________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મંદિરમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા પામી છે. એમના પરિકર અને પીઠિકામાં યક્ષ ગોમુખ, શાસનદેવી ચકેશ્વરી, ઇન્દ્રો, ન્યગ્રોધ વૃક્ષ, છત્ર, વૃષભનું લાંછન વગેરે કોતરવામાં આવ્યાં છે. શત્રુંજય પર સૂર્યકુંડના દરવાજા પાસે ઋષભદેવનું ૧૩મા સૈકામાં બંધાયેલ પ્રાચીન મંદિર છે. પાટણમાંથી ઋષભદેવની ષષ્ઠોતીર્થિક પ્રતિમા મળી છે.
ઋષભદેવના યક્ષનું નામ ગોમુખ છે. રૂપમંડન, રૂપાવતાર ગ્રંથમાં ગોમુખનું વાહન હાથી દર્શાવ્યું છે. બીજા કેટલાક ગ્રંથોમાં તેનું વાહન વૃષભ બતાવ્યું છે. આ યક્ષના નામ પ્રમાણે તેનું મુખ વૃષભ જેવું હોય છે. તેના ચાર હાથમાં વરદમુદ્રા, અક્ષસૂત્ર, પાશ અને બિજોરું હોય છે. દિગંબરો પાશને બદલે પરશુ ધારણ કરાવે છે. ગોમુખની પ્રતિમાઓ મોટા કદની સ્વતંત્ર અને તીર્થકર આદિનાથના અનુચર તરીકે મળે છે. ગોમુખની એક સ્વતંત્ર પ્રતિમા શત્રુંજય પર મોતીશાની ટૂંકના મુખ્ય દેરાસરમાં આવેલી છે. તે હાથી પર અર્ધ પદ્માસનમાં બેઠેલ અને મુખ વૃષભ જેવું છે. તેના ચાર હાથમાં વરદ, અંકુશ, પાશ અને માળા ધારણ કરેલ છે.
ગ્વાલિયર પાસે ગઢવાલમાંથી ગોમુખ અને ચક્રેશ્વરીની મૂર્તિ મળી છે. ગોમુખના હાથમાં દંડ અને પરશુ છે.
આદિનાથના શાસનદેવી ચક્રેશ્વરી છે. એમના ઉપલા બંને હાથમાં ચક્ર હોવાથી ચક્રેશ્વરી નામ પડ્યું હોવાનું મનાય છે. તેમનો વર્ણ સુવર્ણ, વાહન ગરુડ છે. ચક્રેશ્વરીને બે, ચાર, આઠ, બાર કે સોળ હાથ હોવાનું નોંધ્યું છે. ચાર હાથ હોય તો બિજોરું, વજ, વરદ અને વજ હોય છે. ૧૨ હાથ હોય તો ચાર હાથમાં ઉપર મુજબનાં આયુધો અને બાકીના આઠ હાથમાં ચક્ર હોય છે. ચક્રેશ્વરી વિષ્ણુની શક્તિ વેષ્ણવી જેવી દેખાય છે. | ગુજરાતમાંથી ચક્રેશ્વરીની કેટલીક પ્રતિમાઓ મળી છે. પાટણમાં સવિધિનાથના મંદિરમાં ચક્રેશ્વરીની ચતુર્ભુજ પ્રતિમાં છે, જેમાં ઉપલા બે હાથમાં ચક્ર છે. નીચલા બે હાથમાં શેખ અને અક્ષમાલા છે. વડનગરમાંથી મળેલી ચક્રેશ્વરીની પ્રતિમાના ચાર હાથ પૈકી ઉપલા બે હાથમાં ચક્ર છે. નીચેના એક હાથે બાળકને કેડમાં તેડેલું છે. બીજા હાથની આંગળીએ એક બાળકને વળગાડેલું છે. ગિરનાર ઉપર વસ્તુપાલ-તેજપાલની ટૂંકમાં પાર્શ્વનાથ મંદિરમાં તથા શત્રુંજય ઉપર અચલેશ્વરના મંદિરમાં ચક્રેશ્વરીની પ્રતિમાઓ આવેલી છે. દેવગઢના કિલ્લાના જૈન મંદિરમાં સોળ હાથવાળી ચક્રેશ્વરીની પ્રતિમા આવેલી હોવાનું નોંધાયું છે.
