્થિક અને ચારે બાજુ ચારમુખવાળી પ્રતિમાને ચૌમુખ પ્રતિમા કહે છે.
જિન પ્રતિમાનું મહત્ત્વનું લક્ષણ તે મૂર્તિની સાથે ઇન્દ્રોનું અસ્તિત્વ છે. આ ઇન્દ્રો મુખ્ય આકૃતિની જમણી અને ડાબી બાજુએ હોય છે. જૈન મૂર્તિશાસ્ત્રમાં ઇન્દ્રોને તીર્થકરોના અનુચરો કહ્યા છે. આ ઇન્દ્રોમાં કેટલાકના હાથમાં ચામર, સુશોભન માટેના હાર કે અંજલિમુદ્રામાં હોય છે. મથુરાના પ્રારંભકાલની જિનમૂર્તિમાં ઇન્દ્રોની આકૃતિઓ જોવા મળે છે.
તીર્થકરોની પ્રતિમાઓમાં ત્રણ પ્રકાર જણાવ્યા છે. (૧) અલંકૃત પરિકરવાળી, (૨) સાદી પૂજા માટેની, (૩) આયાગપટ્ટોમાંની.
૨. ચોવીસ તીર્થકોનું પ્રતિમાવિદ્યાલ
છે. આથી મુખ્ય પ્રતિમાનાં લક્ષણોનો વિચાર કરવો આવશ્યક બને છે.
જૈન મૂર્તિઓમાં ધ્યાન ખેંચે તેવાં લક્ષણોમાં લાંબા લટકતા હાથ-આજાનુબાહુ શ્રીવત્સનું ચિહ્ન, પ્રશાંત સ્વરૂપ (નિર્મળભાવ), તરુણાવસ્થા, મુખ્ય નાયકની જમણી બાજુ યક્ષ, ડાબી બાજુ યક્ષિણી, વળી જે વૃક્ષ નીચે તીર્થકરને જ્ઞાન થયું હોય તે વૃક્ષનું કંડારણ થાય છે. તીર્થંકરની પ્રતિમાઓમાં આઠ સિદ્ધિઓમાંથી એક દર્શાવાય છે. આઠ પ્રાતિહાર્યો-દિવ્યવૃક્ષ, દિવ્યપુરુષ, વૃષ્ટિ, આસન, ત્રિદલ (ત્રિછત્ર) અને સિંહાસન, પ્રભામંડલ, દિવ્યધ્વનિ, ચારયુગ્મ, દુભિનાદ.
| તીર્થકરોની મૂર્તિઓ ધ્યાનસ્થ યોગાસનમાં બેઠેલ અને કાયોત્સર્ગ અવસ્થામાં ઊભેલી એમ બે પ્રકારની મળે છે.
કાયોત્સર્ગ પ્રતિમાઓ જૈન પરંપરાનું વિશિષ્ટ લક્ષણ છે, જે ઈ.સ. પહેલી સદી એટલે શુંગ કે મૌર્યકાલથી પ્રાપ્ત થાય છે. શરીર નગ્ન કે શ્વેતવસ્ત્રોથી આચ્છાદિત હોય છે. તીર્થકરની વસ્ત્ર પહેરાવેલી પ્રતિમાનો નમૂનો અકોટામાંથી પ્રાપ્ત ઋષભદેવની કાયોત્સર્ગ અવસ્થામાં ઊભેલી મૂર્તિ છે.
ચોવીસ તીર્થંકરો યોગધ્યાન અવસ્થામાં હોવાથી દરેક મૂર્તિઓ એકસરખી લાગે છે, પરંતુ દરેક તીર્થકરને જુદાં જુદાં લાંછન હોવાથી તે લાંછન પરથી તેની ઓળખ થાય છે. આ લાંછન મૂકવાની પ્રથા કુષાણકાલ પછી શરૂ થઈ હોવાના પુરાવા મળે છે. લાંછનઅંકિત સૌથી પ્રાચીન પ્રતિમા ગુપ્તકાલીન છે. નેમિનાથની મૂર્તિની પીઠની પાછળ મધ્યમાં એક ચક્રપુરુષ અને આજુબાજુ શંખનું અંકન થયેલું છે.
