________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ઋગ્વેદમાં અર્બુદાચલનો ઉલ્લેખ શાંબરના તેમજ બીજા દસ્યુનાના કિલ્લા તરીકે કરેલ છે.
માઉન્ટ આબુ ઉપર પાંચ જૈનમંદિરો છે, જે દેલવાડાનાં દેરાં તરીકે વિશ્વવિખ્યાત છે. આ જગ્યા દેલવાડા, દેઉલવાડા કે દેવળપટાકા તરીકે પણ ઓળખાય છે.
વિમલ વસહી-આદિનાથ મંદિર
સોલંકી શિલ્પકામનો સુંદર નમૂનો આ મંદિર વિમલ, ભીમા ૧લાના મંત્રીએ ઈ.સ. ૧૦૩૨માં રૂા. ૧૯ કરોડના ખર્ચે બંધાવ્યું હતું. આરંભમાં ફક્ત ગર્ભગૃહ, ગૂઢમંડપ અને ટ્રીકામંડપ હતાં, પરંતુ સમયની સાથે સાથે બીજા મંડપોનો ઉમેરો થતો ગયો. મંત્રી પૃથ્વીપાલે ઈ.સ. ૧૧૫૦ની આસપાસ નૃત્યમંડપનો ઉમેરો કરાવ્યો.
સમચોરસ આંગણમાં સ્થાપિત મંદિરની આજુબાજુ નાનાં મંદિરો દેવકુલિકા અને બે કોલોનેડની કતાર છે. આ બેઉ પાછળથી ઉમેરાયાં છે. અંદર-બહારનો વિરોધાભાસ આંખને વળગે એવો છે. બહારની દીવાલ એકદમ સાદી છે તો અંદરનો ભાગ ઉદારતાપૂર્વક કરેલ નકશીવાળો છે.
મંદિરની દીવાલોના ગોખલાઓ જિનમૂર્તિથી સુશોભિત છે. મુખ્યમંદિર-ગર્ભગૃહ તરફ જવાને રસ્તે બેઠેલી જિનમૂર્તિઓ અને દિક્ષાલની મૂર્તિઓ છે. હાલના મૂળનાયક–મુખ્ય જિનતીર્થંકર આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૩૫૨ના જિર્ણોદ્ધારના સમયે થયેલ છે.
શિલ્પકામની મુખ્ય કીર્તિ એની બારીક કારીગરીમાં સમાયેલ છે. ખાંભની હારમાં નાના ગોખલાઓમાં સુંદર મૂર્તિઓ, છટાદાર શણગાર અને સ્ક્રોલકામ, સુંદરીના રૂપમાં બનાવેલ ખૂણાઓ ખાંભની હારથી મુખ્ય રસ્તાને જોડતો ભાગ કે જે બહારના મંડપની સાથે છે એમાં ખૂણે મૂકેલ લિન્ટેલ નાની નાની મૂર્તિઓથી આચ્છાદિત છે. ઘુમ્મટોની છતમાં નૃત્યાંગના, સંગીતકાર, સૈનિકો, ઘોડા અને હાથીઓની હાર છે, જે પદ્મ આકારના પદકની આજુબાજુ ગોઠવાયેલ છે. છતની કોતરણીની વિવિધતા અને અચૂકતા એ નોંધપાત્ર-ધ્યાન ખેંચનારી છે. મંડપની મધ્ય છત, જે ખુલ્લા મંડપના મધ્યભાગમાં છે એનો વ્યાસ ૭ મીટર છે, જે ગુજરાતમાં સૌથી મોટો છે. આમાં ૧૬ કમનીય કન્યા બ્રેકેટના રૂપમાં છે. મધ્યભાગે કમળ એ પદકના ગુચ્છાના આકારમાં છે અને પ્રમાણમાં નાનું છે બાજુમાં રસ્તાન પેનલ પર દેવીની મૂર્તિઓ તેમજ બીજી સરસ અને રસપ્રદ
Jain Education International
૨૪૯
પ્રસંગો જેમ કે નૃસિંહ અને કૃષ્ણની કથાઓ કોતરેલ છે. એની વિરુદ્ધમાં મંદિરની અંદરની જૈનમૂર્તિઓ કઠોર અને પુનરોક્ત છે. ગિરનાર
જૈન તેમ જ હિંદુઓનું એક ખૂબ જ પવિત્ર તીર્થસ્થાન ગિરનાર, જ્યાંના શાંત-પવિત્ર વાતાવરણમાં ઘણાં મંદિરો વસેલાં છે એ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં છે અને ઘણો લાંબો ઇતિહાસ ધરાવે છે. ચોમાસા સિવાય આખા વર્ષ દરમ્યાન અહીં અવર-જવર હોય છે. આ જગ્યા બધાં જ મુખ્ય શહેરો સાથે
એસ.ટી.થી જોડાયેલ છે. ચોમાસામાં માત્ર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. જૂનાગઢથી ગિરનાર પહાડ ઓટોરીક્ષા, એસ.ટી.થી જોડાયેલ છે. ગિરનાર તળેટીથી પહાડ ચડવા બેથી અઢી કલાક લાગે છે. ગિરનારનું નેમિનાથ મંદિર ૬૫૦ મીટરની ઊંચાઈ પર આવેલ છે.
જૈન લોકો માટે ગિરનાર અનોખું મહત્ત્વ ધરાવે છે. ૨૨મા તીર્થંકર શ્રી નેમિનાથજીને ગિરનાર ઉપર કેવળજ્ઞાન અને નિર્વાણ પ્રાપ્ત થયાં હતાં એટલે ગિરનાર તીર્થક્ષેત્ર તરીકે ઓળખાય છે. ગિરનાર ઉપર ઘણાં જૈન મંદિરો છે, જેમાંનું નેમિનાથમંદિર સૌથી મોટું છે. અહીં ઘણાં મંદિરો હોવાથી શત્રુંજયની જેમ ઘણીવાર ગિરનારને પણ મંદિરોનું શહેર કહેવાય છે.
જિનપ્રભસૂરિના વિવિધ તીર્થકલ્પમાં મુનિ શ્રી જિનવિજયે આ તીર્થનું મહત્ત્વ સમજાવેલ છે.
ગિરનાર મુખ્યત્વે નેમિનાથ સાથે સંકળાયેલ છે, ખાસ કરીને એમની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષને કારણે આ એક મહત્ત્વનું તીર્થસ્થાન થઈ ગયું છે.
મંદિરો ઃ નેમિનાથ મંદિર
ગિરનાર પર્વત ઉપરનું સૌથી જૂનું મંદિર-દંડનાયક સજ્જને ઈ.સ. ૧૧૨૯માં પાછું બંધાવ્યું એમ મંદિરમાંના શિલાલેખમાં પુનઃ સ્થાપનાનો ઉલ્લેખ છે-કદાચ આ પુનઃસ્થાપના બહુ મોટા પાયા પર ન હતી. પુનઃસ્થાપના પહેલાં ૧૦૦ વર્ષ પહેલાં આ મંદિર હતું એમ લાગે છે. પછી નૂતનીકરણ કરવામાં મંદિરમાં ઘણ દેરફાર થયા છે. સોલંકી શૈલી–મરુગુર્જર કે નગરશૈલીમાં બંધાયેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org