અજિતનાથ બીજા તીર્થકર અજિતનાથ ગણાય છે. એમનો વર્ણ સુવર્ણ, લાંછન-હાથી, કેવલવૃક્ષ–સપ્તપર્ણ યુક્તવૃક્ષ, યક્ષમહાયક્ષ અને યક્ષિણી અજિતબાલા અને ચામરધારી સગરચક્રી. અજિતનાથની પ્રતિમા ઊભી કે બેઠેલી ધ્યાનસ્થ હોય છે. અજિતનાથ ‘ખડુગાસન'માં અર્થાતુ બે હાથ લટકતા રાખીને ઊભેલા હોય છે. દેવગઢના કિલ્લામાંથી મળેલી અજિતનાથની પ્રતિમા ખગાસનમાં છે તેમાં બંને બાજુએ ચામરધારી અને આગળના ભાગે બે ભક્તો છે.
અકોટમાંથી અજિતનાથની આઠમી સદીના મધ્યની પ્રતિમા મળી છે. આ મૂર્તિની બેસણી પર બે હાથી અને ધર્મચક્ર ઉપરાંત ગ્રહોની ઊભેલી આકૃતિઓ કંડારેલી છે.
અજિતનાથના યક્ષ મહાયક્ષ છે. તેમનું વાહન હાથી અને વર્ણ શ્યામ હોય છે. આ પક્ષના હાથમાં યુદ્ધને યોગ્ય સાધનો હોય છે. તેને ચાર મુખ તથા આઠ હાથ હોય છે, જેમાં ખગ, ચક્ર, દંડ, ત્રિશૂલ, પરશુ, પદ્મ, વરદ અને અંકુશ ધારણ કરે છે. મહાયક્ષની સ્વતંત્ર પ્રતિમા મળતી નથી, પરંતુ પરિકરમાં નાનીમોટી પ્રતિમાઓ જોવામાં આવે છે.
- યક્ષિણી અજિત બાલાનું વાહન વૃષભ છે. તેનું અપરનામ રોહિણી છે. તેના ચાર હાથમાં વરદ, બિજોરું, પાશ અને અંકુશ હોય છે. અજિતબાલાની પ્રતિમા દેવગઢના કિલ્લામાં આવેલ જૈન મંદિરમાંથી મળી છે.
સંભવનાથ
ત્રીજા તીર્થકર સંભવનાથ છે. એમનું લાંછન અશ્વ, વૃક્ષ શાલવૃક્ષ, ચામરધારી સત્યવીર્ય, યક્ષ ત્રિમુખ અને યક્ષિણી દરિવારી છે. સંભવનાથની ખુબ થોડી પ્રતિમાઓ મળી છે.
સંભવનાથના યક્ષ ત્રિમુખને ત્રણ મુખ, ત્રિનેત્ર અને છ હાથ હોય છે. વર્ણ શ્યામ અને વાહન મયૂર છે. છ હાથમાં નકુલ, ગદા, અભયમુદ્રા, બિજોરું, અક્ષસૂત્ર, માળા અથવા ચક્ર, તલવાર, અંકુશ, દંડ, ત્રિશૂલ અને કટાર હોય છે.
યક્ષિણી દુરિતારીનું વાહન મેષ છે. ચાર કે છ હાથ હોય છે. ચાર હાથ હોય તો બે હાથ વરદમુદ્રામાં બીજા બેમાં અક્ષસૂત્ર અને અભયમુદ્રા. છ હાથ હોય તો પરશુ, અર્ધચંદ્ર, ફળ, તલવાર, યષ્ટિ (દંડ), વરદમુદ્રા હોય છે.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org