શાસનદેવતાઓ કે યક્ષ-યક્ષિણીઓની મૂર્તિઓ ઓળખવા માટે તીર્થકરોની નાની આકૃતિઓ જે તે મૂર્તિના મસ્તક પર અને મૂર્તિના આસન પર દર્શાવવામાં આવે છે. મૂર્તિની સ્થાપન કરવાની મુખ્ય પીઠિકા સાથેના ભાગને પરિકર કહે છે. આ પરિકરમાં વિવિધ શિલ્પકૃતિઓ કંડારેલી હોય છે. મુખ્ય પ્રતિમાને અનુલક્ષીને યક્ષિણીઓ, સિંહ, મૃગની જોડી, છેડા પર સ્તંભો, તેના ઉપર તોરણો, ચામરધારીઓ, મકરમુખો, માલાધરો, પ્રતિમાના મસ્તક પાછળ પ્રભામંડલ, ઉપર છત્રવૃત્ત, ધર્મચક્ર, નવગ્રહો, ત્રિછત્ર હોય છે. ટૂંકમાં પરિકર એ જૈન પ્રતિમાવિધાનનું અવિભાજ્ય અંગ છે.
કોઈપણ દેરાસરની મુખ્ય પ્રતિમાને “મૂળનાયક કહે છે. મુખ્ય પ્રતિમાની બે બાજુ બે મૂર્તિ હોય છે, તેને ત્રિતીર્થિક, જો
આદિનાથ-aષભદેવ જૈન ઇતિહાસમાં ઋષભદેવને જૈન ધર્મના આ અવસર્પિણી કાળના સ્થાપક કહ્યા છે. ઋષભદેવ પ્રથમ તીર્થંકર હોવાથી “આદિનાથ' તરીકે પણ ઓળખાય છે. હિંદુધર્મમાં ઋષભદેવને વિષ્ણુના એક અવતાર ગણવામાં આવે છે. એમણે લાંબો સમય રાજ્ય કર્યા બાદ સાધુ તરીકે દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે એમની માતાએ જે સ્વપ્નો જોયાં તેમાં પ્રથમ વૃષભ જોયો હતો. આથી તેમનું લાંછન વૃષભ છે.
ઋષભદેવનો વર્ણ સુવર્ણ છે. લાંછન-વૃષભ કે ધર્મચક્ર, વૃક્ષ-વ્યગ્રોધ કે વટવૃક્ષ, યક્ષ-ગોમુખ, યક્ષિણી-ચક્રેશ્વરી, મોક્ષસ્થાન–કૈલાસ પર્વત. ઋષભદેવની બંને બાજુ ભરત અને બાહુબલી હોય છે.
આદિનાથની પ્રાચીન પ્રતિમા અકોટા (વડોદરા) સંગ્રહમાંથી મળી છે. આ ધાતુ પ્રતિમા લગભગ ઈ.સ. ૪૬૦૫૦૦ની છે, જેમાં ઋષભદેવનાં અધખુલ્લાં નેત્રો, ખભા સુધી પથરાયેલા વાળ, આજાનબાહુ, અધોવસ્ત્ર તરીકે ધારણ કરેલ ધોતીને પાટલીઓ પાડેલી છે, પીઠિકામાં ધર્મચક્રનું લાંછન છે. વસંતગઢ (સિરોહી)માંથી મળેલી ઋષભદેવની ધાતુપ્રતિમા ઉપર છઠ્ઠી સદીનો લેખ છે. ભિન્નમાલમાંથી પ્રાપ્ત પ્રતિમા ઈ.સ. ૮મી સદીની છે.
28ષભદેવની એક ભવ્ય મૂર્તિ આબુમાં વિમલવસહીના
Jain Education Intemational
www.jainelibrary.org
in Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only