________________
૨૪૮
નેમિનાથ મંદિર
આ મંદિર સમૂહમાંનું સૌથી મોટું મંદિર છે. બાકીનાં મંદિરો જેવી જ રચના છે–જેમાં મૂળ પ્રાસાદ (ગર્ભગૃહ), ગૂઢમંડપ, મુખમંડપ, રંગમંડપ, સામેની બાજુ ૧૦ અને આજુબાજુમાં ૮ એમ દેવકુલિકાઓ અને નળમંડપ એમ આની રચના છે. ઉત્તરબાજુમાં પ્રવેશદ્વાર છે.
આ મંદિરની જંઘા (દીવાલ) એ નોંધપાત્ર છે અને ખરેખર સુંદર છે. હંમેશાંનાં ઊભાં અને આડાં મોલ્ડિંગ અને હાથી, મકર, વ્યાલાનાં શિલ્પો ઉપરાંત અહીં કુબેર, ઇશાન, વૈરોટ્યા, અચ્યુતા, માનવી, મહાજ્વાલા, ઇન્દ્ર, અગ્નિ, વજ્રાંકુશી, વજ્રશૃંખલા, ચક્રેશ્વરી, નરદત્તા, યમ, નિરુતી, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, વરુણ અને વાયુ તેમજ જુદી જુદી નૃત્યમુદ્રા અને સંગીત વગાડતી અપ્સરાઓ, જેની ઉપર મિથુનયુગલ છે. મુખ્ય ગોપાલાઓમાં જિનમૂર્તિઓ છે. તારંગા
એક પ્રખ્યાત સિદ્ધક્ષેત્ર અને જૈનનું પવિત્રસ્થળ, તારંગા એ અમદાવાદની ઉત્તરે ૧૨૦ કિ.મી. દૂર મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકામાં આવેલ છે. અમદાવાદ, બરોડા, મહેસાણા, જંબુસર સાથે એસ.ટી. અને અમદાવાદ સાથે રેલ્વેથી જોડાયેલ છે. નજદીક આવેલ વસાહત ટીંબાએ ખૂબ જ નાની જગ્યા છે. જૈન ધર્મશાળા, જે જમવાનું પણ આપે છે એજ એકમાત્ર રહેવાસી ઠેકાણું છે.
ઘણાં નામોથી ઓળખાતું-તારાનગર, તારાપુર, તરણદુર્ગ, તારાગઢ–એ ઘણી વિખ્યાત વ્યક્તિઓ જેમ કે વરાદત્ત, વારંગ, સાગરદત્ત અને બીજા સાડા ત્રણ કરોડ મુનિઓનું નિર્વાણક્ષેત્ર છે. ઈ.સ. ૧૫મી શતાબ્દીમાં રચાયેલ મરાઠી પ્રશસ્તિ તીર્થવંદનામાં આ નામનો ઉલ્લેખ આવે છે. તારણદુર્ગ નામના ડુંગરને તારંગા કહે છે.
તારંગા ઉપર કુલ ૧૩ દિગંબર મંદિરો, એક માનસ્તંભ અને ૯ શ્વેતાંબર મંદિરો છે જેમાંના અજિતનાથ અને સંભવનાથનાં મંદિરો મુખ્ય છે.
અજિતનાથ મંદિર
ગુજરાતનું તેમજ ભારતભરનુ ઊંચામાં ઊંચું જૈનમંદિર આ સોલંકીકાળનું એક ઉત્તમ મંદિર છે, જે કુમારપાળે બંધાવેલ મંદિરોમાંનું મોટું બાંધકામ છે.
Jain Education International
ધન્ય ધરા
સંભવનાથ મંદિર
સંભવનાથની મૂર્તિ સફેદ આરસપહાણની છે જે ૨ ફૂટ ૩ ઇંચ ઊંચી છે અને પદ્માસનમાં છે. ડાબી બાજુ પાર્શ્વનાથની મૂર્તિ છે, જે ૧ ફૂટ ૪ ઇંચ ઊંચી છે અને જમણી બાજુ શ્રેયાંસનાથની સફેદ આરસ પહાણની મૂર્તિ છે, જે ૧ ફૂટ ઊંચી છે.
મૂળનાયકની મૂર્તિની આગળની હારમાં ૪૪ ધાતુ પ્રતિમાજી ગોઠવીને રાખેલ છે. ડાબીબાજુનાં દીવાલ-ગોખલામાં પદ્માવતી અને સરસ્વતીની મૂર્તિઓ છે.
આ બે મંદિરો સિવાય તારંગા ઉપર બીજાં ચૈત્યમંદિર, છોટી દેરી, નંદીશ્વર જિનાલય, માનસ્તંભ, મહાવીરમંદિર, અજિતનાથ મંદિર, ઋષભનાથ મંદિર, અજિતનાથ ટૂંક, ઋષભદેવ મંદિર, બાહુબલી, પદ્મપ્રભ, ચંદ્રપ્રભ અને વાસુપૂજ્ય મંદિર છે. આ સર્વમાં ઋષભદેવનું મંદિર ઉલ્લેખનીય છે. ઋષભદેવ મંદિર
મંદિરમાં ગર્ભગૃહ, સભામંડપ અને અર્ધમંડપનો સમાવેશ થાય છે. આ ત્રણને શિખરો છે. મૂળ નાયક ઋષભદેવની પ્રતિમા પંચધાતુની છે અને ૨ ફૂટ ૬ ઇંચ ઊંચી છે, જેની પ્રાણપ્રતિષ્ઠા ફાગણ સુદ ૨ સંવત ૧૯૨૩ને દિવસે થઈ હતી. આ મૂર્તિની આજુબાજુમાં ઋષભદેવ અને શાંતિનાથની મૂર્તિ છે, જે સફેદ આરસપહાણની છે અને માનસ્તંભને ખણતાં ત્યાંથી મળી હતી. મંદિરમાં હજી બીજી ૧૬ ધાતુની પ્રતિમાઓ છે.
લોકવાયકા એવી છે કે ક્યારેક સંભવનાથના મંદિરમાંથી રાત્રે નૃત્ય-સંગીતનો અવાજ આવે છે અને એવી પ્રતીતિ થાય છે કે સ્વર્ગમાંથી અન્ય દેવો તીર્થંકરની પૂજા કરવા આવેલ છે.
માઉન્ટ આબુ
માઉન્ટ આબુનાં મંદિશે
આબુ રોડ રેલ્વે સ્ટેશન તેમ જ બસ સ્ટેન્ડથી ૨૯ કિ.મી. દૂર આવેલ માઉન્ટ આબુ પર્યટક સ્થળ હોવાથી ચારે બાજુનાં મુખ્ય શહેરો જેમકે અમદાવાદ, ઉદેપુર, અંબાજી વગેરેથી રોડથી જોડાયેલ છે. રેલ્વેથી આબુ રોડ સુધી અમદાવાદ–ઉદેપુરથી આવી શકાય છે. આબુ રોડ તેમજ માઉન્ટ આબુ ઉપર ઘણી હોટેલો અને ધર્મશાળા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org